સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું

સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું
એડવાન્સ એઆઈ/ એમએલ, ઓટોમેશન, રોબોટિક્સ અને સાઈબરસિક્યુરિટી લર્નિંગ માટે પાંચ અત્યાધુનિક લેબ્સને ટેકો આપે છે
ગુરુગ્રામ, ભારત, 8 જુલાઈ, 2025 – સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ (એસએસઆઈઆર) દ્વારા આજે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (કેજીએફ), કર્ણાટકમાં ગવર્નમેન્ટ પોલીટેક્નિક ખાતે તેના પ્રથમ ‘‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલના ભાગરૂપે એસએસઆઈઆરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ/ મશીન લર્નિંગ (એઆઈ/ એમએલ), સાઈબરસિક્યુરિટી, ઓટોમેશન, રોબોટિક્સ અને કોર એન્જિનિયરિંગ શિસ્તોમાં હાથોહાથના પ્રશિક્ષણને કેળવવાના લક્ષ્ય સાથે પાંચ અત્યાધુનિક લેબોરેટરીઓના વિકાસમાં ટેકો આપ્યો છે.
આ પહેલ સર્વ પાર્શ્વભૂના વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગ અને ઈનોવેશન માટે લગનીને પોષવા સાથે પરિવર્તન અને ભાવિ ઈનોવેશનના સૂત્રધાર બનવા સાથે દેશના અંતરિયાળ ભાગોમાં યુવાનોને સશક્ત બનાવવા માટે સેમસંગની કટિબદ્ધતા સાથે સુમેળ સાધે છે. આ જોડાણ થકી સેમસંગ શિક્ષણની ગુણવત્તા સુધારીને અને વૈજ્ઞાનિક ઉત્સુકતા અને ઈનોવેશનની રાષ્ટ્રવ્યાપી સંસ્કૃતિ વધારીને યુવા મનને સશક્ત બનાવવા માટે સમર્પિત છે.
પાંચ નવી શરૂ કરાયેલી લેબ આધુનિક સાધનોથી સુસજ્જ સુવિધાઓ ધરાવે છે. તે વિદ્યાર્થીઓને ઈનોવેશનની ઈકોસિસ્ટમ માટે અભિમુખ બનાવવા સાથે તેમના શીખવાના અભ્યાસક્રમના ભાગરૂપે ઉદ્યોગ સક્ષમ કુશળતાઓ વિકસાવવામાં તેમને મદદ કરે છે. બહુશિસ્ત અભિગમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ આપવામાં આવે છે.
એસએસઆઈઆરના ઈવીપી અને એમડી બાલાજી સોવરીરાજને જણાવ્યું કે, ‘‘આ પહેલ ગ્રામીણ કર્ણાટકમાં વિદ્યાર્થીઓ માટે હાથોહાથનો અનુભવ અભિમુખ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. અમે કૌશલ્ય વિકાસના ભારત સરકારના ધ્યેયને સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને ડિજિટલ વિભાજન વચ્ચેનું અંતર દૂર કરવા માટે કટિબદ્ધ છીએ. વિદ્યાર્થીઓને એઆઈ, આઈઓટી અને અન્ય ઊભરતી ટેકનોલોજીઓમાં જ્ઞાન સાથે સશક્ત બનાવીને અમે અસીમિત તકો નિર્માણ કરવાનું અને ભારતને વૈશ્વિક ડિજિટલ અર્થવ્યવસ્થામાં સંરક્ષિત સ્થળ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.’’
આ ઉદઘાટનના અવસરે કર્ણાટક રાજ્ય હસ્તકળા વિકાસ મહામંડળના અધ્યક્ષા ડો. રૂપકલા એમ શશીધર, કોલેજિયેટ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશનર મંજુશ્રી એન, ગવર્નમેન્ટ પોલીટેક્નિક કેજીએફના પ્રિન્સિપાલ ગીતાંજલી એસ સાથે 500થી વધુ વિદ્યાર્થી, ફેકલ્ટી અને સેમસંગ તથા કર્ણાટક સરકારના અધિકારી હાજર હતા.
આ પહેલ સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી) હેઠળ અગાઉ એસએસઆઈઆરના જોડાણ પર નિર્માણ કરાઈ છે, જે થકી કંપનીએ કર્ણાટક સરકાર સાથે 37 પોલીટેક્નિક કોલેજમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એઆઈ અને આઈઓટી તાલીમ આપવા માટે ભાગીદારી કરી છે. એસઆઈસી પહેલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકો, હાથોહાથના કિટ્સ અને અભ્યાસક્રમ આધારિત તાલીમ મોડ્યુલ્સનો સમાવેશ થાય છે, જે રાજ્યમાં પાયાકીય ટેક ક્ષમતાઓ મજબૂત બનાવવા માટે તૈયાર કરાયા છે.