કોસાડ ભીમરત્ન મહાબુદ્ધ વિહાર ખાતે ધમ્મચક્ર પ્રવર્તન દિનનો ૬૯મો ભવ્ય ઉજવણી અને ખીરદાન કાર્યક્રમ યોજાયો

કોસાડ ભીમરત્ન મહાબુદ્ધ વિહાર ખાતે ધમ્મચક્ર પ્રવર્તન દિનનો ૬૯મો ભવ્ય ઉજવણી અને ખીરદાન કાર્યક્રમ યોજાયો
સુરત: કોસાડ વિસ્તારના એચ-4 આવાસ સ્થિત ભીમરત્ન મહાબુદ્ધ વિહાર ખાતે ૬૯મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ આસ્થા અને ઉત્સાહભેર ઉજવાયો હતો. આ પાવન અવસરે ખીરદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન નવ બૌદ્ધ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ રત્નભાઈ નિકુમના નેતૃત્વ હેઠળ થયું હતું. આ પ્રસંગે અમરોલી, વરિયાવ અને કોસાડ વિસ્તારના યુવાન આગેવાન દીપક કઢરે દ્વારા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબના ત્યાગ અને બલિદાન વિષે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં સમાજના અગ્રણી યશવંત કઢરે, પૂર્વ ર્સૈનિક ભીમરાવ સૈદાને, ધર્મભાઈ મોરે, કલ્પેશભાઈ રાણા, રાજેન્દ્ર બવિસ્કર, સુભાષ ખૈરનાર, અતુલ માહ્યાવંશી, મનોહર કાપૂરે, વિજય મોરે, સંજય બોરકર, કૈલાસ સિરસાઠ, કાશીનાથ ભાલેરાવ, ધનરાજ ઠાકરે, મહેન્દ્ર બૈસાને, લોટનભાઈ નાગમલ, અનિલ બૈસાને વગેરે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની શોભા વધારી હતી, મહિલાઓ પણ સક્રિય રીતે જોડાઈ હતી. જેમાં અનુસયાબેન નિકુમ, સુનિતા ભાલેરાવ,ઉષાબેન બૈસાને,માધુરી બૈસાને, વંદના ભાલેરાવ, મંગળ નાગમલ વિશેષરૂપે હાજર રહી, સંજયભાઈ અને ચતુરભાઈ મકવાણા દ્વારા ભગવાન બુદ્ધ અને ડૉ. આંબેડકરની પ્રતિમાઓ વિહારને ભેટ આપવામાં આવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી,કાર્યક્રમના અંતે રત્નભાઈ નિકુમ દ્વારા સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો,



