સેમસંગ દ્વારા 10 લાર્જ કેપેસિટી બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સ ભારતીય ગ્રાહકો માટે રજૂ કરાયાં
સેમસંગ દ્વારા 10 લાર્જ કેપેસિટી બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સ ભારતીય ગ્રાહકો માટે રજૂ કરાયાં
નવાં, મોટાં 12 કિગ્રા એઆઈ વોશિંગ મશીન્સ એઆઈ વોશ, એઆઈ એનર્જી, એઆઈ કંટ્રોલ અને એઆઈ ઈકોબબલ વિશિષ્ટતાઓ સાથે આવે છે, જે ધુલાઈ વિશે નવો વિચાર લાવીને કામ આસાન બનાવે છે.
12 કિગ્રા ક્ષમતા ભારતીય ગ્રાહકો માટે આદર્શ છે, કારણ કે તે એસાથે તેમનાં ઘણાં બધાં કપડાંની ધુલાઈ કરી શકે છે, જેને લીધે વધુ સુવિધાજનક અને ઝંઝટમુક્ત જીવનશૈલી અભિમુખ બનાવે છે.
બેન્ગલુરુ, ભારત, 27 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે 10 મોટા આકારનાં ફ્રન્ટ લોડ વોશિંગ મશીનોની નવી શ્રેણી રજૂ કરવામાં આવી છે. એઆઈ-પાવર્ડ લાઈન-અપ ભારતીય ગ્રાહકો માટે લોન્ડ્રી સંભાળમાં નવા યુગનું વચન આપે છે, જે લોન્ડ્રીને જ્ઞાનાકાર એઆઈ વિશિષ્ઠતાઓ સાથે આસાન કામ બનાવે છે.
નવાં, મોટાં વોશિંગ મશીનો 12 કિગ્રાના આદર્શ આકારમાં આવે છે, જે ભારતીય ગ્રાહકોને એક સાથે મોટો ભાર ધુલાઈ કરવાની અનુકૂળતા આપે છે, જેને લીધે બ્લેન્કેટ, પડદા અને સાડીઓ જેવી મોટી આઈટમો માટે તેને આદર્શ બનાવે છે. સેમસંગ ઈન્ડિયાની નવાં 12 કિગ્રા એઆઈ વોશિંગ મશીનોની શ્રેણી રૂ. 52,990થી શરૂ થાય છે. નવાં આધુનિક વોશિંગ મશીનો એઆઈ વોશ, એઆઈ એનર્જી મોડ, એઆઈ કંટ્રોલ અને એઆઈ ઈકોબબલ જેવી ફ્લેટ ગ્લાસ ડોર અને આધુનિક એઆઈ વિશિષ્ટતાઓ સાથે તૈયાર કરાયેલા બીસ્પોકમાં આવે છે.
“ભારતીય ગ્રાહકો ઊર્જા અન સમયની બચત સાથે ઓછામાં ઓછા પ્રયાસો સાથે કક્ષામાં ઉત્તમ ધુલાઈની કામગીરી પ્રદાન કરતાં નવા યુગનાં ડિજિટલ એપ્લાયન્સીસ ચાહતા હોય છે. અમારાં નવાં 12 કિગ્રા એઆઈ- પાવર્ડ વોશિંગ મશીનો ગ્રાહકોને એકસાથે મોટો લોન્ડ્રી ભાર ધુલાઈ કરવાની અનુકૂળતા આપે છે, જેને લીધે તેમને ઓછી જહેમત લેવી પડે છે અને તેમની ઊર્જા અને સમય બચે છે. ફ્રન્ટ- લોડ બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સની નવી શ્રેણી સુવિધાજનક અને અસરકારક ધુલાઈ સાથે પોતાને અલગ તારવે છે. પ્રીમિયમ બીસ્પોક એઆઈ વોશિંગ મશીન શ્રેણી સાથે અમારું લક્ષ્ય પરફોર્મન્સ, સુવિધા અને સ્ટાઈલની કદર કરતા ગ્રાહકોની માગણીને પહોંચી વળે છે અને ઉચ્ચ ક્ષમતાના વોશિંગ મશીન સેગમેન્ટમાં આગેવાની લે છે,” એમ સેમસંગ ઈન્ડિયા ડિજિટલ એપ્લાયન્સીસના સિનિયર ડાયરેક્ટર સૌરભ બૈસાખિયાએ જણાવ્યું હતું.
