ઓટોમોબાઇલ્સ

સેમસંગ દ્વારા ગેલેક્સી A07 5G રજૂ, જે ફોટોગ્રાફી અને બેટરી પાવરહાઉસ છે

સેમસંગ દ્વારા ગેલેક્સી A07 5G રજૂ, જે ફોટોગ્રાફી અને બેટરી પાવરહાઉસ છે

ગુરુગ્રામ, ભારત, 29મી જાન્યુઆરી, 2025 – ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગેલેક્સી A07 5G લોન્ચ કરાયો. A સિરીઝમાં આ ઉમેરો કિફાયતી કિંમતે ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ, સોશિયલ મિડિયા થકી વિઝ્યુઅલ વાર્તાકથન અને આખો દિવસ ચાલતી બેટરી માટે ડિવાઈસ ચાહતા ભારતના ડિજિટલ નેટિવ્ઝ માટે ઘડવામાં આવી છે. ગેલેક્સી A07 5Gમાં hi-res ડ્યુઅલ- કેમેરા સેટઅપ સાથે આઈકોનિક ટ્રેક કેમેરા ડેકોની વિશિષ્ટતા છે, જેમાં હાઈ- ક્વોલિટી ઈમેજીસ માટે 50MP ઓટોફોકસ કેમેરા અને ડેપ્થ પર્સેપ્શન માટે 2MP કેમેરાનો સમાવેશ થાય છે.

મેઈન કેમેરાનું F1.8 એપર્ચર- તેના 2MP ડેપ્થ કેમેરાની સહાયથી— સબ્જેક્ટ્સ પર ફોકસ કરીને અને પાર્શ્વભૂને બ્લર કરીને અદભુત બોકેહ ઈફેક્ટનાં પોર્ટ્રેઈટ્સ આપે છે. વાઈડ- એન્ગલ સેટઅપ વાઈબ્રન્ટ કલર્સ અને ક્રિસ્પ ડિટેઈલ માટે ફાઈન- ટ્યુન્ડ છે, જે સૂર્યાસ્ત, ગલીઓનાં દ્રશ્યો અથવા મજેદાર અવસરોને મઢી લેવા માટે આદર્શ છે. તેનો 8MP ફ્રન્ટ કેમેરા શાર્પ સેલ્ફી અને ઓછામાં ઓછા ઘોંઘાટ સાથે વિડિયો પ્રદાન કરે છે. ગ્રાહકો ફોટો મઢવાનો, એડિટિંગ અને શેરિંગનો સંપૂર્ણ આનંદ લઈ શકે તે માટે ગેલેક્સી 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઈંચ HD+ ડિસ્પ્લે સાથે આવે છે, જે વિડિયોઝ તથા વેબ બ્રાઉઝિંગ માટે સ્મૂધ ટ્રાન્ઝિશન્સ અને સ્ક્રોલિંગની ખાતરી રાખે છે. ડિસ્પ્લોનો હાઈ- બ્રાઈટનેસ મોડ (HBM) સૂર્યપ્રકાશમાં પણ સ્પષ્ટ ચિત્ર પૂરું પાડવા માટે 800 nits સુધી પગોંચે છે. વધારાના ટકાઉપણા માટે સ્ક્રીન 2 પગલાના ટેમ્પર્ડ ગ્લાસથી સુરક્ષિત છે.

ગેલેક્સી A07 5G 6000mAh બેટરી દ્વારા પાવર્ડ છે, જે તેના પુરોગામી કરતાં 20% વધુ લાર્જ છે. આ મજબૂત બેટરી -25W ફાસ્ટ ચાર્જિંગ– યુટ્યુબ પર વિડિયોઝ સ્ટ્રીમ કરવા હોય કે સોશિયલ મિડિયા પર બ્રાઉઝિંગ કરવું હોય, આખો દિવસ ઉપયોગ કરવા ટેકો આપે છે. ગેલેક્સી A07 5G પાવર મેનેજમેન્ટ મહત્તમ બનાવે છે, જે કામ અને મનોરંજન બેં માટે બેરોકટોક કામગીરીની ખાતરી રાખે છે. ગેલેક્સી A07 5Gની લોન્ચ તારીખ, કિંમતો અને ખાસ ઓફરો પર વધુ માહિતી માટે જોતા રહો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button