ક્રાઇમ

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં નવ જાનૈયાઓના મોત

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં નવ જાનૈયાઓના મોત

મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલ મોકલાયા છે : એક ઘાયલ વ્યક્તિ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે

રાજસ્થાનના ઝાલાવાડમાં જાનૈયાઓ ભરેલી કારને અકસ્માત નડયો હતો. ગમખ્વાર અકસ્માતમાં જાનૈયાઓ ભરેલી કારને ટ્રકે ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા- તફરી મચી ગઈ હતી. જયાં માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું.

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. લગ્નના મહેમાનોથી ભરેલી વાનને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે ૯ લોકોના મોત થયા છે. ઝાલાવાડ જિલ્લાના અકલેરા નજીક પંચોલા ખાતે મધ્યપ્રદેશથી પરત ફરી રહેલા લગ્નની જાનની ગાડીને અકસ્માત નડયો હતો. મૃતકોના મૃતદેહને પૉસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. એક ઘાયલ વ્યક્તિ હૉસ્પીટલમાં સારવાર હેઠળ છે. ઝાલાવાડ જિલ્લાના અકક્લેરા શહેરમાં એક છોકરાના લગ્ન હતા, આ મોટો લગ્ન પ્રસંગ હતો. જેમના લગ્નની જાન મધ્યપ્રદેશના ખિલચીપુર વિસ્તારમાં નીકળી હતી. શનિવારે મોડી રાત્રે ૧૦ મિત્રો મારુતિ વાનમાં અકલેરા પરત ફરી

રહ્યા હતા. આ સમય દરમિયાન જ્યારે તેમની વાન અકલેરાના NH-52 પર ખુરી પચોલા પહોંચી ત્યારે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી.

અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું.

ઘાયલોને વાનમાંથી બહાર કાઢીને હૉસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ ૯ લોકોને મૃત જાહેર કર્યા હતા. એક ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર

હેઠળ છે. મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી આગળની

કાર્યવાહી હાથ ધરી છે. ઝાલાવાડના એસપી રિચા તોમરના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકો બાગરી સમુદાયના હતા જેઓ તેમના સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. પરત ફરતી વખતે રવિવારે સવારે ૩ વાગ્યાની આસપાસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે વાન ધરાશાયી થઈ ગઈ હતી.

વળી, આ ઉપરાંત જયપુર- અજમેર એક્સપ્રેસ વે પર પણ મોટો અકસ્માત થયો હતો. કારે બાઈકને ટક્કર મારી હતી અને સર્વિસ લેનમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ હતી. જેના કારણે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બાઇક સવારનું પણ હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button