સેમસંગ ઈન્ડિયા દ્વારા M9, M8, અને M7 સ્માર્ટ મોનિટર સિરીઝ માટે આકર્ષક લોન્ચ ઓફર્સ રજૂ કરાઈ

સેમસંગ ઈન્ડિયા દ્વારા M9, M8, અને M7 સ્માર્ટ મોનિટર સિરીઝ માટે આકર્ષક લોન્ચ ઓફર્સ રજૂ કરાઈ
7 જુલાઈથી 20 જુલાઈ સુધી ગ્રાહકો સર્વ ચેનલોમાં રૂ. 3000 સુધી લોન્ચ ઓફરો માણી શકે છે
ગુરુગ્રામ, ભારત, 10 જુલાઈ, 2025– ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા 7 જુલાઈથી 20 જુલાઈ, 2025 સુધી મર્યાદિત સમયની ઓફરો સાથે તેની નવી સ્માર્ટ મોનિટર લાઈનઅપ લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહકો આ સમયગાળા દરમિયાન રૂ. 3000 સુધી ઈન્સ્ટન્ટ બચતો માણી શકે છે. આ લાઈનઅપમાં અપગ્રેડેડ M8 અને M7 મોડેલો સાથે ફ્લેગશિપ 4K QD-OLED મોનિટર મેળવશે, જે સર્વ એડવાન્સ્ડ અને પર્સનલાઈઝ્ડ AI ક્ષમતાઓ સાથે સુસજ્જ હોઈ ઈન્ટેલિજન્ટ ડિસ્પ્લેઝ માટે નવાં ધોરણો સ્થાપિત કરશે. આ ઈનોવેશન્સ સાથે યુઝર્સ આસીથી એક, સ્માર્ટ ડિવાઈસમાંથી સ્ટાઈલમાં વોચ, વર્ક અને પ્લે કરી શકે છે.
સ્માર્ટ મોનિટર M9
સ્માર્ટ મોનિટર M9 વાઈબ્રન્ટ 32 ઈંચ 4K ડિસ્પ્લે સાથે QD-OLED ટેકનોલોજીને જોડે છે, જે દરેક ટાસ્કમાં એડવાન્સ્ડ કલર્સ અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. વર્ક, ગેમિંગ અને સ્ટ્રીમિંગ માટે તૈયાર કરાયેલો તે ટકાઉપણું વધારે છે અને બર્ન-ઈન પ્રોટેકશન અને એન્ટી- ગ્લેર ટેકનોલોજી જેવી ફીચર્સ સાથે યુઝર કમ્ફર્ટને અગ્રતા આપે છે.
નિર્ધારિત મુદતમાં સેમસંગ M9 સિરીઝ (કિંમત રૂ. 1,21,499થી શરૂ થાય છે) રૂ. 3000ની લોન્ચ ઓફર સાથે ઉપલબ્ધ છે.
અંતર્ગત AI-પાવર્ડ સ્માર્ટ ફીચર્સ, જેમ કે, 4K અપસ્કેલિંગ, વોઈસ એમ્પ્લિફિકેશન અને પિક્ચર ઓપ્ટિમાઈઝેશન સાથે M9એ અસલ સમયને અનુરૂપ બનીને એકધારી રીતે સાઉન્ડ અને પિક્ચર ગુણવત્તા બહેતર બનાવવાનું ચાલુ રાખ્યું છે. મોનિટર સ્માર્ટ એન્ટરટેઈનમેન્ટ હબ તરીકે પણ કામ કરે છે, જે ઈન્ટીગ્રેટેડ સ્ટ્રીમિંગ સેવાઓ અને ફાસ્ટ ક્લાઉડ ગેમિંગ ક્ષમતાઓ ઓફર કરે છે, જે તેના 165Hz રિફ્રેશ રેટ અને અલ્ટ્રા- લો રિસ્પોન્સ ટાઈમને આભારી છે.
સ્માર્ટ મોનિટર્સ M8 અને M7
રિફ્રેશ્ડ સ્માર્ટ મોનિટર M8 અને M7 મોડેલો 32 ઈંચ 4K UHD સ્ક્રીન્સ સાથે સેમસંગની લાઈનઅપને વિસ્તારે છે, જે વ્યાપક દર્શકો સુધી બહેતર અનુભવ લાવે છે. બંને મોનિટરમાં VA પેનલ છે, જે વિઝ્યુઅલ ક્વોલિટીને રિફાઈન કરે છે અને તેમાં ડેપ્થ ઉમેરે છે. તેમનાં AI-પાવર્ડ ફીચર્સમાં ક્લિક ટુ સર્ચ અન ટાઈઝેન OS હોમ, હેલ્પ યુઝર્સ એક્સપ્લોર, નેવિગેટનો સમાવેશ થાય છે અને તેમની અગ્રતાઓ માટે તૈયાર કન્ટેન્ટને આસાનીથી શોધી શકે ચે.
M7ના સર્વ ત્રણ મોડેલ (કિંમતો રૂ. 32,999થી શરૂ થાય છે) રૂ. 1500ની લોન્ચ ઓફર સાથે ઉપલબ્ધ છે અને M8 સિરીઝ (કિંમત રૂ. 47,599થી શરૂ થાય છે) રૂ. 3000ની લોન્ચ ઓફર સાથે ઉપલબ્ધ છે, જે બજેટ સતર્ક ગ્રાહકો રોચક વિકલ્પો પણ શોધી શકે તેની ખાતરી રાખશે.