સેમસંગ દ્વારા ‘AI હોમઃ ફ્યુચર લિવિંગ, નાઉ’ ભારતમાં લવાયું

સેમસંગ દ્વારા ‘AI હોમઃ ફ્યુચર લિવિંગ, નાઉ’ ભારતમાં લવાયું
કનેક્ટેડ હોમ, જ્યાં દરેક ડિવાઈસ એકત્ર વિચાર કરે છે.
આસાની, સંભાળ, બચત, સંરક્ષિત- AI જે રોજિંદું જીવન બદલી નાખશે.
મુંબઈ : ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે મુંબઈમાં બીકેસી ખાતે જિયો વર્લ્ડ પ્લાઝામાં તેના ફ્લેગશિપ સ્ટોર ખાતે ‘‘AI હોમઃ ફ્યુચર લિવિંગ, નાઉ’’ માટે તેનો ધ્યેય રજૂ કર્યો હતો. સેમસંગ AI હોમ નેક્સ્ટ- જનરેશન કનેક્ટેડ લિવિંગ ઈકોસિસ્ટમ છે, જે બેજોડ સુવિધા, ઊર્જા કાર્યક્ષમતા અને પર્સનલાઈઝ્ડ અનુભવો એમ હાર્દમાં સલામતી અને ગોપનીયતા સાથે સર્વ પ્રદાન કરવા એપ્લાયન્સીસ, ડિવાઈસીસ અને સર્વિસીસને એકત્ર કરે છે.
આ લોન્ચના હાર્દમાં સેમસંગનું ફ્યુચર લિવિંગ વિઝનઃ દુનિયાનાં દ્વાર ખોલી નાખવાનું છે, જ્યાં ઈન્ટેલિજન્સ એક ડિવાઈસ પૂરતું સીમિત નથી, પરંતુ દરેક સ્ક્રીન, એપ્લાયન્સ અને સર્વિસમાં સહજતાથી શેર કરી શકાય છે. AI હોમ ત્રણ મૂળભૂત શક્તિઓ થકી આ ધ્યેયને આલેખિત કરે છે, જેમાં સેમસંગની AIમાં આગેવાની તેના ડિવાઈસ પોર્ટફોલિયોની બેજોડ વ્યાપ્તિ છે અને વિશ્વસનીય, સંરક્ષિત ઈકોસિસ્ટમ છે.
તમને જાણે તેવા ઘરની કલ્પના કરો. તમારું આગમન થતાં જ લાઈટ્સ ચાલુ થઈ જાય છે, એર કંડિશનર તમારા પરફેક્ટ સ્લીપ ટેમ્પરેચરને સમાયોજિત કરે છે, વોશિંગ મશીન યોગ્ય સાઈકલની ભલામણ કરે છે અને ટીવી તમારા ફેવરીટ શો બતાવે છે- આ બધું જ આપોઆપ થાય છે. સેમસંગનું AI હોમ ચુનંદા જૂજ માટે જ નહીં પરંતુ દરેક માટે રોજબરોજની વાસ્તવિકતાને શક્ય બનાવે છે.
એમ્બિયન્ટ ઈન્ટેલિજન્સ પ્રત્યે લક્ષ્ય રાખીને આ સિસ્ટમ આરામ, સંભાળ, ઊર્જા બચત અને સલામતીને ઓટોમેટ કરવા માટે યુઝરના વર્તન અને પર્યાવરણીય ખૂબીઓને સતત શીખે છે. તમે આરામ કરો ત્યારે અનુકૂલનતા આપતા એસીથી લઈને તમારા આહારનાં લક્ષ્યોને આધારે ભોજન સૂચવતા ફ્રિજ સુધી, સ્માર્ટથિંગ્સ- એનેબલ્ડ ડિવાઈસીસ બેકગ્રાઉન્ડમાં આસાનીથી સિંક થવા સુધી દરેક ઈન્ટરએકશન કોન્ટેક્ચ્યુઅલ, માનવ કેન્દ્રિત ઈન્ટેલિજન્સ સાથે સમૃદ્ધ બનાવે છે.
ફ્યુચર લિવિંગ હવે ભારતમાં
“સેમસંગમાં અમે AIના ભવિષ્યની ફક્ત કલ્પના જ નથી કરી રહ્યા, પરંતુ અમારી સ્માર્ટથિંગ્સ ઈકોસિસ્ટમ થકી ગેલેક્સી AI, વિઝન AI અને બીસ્પોક AIનું ઈન્ટીગ્રેશન કરવા સાથે અમે લોકોનું રોજબરોજના જીવનમાં નિર્માણ કરી રહ્યા છીએ. સેમસંગ AI હોમના લોન્ચ સાથે અમે ફ્યુચર લિવિંગ ભારતીય ઘરોમાં લાવીને રોજબરોજનું જીવન વધુ સુવિધાજનક, કાર્યક્ષમ, આરોગ્યવર્ધક અને સુરક્ષિત બનાવીએ છીએ. ભારતમાં અમારાં ત્રણ આરએન્ડડી સેન્ટર અહીં રોમાંચક AI ઈનોવેશન્સને આકાર આપી રહ્યા છે અને તેમને દુનિયામાં લઈ જઈ રહ્યા છીએ. આ લોન્ચ અર્થપૂર્ણ અને સુરક્ષિત ટેકનોલોજીઓ સાથે લાખ્ખો ભારતીય પરિવારોની ભાવિ જીવનશૈલીઓને આકાર આપવાની અમારી ઊંડી કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.
