સેમસંગ ભારતમાં ગેલેક્સી વોચીસમાં ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશનની સુવિધા લાવી
સેમસંગ ભારતમાં ગેલેક્સી વોચીસમાં ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશનની સુવિધા લાવી
ગુરુગ્રામ, ભારત, 21 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી વોચીસ માટે સેમસંગ હેલ્થ મોનિટર એપ પર ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશન (આઈએચઆરએન) રજૂ કરવામાં આવ્યું હોવાની આજે ઘોષણા કરવામાં આવી હતી. નવા ફીચર સાથે એપની મોજૂદ બ્લડ પ્રેશર અને ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી)ની દેખરેખ રાખવાની ક્ષમતાઓ એટ્રિયલ ફાઈબ્રિલેશન (એફિબ)ના સૂચિત હૃદયના લયને શોધવામાં મદદ કરીને ગેલેક્સી વોચના ઉપભોક્તાઓને તેમના હૃદયના સ્વાસ્થ્ય વિશે વધુ વ્યાપક સમજ આપે છે.
સેમસંગ હેલ્થ મોનિટર એપમાં સક્રિય કરાતાં જ આઈએચઆરએન ફીચર ગેલેક્સી વોચના બાયોએક્ટિવ સેન્સરનો ઉપયોગ કરીને પાર્શ્વભૂમાં અનિયમિત હૃદયના લયની સતત દેખરેખ રાખે છે. જો લાગલગાટ માપનમાં અમુક સંખ્યા અનિયમિત હોય તો ગેલેક્સી વોચ સંભવિત એફિબ પ્રવૃત્તિના ઉપભોક્તાઓને ચેતવણી આપીને તેમને વધુ અચૂક માપન માટે તેમના વોચનો ઉપયોગ કરીને ઈસીજી કરાવવા માટે દોરે છે. મોજૂદ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ દેખરેખ સાથે આ નવું ફીચર ઉપભોક્તાઓને તેમના હૃદયના સ્વાસ્થ્યમાં વધુ ઊંડાણથી ડોકિયું કરાવે છે.
હૃદયના રોગો દુનિયાભરમાં મૃત્યુના મુખ્ય કારણમાંથી એક રહ્યા છે અને એફિબ- એરિધમિયાનો પ્રકાર- સ્ટ્રોકના વધતા જોખમ, હૃદયની નિષ્ફળતા અને અન્ય ગૂંચ સહિત મુખ્ય હૃદયની સમસ્યાઓ માટે ચેતવણીનો સંકેત વ્યાપક રીતે માનવામાં આવે છે. ઉપરાંત એફિબના ઘણા બધા કિસ્સા લક્ષણરહિત અથવા શાંત હોય ચે, જેને કારણે વ્યક્તિ તેમના જોખમથી વાકેફ રહેતી નથી.
આઈએચઆરએન ફીચરના ઉમેરા સાથે ગેલેક્સી વોચના ઉપભોક્તાઓ હવે તેમના હૃદયના સ્વાસ્થ્યનાં અન્ય મહત્ત્વનાં પાસાંનું પણ દેખરેખ રાખી શકશે. સેમસંગના બાયોએક્ટિવ સેન્સરથી સમૃદ્ધ તે ઉપભોક્તાઓને ઓન-ડિમાન્ડ ઈસીજી રેકોર્ડિંગ અને એચઆર એલર્ટ ફંકશન સહિત તેમના હૃદયના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે, જે વિકારી ઉચ્ચ અથવા નીચા હૃદયના ધબકારને શોધી કાઢે છે.
ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશન (અનિયમિત હૃદયના લયનું નોટિફિકેશન) ફીચર હવે નવા રજૂ કરવામાં આવેલા ગેલેક્સી વોચ 7 અલ્ટ્રા, ગેલેક્સી વોચ 7 તેમ જ ગેલેક્સી વોચ 6, વોચ 5 અને વોચ 4 સિરીઝમાં ઉપલબ્ધ છે.
ગેલેક્સી વોચના ઉપભોક્તાઓએ તેમનાં ડિવાઈસીસ પર ગેલેક્સી સ્ટોર થકી સેમસંગ હેલ્થ મોનિટર એપ અપડેટ કરવાનું રહે છે અને તે પછી એપ પર સેટિંગ્સ મેનુમાંથી આઈએચઆરએન ફીચર એનેબલ કરવાનું હોય છે.