પર્સનલાઈઝ્ડ લોન્ડ્રી અનુભવોમાં મોટી છલાંગ લવાગતાં સેમસંગનાં બીસ્પોક એઆઈ વોશિંગ મશીનો સ્માર્ટથિંગ્સ એપના એકીકરણ સાથે મહત્તમ વોશ વિકલ્પો પ્રદાન કરવા 2.8 મિલિયન બિગ ડેટા પોઈન્ટ્સનો લાભ લે છે. તે દરેક વોશ સાઈકલમાં મહત્તમ પ્રમાણમાં ઊર્જાની બચત કરવામાં મદદ પણ કરે છે. એઆઈ એનર્જી મોડને કારણે ગ્રાહકો માટે વીજ બિલો ઓછાં થઈને 70 ટકા સુધી ઊર્જા બચત પૂરી પાડે છે.
એઆઈ- આધારિત ટેકનોલોજીઓ સાથે યુઝર અનુભવને નવી ઊંચાઈએ લઈ જાય છે
લોન્ડ્રીને ટ્રીટ કરવા માટે ઓછામાં ઓછામાં ઓછા પ્રયાસ સાથે બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સમાં એઆઈ- પાવર્ડ વિશિષ્ટતાઓની સંપૂર્ણ શ્રેણી એકંદર અનુભવને વધુ સ્માર્ટ, વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ બનાવીને ઉપભોક્તાઓની જીવનશૈલીને નવી ઊંચાઈએ લઈ જાય છે. આથીં નવાં એઆઈ વોશિંગ મશીનો ધુલાઈની પાર વિચારીને કામ અત્યંત આસાન બનાવે છે.
એઆઈ વોશ કપડાનું વજન અને મુલાયમપણું શોધી કાઢવા માટે આધુનિક સેન્સિંગનો ઉપયોગ કરે છે. સોઈલ લેવલ ટ્રેકિંગ સક્રિય રીતે સાફ છતાં નમ્ર ધુલાઈ માટે પાણીની ટર્બિડિલિટીને આધારે સોઈલિંગની વર્તમન સપાટીની દેખરેખ રાખે છે, પાણી અને ડિટરજન્ટનો ઉપયોગ મહત્તમ બનાવે છે. ધ ઓટો ડિસ્પેન્સ વિશિષ્ટતાઓ આપોઆપ અનુકૂળ માત્રામાં ડિટરજન્ટ અને ફેબ્રિક સોફ્ટનરને છોડીને અંદાજ લગાવવાની ઝંઝટ દૂર રાખે છે. સ્માર્ટથિંગ્સ એપ થકી ઉપલબ્ધ એઆઈ એનર્જી મોડ સાથે તમે તમારાં એપ્લાયન્સીસનો ઊર્જાનો ઉપયોગ મેનેજ કરી શકો છ અને આ પ્રક્રિયામાં નાણાંની બચત કરી શકો છો. ઉપભોક્તાઓ માસિક ઊર્જા બિલોનો અંદાજ લગાવતી વિશિષ્ટતા સાથે તેમના દૈનિક, સાપ્તાહિક અને માસિક વીજ ઉપભોગની દેખરેખ રાખી શકે છે. જો બિલ પ્રીસેટ લક્ષ્યની પાર જાય તો એપ એનર્જી સેવિંગ મોડ પર ફેરવાઈ શકે છે. એઆઈ કંટ્રોલ વિશિષ્ટતા ઉપભોક્તાઓને સૌથી અનુકૂળ ચક્રોનું સૂચન કરવા માટે હેબિટ લર્નિંગ સાથે ગ્રાહકોની આદતોને અપનાવે છે.
ઉપરાંત સ્માર્ટથિંગ્સ ક્લોધિંગ કેર સાથે ઉપભોક્તાઓ સૂચિત ચક્રોનો ઉપયોગ કરીને કસ્ટમ સાઈકલ્સ બાવી શકે અને તેમને બચાવી શકે છે. સ્માર્ટથિંગ્સ ગોઈંગ આઉટ મોડ ઉપભોક્તાઓને લોન્ડ્રીના શિડ્યુલ વિશે ચિંતા કર્યા વિના રિમોટથી પણ તેમની લોન્ડ્રીનું વ્યવસ્થાપન કરવાની અનુકૂળતા આપે છે. ઉપરાંત ઉપભોક્તાઓએ સેટ કરેલું જિયોફેન્સની થ્રેસહોલ્ડ પાર કરે ત્યારે તે તેમના ગેલેક્સી સ્માર્ટફોન પર પુશ નોટિફિકેશન થકી ચાતુર્યપૂર્ણ રીતે વોશિંગ રિશિડ્યુલ કરવા પ્રેરિત કરે છે. વૈકલ્પિક રીતે, ધારો કે જો કોઈને સાઈકલ પૂરી થયા પછી લોન્ડ્રી બહાર નહીં કાઢે તો તે તેમને લોન્ડ્રી એલાર્ન યાદગીરી આપે છે. તેઓ તેમના ક્લોધિંગમાંથી નીકળતી ગંધ નિવારીને તે પછી રિન્સ + સ્પિન ચક્ર શરૂ કરી શકે છે. સ્માર્ટથિંગ્સ હોમ કેર* મશીનના કાર્ય પર દેખરેખ રાખીને ગ્રાહકોને ગેલેક્સી ડિવાઈસીસ પર મેઈન્ટેનન્સ પૂર્વસક્રિય અને ટ્રબલશૂટિંગ ટિપ્સ આપે છે.