સેમસંગ AI હોમ વિવિધ શ્રેણીઓમાં પૂર્વસક્રિય અને વ્યાપક અનુભવો પર નિર્માણ કરાયું છે. તમારાં ડિવાઈસ અને વેરેબલ્સ પર ગેલેક્સી AI ઓન-ધ- ગો પ્રોડક્ટિવિટી અને વેલનેસને ઈંધણ આપે છે, વિઝન AI તમારા ટીવી પર સ્વાભાવિક ભાષાનું ઈન્ટરએકશન લાવે છે અને બીસ્પોક AI એપ્લાયન્સીસ ઘરનાં કામોનો અંદાજ લગાવે છે. ડિવાઈસીસમાં એકત્રિત UI સાથે તે સર્વ એવું ઘર નિર્માણ કરવા માટે કામ કરે છે, જે તમારે માટે કામ કરવા સાથે તમારી સાથે પણ કામ કરે છે. અને તેના સર્વ હાર્દમાં સેમસંગ સ્માર્ટથિંગ્સ એપ છે, જે હજારો પાર્ટનર ડિવાઈસીસ ઉપરાંત સેમસંગ પ્રોડક્ટોને કનેક્ટ કરે છે.
આ એવું ઘર છે જે તમે કોણ છો, તમને શું જોઈએ છે અને તમારે માટે સૌથી મહત્ત્વપૂર્ણ શું છે તે ઓળખે છે. આ ફ્યુચર લિવિંગ, નાઉ છે.
AI હોમ એક્સપીરિયન્સીસઃ આસાની, સંભાળ, બચત, સંરક્ષિત
સેમસંગ AI સ્માર્ટ હોમ ચાર અનુભવ આસપાસ નિર્માણ કરાયું છે, જે એકત્રિત રીતે પરિવારો કઈ રીતે જીવે છે તેની વ્યાખ્યા કરે છે. તેના હાર્દમાં સહજતા છે, જે શક્તિ રોજિંદો નિત્યક્રમ એટલો સહજતાથી ઓટોમેટ કરીને જીવન સરળ બનાવવા માટે શક્તિ આપે છે કે તે અંગત કોન્સિયાર્જ હોય તેવું લાગે છે. લાઈટ્સ, ટેમ્પરેચર અને ઘરનાં કામો પણ ધારણામાં પોતાને સમાયોજિત કરે છે, જે સૌથી મહત્ત્વપૂર્ણ સમય અને ઊર્જાની પણ બચત કરે છે.
તેટલું જ મહત્ત્વપૂર્ણ સંભાળ છે, જે સુખાકારીને ઘરના હાર્દમાં મૂકે છે. કનેક્ટેડ ડિવાઈસીસ અને સર્વિસીસ થકી AI હોમ આરોગ્યવર્ધક જીવનશૈલીને ટેકો આપે છે, જેમાં પર્સનલાઈઝ્ડ સ્લીપ સેટિંગ્સ અને વેલનેસ તપાસથી પોષણ નિયોજન અને વહાલાજનો અને પાલતુ જનાવરોની સંભાળ સુધી સર્વને ટેકો આપે છે.
સિસ્ટમ સેવ થકી સુચારુ, માપક્ષમ લાભો આપે છે. સ્માર્ટથિંગ્સ એનર્જી સાથે ઘરો વધુ કાર્યક્ષમ બને છે, જે ઊર્જા ઉપયોગિતા ઓછી કરે છે અને ખર્ચ કપાત કરે છે, જેમાં એકલો વોશિંગ મશીનનો ઊર્જા ઉપભોગ 70 ટકા[1,2] સુધી નીચે આવી શકે છે. આ ઈન્ટેલિજન્ટ બચત ઘરેલુ ખર્ચ હલકો કરવા સાથે હરિત પૃથ્વીમાં પણ યોગદાન આપે છે.
આખરે સિક્યોર એ ખાતરી રાખે છે કે ઈનોવેશન ક્યારેય સુરક્ષાને ભાગે નહીં આવે. સેમસંગનું નોક્સ વોલ્ટ હાર્ડવેર સ્તરે સંવેદનશીલ ડેટાનું રક્ષણ કરવા સાથે નોક્સ મેટ્રિક્સ કનેક્ટેડ ઈકોસિસ્ટમમાં બ્લોકચેઈન આધારિત રક્ષણને વિસ્તારે છે, જે પરિવારોને તેમનું ડિજિટલ જીવન પ્રત્ય જીવન જેટલું જ સુરક્ષિત તરીકે આત્મવિશ્વાસ આપે છે.
એકંદરે આ ચાર અનુભવો સેમસંગ AI હોમને સ્માર્ટ ડિવાઈસીસનું કલેકશન સાથે અસલી જીવનનું વાતાવરણ બનાવે છે, જે જ્ઞાનાકાર, કાળજી લેનાર, કાર્યક્ષમ અને સંરક્ષિત છે.