સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z ફ્લિપ 7 અને Z ફ્લિપ FE પર આકર્ષક ઓફરો જાહેર

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી Z ફ્લિપ 7 અને Z ફ્લિપ FE પર આકર્ષક ઓફરો જાહેર
ગુરુગ્રામ, ભારત, 8 ઓગસ્ટ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તાજેતરમાં લોન્ચ કરાયેલા ગેલેક્સી Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેર કરવામાં આવી છે. નવી ઓફરો સાથે બેન્ક કેશ બેન્ક અથવા રૂ. 12,000 સુધી બોનસ અપગ્રેડ સાથે ગેલેક્સી Z હવે ફક્ત રૂ. 97,999માં મળશે. આ જ રીતે ગેલેક્સી Z ફ્લિપ FE ફક્ત રૂ. 85,999માં મળશે, જેમાં બેન્ક કેશ બેક અથવા રૂ. 10,000 સુધી બોનસ અપગ્રેડનો સમાવેશ થાય છે.
ઉપરાંત ગેલેક્સી Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE ખરીદી કરવા માગતા ગ્રાહકો માટે આ સોદો મીઠો બનાવવા બેન્ક કેશ બેક અને બોનસ અપગ્રેડ ઓફર 24 મહિનાના નો- કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ સાથે જોડી શકાય છે.
સેમસંગના સેવંથ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સે ભારતમાં અભૂતપૂર્વ માગણી જોઈ છે, જેમાં કંપનીને જુલાઈ 2025માં તેમના લોન્ચથી પ્રથમ 48 કલાકમાં ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE માટે 2.1 લાખથી વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત થયા હતા.
ગેલેક્સી Z ફ્લિપ 7 મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે કોમ્પેક્ટ AI ફોન છે, જે નવા ફ્લેક્સવિંડો દ્વારા પાવર્ડ છે. ખિસ્સામાં આસાનીથી શકાય તેટલા નાના છતાં હાથવગી સહાયો પ્રદાન કરવા માટે પૂરતા શક્તિશાળી તે નવા એજ-ટુ-એજ ફ્લેકવિંડો, ફ્લેગશિપ લેવલ કેમેરા અને અલ્ટ્રા કોમ્પેક્ટ તથા આઈકોનિક ડિઝાઈન સાથે ગેલેક્સી AI સાથે સુમેળ સાધે છે. જ્ઞાનાકાર વોઈસ AIથી બેસ્ટ સેલ્ફી ક્ષમતાઓ સુધી ગેલેક્સી Z ફ્લિપ 7 ઈન્ટેલિજન્ટ પોકેટ- સાઈઝ્ડ સાથી છે, જે સહજ ઈન્ટરએકશન અને રોજબરોજની વિશ્વસનીયતા માટે નિર્માણ કરાયા છે. ફક્ત 188 ગ્રામ અને ફોલ્ડ કરવા પર ફક્ત 13.7 મીમી સાથે ગેલેક્સી Z ફ્લિપ 7 આજ સુધીના સૌથી સ્લિમ ગેલેક્સી Z ફ્લિપ છે.
ગેલેક્સી Z ફ્લિપ 7 અદભુત ફ્લેક્સવિંડો ડિસ્પ્લે સાથે આવે છે, જે એસેન્શિટલ્સ ફ્રન્ટ એ સેન્ટર લાવે છે અને ઝડપી મેસેજ ટાઈપ કરવાનું આસાન બનાવે છે. 4.1 ઈંચ સુપર AMOLED ફ્લેક્સવિંડો એજ-ટુ-એજ યુઝેબિલિટી સાથે ગેલેક્સી Z ફ્લિપ 7 પર આજ સીધું સૌથી વિશાળ છે, જે યુઝર્સને કવર સ્ક્રીન પર જોવાનું અને વધુ કરવાનું આસાન બનાવે છે. 2600 nits પીક બ્રાઈટનેસ સાથે ફ્લેક્સવિંડોને વિઝન બૂસ્ટરસાથે અપગ્રેડ મળ્યું છે, જે આઉટડોર વિઝિબિલિટી બહેતર બનાવે છે, જેથી યુઝર્સ જ્યાં પણ હોય ત્યાં કનેક્ટેડ રહી શકે છે. મુખ્ય ડિસ્પ્લે 6.9 ઈંચ ડાયનેમિક AMOLED 2X છે, જે અલ્ટ્રા- સ્મૂધ, રોમાંચક અનુભવ માટે નિર્માણ કરાયું છે.
ગેલેક્સી Z ફ્લિપ 7નું કવર અને બેક કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® 2 દ્વારા સુરક્ષિત છે. આર્મર ફ્લેક્સહિંજ અગાઉની જનરેશન પર હિંજ કરતાં પાતળું છે અને તેમાં વધુ સ્મૂધ ફોલ્ડ્સ અને દીર્ઘ ટકાઉપણા માટે રિસ્ટ્રક્ચર્ડ ડિઝાઈન અને ઉચ્ચ શક્તિના મટીરિયલ્સ છે. મજબૂત એલ્યુમિનિયમ ફ્રેમ સ્થિતિસ્થાપકતા માટે મજબૂત એક્સટીરિયર પૂરું પાડે છે. 4300mAh બેટરી ગેલેક્સી Z ફ્લિપ પર આજ સુધીની સૌથી વિશાળ છે, જે એક ચાર્જ પર 31 કલાક સુધી વિડિયો પ્લે ટાઈમ પ્રદાન કરે છે.
ગેલેક્સી Z ફ્લિપ 7 FEમાં રોમાંચક વ્યુઈંગ અનુભવ માટે 6.7 ઈંચ મેઈન ડિસ્પ્લે છે. 50MP ફલેક્સકેમ ફ્લેક્સ મોડમાં ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફી અને વિડિયો એનેબલ કરે છે, જેથી યુઝર્સ ડિવાઈસ ખોલ્યા વિના હેન્ડ્સ- ફ્રી કન્ટેન્ટ મઢી શકે છે.
ગેલેક્સી Z ફ્લિપ 7 ત્રણ નવા રંગમાં મળશે, જેમાં બ્લુ શેડો, જેટ બ્લેક અને કોરલ રેડનો સમાવેશ થાય છે. ગેલેક્સી Z ફ્લિપ 7 FE બ્લેક એન્ડ વ્હાઈટ કલર્સમાં આવે છે.
પ્રોડક્ટ
કિંમત
મર્યાદિત સમયગાળાની ઓફર સાથે અસરકારક કિંમત
નો કોસ્ટ ઈએમઆઈ
ગેલેક્સી Z ફ્લિપ 7
INR 109999
INR 97999
[INR 12000 અપગ્રેડ બોનસ [અથવા] INR 12000 બેન્ક કેશબેસ સમાવિષ્ટ24 મહિના સુધી
ગેલેક્સી Z ફઅલિપ 7 FE
INR 95999
INR 85999
[INR 10000 અપગ્રેડ બોનસ [અથવા] INR 10000 બેન્ક કેશબેક સમાવિષ્ટ
24 મહિના સુધી