સુપરસ્પીડ વિકલ્પ ધુલાઈનો સમય વોશ પરફોર્મન્સ સાથે બાંધછોડ કર્યા વિના 39 મિનિટ સુધી ધુલાઈનો સમય ઓછો કરે છે. ઉપરાંત ક્યુ- બબલ અને સ્પીડ સ્પ્રે જેવી નાવીન્યપૂર્ણ વિશિષ્ટતાઓ શક્તિશાળી ક્લીનિંગ અને કાર્યક્ષમ રિન્સિંગની ખાતરી રાખે છે. ટેમ્પર્ડ ગ્લાસ ડોર સાથે મનોહરતાનું મિલન ટકાઉપણા સાથે થાય છે, જ્યારે લેસ માઈક્રોફાઈબર સાઈકલ 54 ટકા સુધી માઈક્રોપ્લાસ્ટિક રિલીઝ ઓછું કરીને સક્ષમતાને ટેકો આપે છે. ઉપરાંત હાઈજીન સ્ટીમ ડીપ ક્લીનની ખાતરી રાખીને 99.9 ટકા જીવાણુ દૂર કરે છે અને સ્વસ્થ વોશ માટે એલર્જન્સ અસક્રિય કરે છે. ડિજિટલ ઈન્વર્ટર ટેકનોલોજી દ્વારા પાવર્ડ આ વોશિંગ મશીનો 20 વર્ષની વોરન્ટીના આધાર સાથે ઊર્જા કાર્યક્ષમતા, ઓછો અવાજ અને દીર્ઘ ટકાઉ કામગીરીની બાંયધરી આપે છે. (મોટર પર).
ડિઝાઈન અને ઉપલબ્ધતા
બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સ સ્લીક છે અને તેમનો પ્રીમિયમ દેખાવ કોઈ પણ આધુનિક ઈન્ટીરિયર સાથે સહજ રીતે સંમિશ્રિત થઈ શકે છે. વોશિંગ મશીનો સેમસંગના વિધિસર ઓનલાઈન સ્ટોર Samsung.com, સેમસંગ શોપ એપ, રિટેઈલ સ્ટોર્સ અને અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર આજથી શરૂ કરતાં ઉપલબ્ધ છે.
કિંમત અને કિફાયતીપણું
બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સની કિંમત રૂ. 52,990થી રૂ. 74,990 છે. સેમસંગ ફાઈનાન્સ+ની મદદથી ગ્રાહકો સરળ ઈએમઆઈ સાથે નવાં વોશિંગ મશીનો ખરીદી શકે છે. સેમસંગ ફાઈનાન્સ+ ડિજિટલ, પેપરલેસ ફાઈનાન્સિંગ મંચ છે, જે લોન મિનિટોમાં મંજૂર થાય છે.
ક્ષમતા
એમઆરપી
રંગ
12KG
52990
આઈનોક્સ
12KG
53990
નેવી
12KG
56990
બ્લેક
12KG
59990
નેવી
12KG
60990
બ્લેક
12KG
60990
નેવી
12KG
65990
આઈનોક્સ
12KG
69990
બ્લેક
12KG
73990
નેવી
12KG
74990
આઈનોક્સ
*સ્માર્ટથિંગ્સ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસીસ પર ઉપલબ્ધ છે. અલગ વાયફાય કનેક્ટિવિટી અને સેમસંગ અકાઉન્ટની આવશ્યકતા પડી શકે છે. કોમ્પેટિબલ ડિવાઈસીસ સાથે કનેક્ટિવિટી આધાર રાખે છે.