ગુજરાત

સાપુતારામાં 5-દિવસીય સઘન સ્વચ્છતા મહાઝુંબેશ શરૂ; જાહેર સ્થાને કચરો ફેંકનારને ₹500 દંડ

સાપુતારામાં 5-દિવસીય સઘન સ્વચ્છતા મહાઝુંબેશ શરૂ; જાહેર સ્થાને કચરો ફેંકનારને ₹500 દંડ

જિલ્લાના તમામ સ્થાનિકો તેમજ પ્રવાસીઓને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગીદારી કરવા અપીલ

સ્વચ્છતા અભિયાનના મહાઝુંબેશના ભાગરૂપે ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારા ખાતે સતત ૫-દિવસ સુધી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

આ અભિયાન અંતર્ગત રોજિંદા સાફસૂથરા કરવામાં આવતા રોડ, રસ્તા, પાર્કિંગ એરિયા અને દર્શનીય સ્થળોની વધુ સઘન સફાઈ કરવામાં આવશે. આ સાથે જ સાપુતારાના નિર્જન વિસ્તારો સહિત નોટીફાઇડ એરિયા વિસ્તારના સમગ્ર વિસ્તારને સઘન સફાઈમાં આવરી લેવામાં આવનાર છે. ડાંગ જિલ્લાના કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના આદેશ અનુસાર, ચીફ ઓફિસર નોટીફાઇડ એરિયા સાપુતારાના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર પી. વી. પરમાર દ્વારા સફાઈ કામદારો સાથે રહીને આગામી પાંચ દિવસ સુધી સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સાપુતારાની છબીને એકદમ સ્વચ્છ અને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો છે. આ અભિયાનથી સાપુતારાને વધુ સુંદર અને પર્યાવરણમિત્ર પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે. તમામ સ્થાનિકો અને પ્રવાસીઓને આ અભિયાનમાં સક્રિય ભાગીદારી કરવા વહીવટીતંત્ર નોટીફાઇડ એરિયા સાપુતારા દ્વારા જાહેર અપિલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડાંગ-આહવા દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ડાંગ જિલ્લામાં હવે કોઇ જાહેર જગ્યામાં કચરો ફેકતા કે સળગાવતા પકડાશે તો સાપુતારામાં જાહેર રોડ રસ્તા ઉપર કચરો ફેંકનાર કે કોઇપણ પ્રકારનો કચરો સળગાવનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ શિક્ષાનેપાત્ર ઠરશે અને સ્થળ પર જ રૂા.૫૦૦/-નો દંડ વસૂલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button