સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 દ્વારા રાષ્ટ્ર્રીય મંચ પર ગ્રામીણ અને ટિયર 2/3ના વિચારો લાવવા માટે ગ્રાન્ડ ફિનાલે માટે 20 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 દ્વારા રાષ્ટ્ર્રીય મંચ પર ગ્રામીણ અને ટિયર 2/3ના વિચારો લાવવા માટે ગ્રાન્ડ ફિનાલે માટે 20 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર
ભારતના યુવા વિદ્યાર્થીઓનું ફાઈનલિસ્ટ પૂલમાં વર્ચસ, જેઓ વિવિધ પાર્શ્વભૂનાં 12 રાજ્યો આલેખિત કરે છે.
ફાઈનલિસ્ટોને સેમસંગ આરએન્ડડી નિષ્ણાતો, આઈઆઈટી- દિલ્હીના પ્રોફેસરો અને સ્ટાર્ટઅપના સંસ્થાપકો પાસેથી એડવાન્સ્ડ મેન્ટરશિપ પ્રાપ્ત થઈ.
ટોપ 20 ટીમોને એકત્રિત રૂ. 20 લાખ પુરસ્કૃત કરાશે, જ્યારે દરેક ટીમ સભ્યને નવીનતમ સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન્સ પણ મળશે.
ગુરુગ્રામ : ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની ભારતવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025ની 4થી એડિશનની ટોપ 20 ફાઈનલિસ્ટોની ટીમો જાહેર કરવામાં આવી હતી.
ફાઈનલિસ્ટોમાં 12 રાજ્યના ગ્રામીણ ભારત, ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં હોશિયાર યુવા મન સુધીનો સમાવેશ થાય છે, જે તેમના સમુદાયોમાં વ્યાપક શ્રેણીના મુદ્દાઓના ઉકેલ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા યુવા પરિવર્તનકારીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમનો ધ્યેય પ્રદર્શિત કરે છે. આ વર્ષે 14 વર્ષનો કિશોર ફાઈનલિસ્ટ તરીકે પાત્ર બન્યો છે, સર્વ છોકરીઓની ટીમ ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશી છે અને ઈશાનની બ ટીમ ટોપ 20માં સ્થાન પામી છે.
તેઓ ઈનોવેશન્સ પર કામ કરી રહ્યા છે, જેમાં AI-પાવર્ડ સમાધાન વિઝ્યુઅલ ઈમ્પેરમેન્ટથી ચેક સ્વતંત્ર રીતે રમવા સુધી, પ્રદૂષણનો ડેટા નિર્માણ કરવા ઈમેજિંગ સેન્સર્સ માઉન્ટેડ ડ્રોન્સ અને વોક્સેલ મેપ્સ નિર્માણ કરવા સુધી લોકોને અભિમુક બનાવે છે. ઉપરાંત આઈડિયાઝમાં આંતરરાષ્ટ્રીય સીમાઓ પર ઘૂસણખોરી અને સલામતીના ઉલ્લંઘન માટે સતર્ક કરવા ડ્રોન- અભિમુખ AI મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.
પસંદ કરાયેલી ટીમોએ ચાર મુખ્ય થીમોમાં આઈડિયા પ્રસ્તુત કર્યા છેઃ સુરક્ષિત, વધુ સ્માર્ટ અને સમાવેશ ભારત માટે AI, ભારતમાં સ્વાસ્થ્ય, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય, ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતા, શિક્ષણ અને બહેતર ભવિષ્ય માટે સ્પોર્ટ અને ટેક થકી સામાજિક બદલાવનો તેમાં સમાવેશ થાય છે.
“સેમસંગ સોલ્વ ફોર ટુમોરો દર વર્ષે વધુ ભવ્ય, નક્કર અને વધુ ક્રિયાત્મક બની રહ્યું છે, જે ગ્રામીણ અને અંતરિયાળ ભારતમાં ઊંડાણથી પહોંચ્યું છે અને વધુ સ્માર્ટ ભારત માટે ઈનોવેશનની વ્યાપ્તિ વધારવાના સેમસંગના ધ્યેયને ચાલુ રાખ્યો છે. ટોપ 20 ફાઈનલિસ્ટો ટેકનોલોજી સહાનુભૂતિ અને પરિપ્રેક્ષ્ય સાથે લાગુ કરવામાં આવે તો આરોગ્ય સંભાળ, સક્ષમતા હોય કે સમાવેશક સ્પોર્ટસ હોય, જીવનમાં પરિવર્તન કઈ રીતે લાવી શકે તે આલેખિત કરે છે. અમે રૂબરૂ જોયું છે કે વિદ્યાર્થીઓ વરિષ્ઠ અને દિવ્યાંગ નાગરિકોન ટેકો આપવા માટે IoT અને અન્ય ઊભરતી ટેકનોલોજીઓનો લાભ લેવા સાથે અમુક સૌથી મોટા હેલ્થકેર પડકારોને પહોંચી વળવા માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે, જે આ વર્ષની સ્પર્ધાને ખરા અર્થમાં સમાવેશક બનાવે છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસપી ચુને જણાવ્યું હતું.
2025ની એડિશને ભારતના દરેક ખૂણામાંથી અરજીઓ આકર્ષિત કરી હતી, જેમાં કાચર (આસામ), બાનાગનાપલ્લી (આંધ્ર પ્રદેશ), બાઘપત (ઉત્તર પ્રદેશ), મહબુબનગર (તેલંગાણા) અને સુંદરગઢ (ઓડિશા) જેવાં સ્થળોમાંથી મજબૂત પ્રાદેશિક પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું.
ટોપ 20 ટીમો સેમી-ફાઈનલ તબક્કામાંથી ઊભરી આવી હતી, જેની તાજેતરની પૂર્ણાહુતિમાં 40 ટીમોએ આઈઆઈટી દિલ્હીની અત્યાધુનિક લેબ્સ ખાતે પ્રયોગાત્મક, હાથોહાથના પ્રોટોટાઈપિંગ પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ તબક્કો સેમસંગ સોલ્વ ફોર ટુમોરો એલુમની સાથે સહયોગમાં હાથ ધરાયો હતો, જેમાં રેસિડેન્શિયલ ઈનોવેશન બૂટકેમ્પનો સમાવેશ થાય છે. આ પછી નેશનલ પિચ ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જ્યાં સેમસંગના નિર્ણાયકોમાં સેમસંગ આરએન્ડડી અને સાઉથવેસ્ટ એશિયાના નિષ્ણાતોએ ટોચ 20 ફાઈનલિસ્ટ ટીમો (દરેક થીમમાંથી પાંચ ફાઈનલિસ્ટ ટીમ)ની પસંદગી કરી હતી.
હવે તેઓ આગામી સ્તરે આગળ નીકળી રહ્યા છે ત્યારે ટોપ 20 ટીમોને સેમસંગના નિષ્ણાતો, એફઆઈટીટી અને આઈઆઈટી દિલ્હીના પ્રોફેસરો પાસેથી વન-ઓન-વન ઓનલાઈન મેન્ટરિંગ પ્રાપ્ત થશે.
ફાઈનલિસ્ટ કોણ છે?
થીમ AI ફોર અ સેફર, સ્માર્ટર એન્ડ ઈન્ક્લુઝિવ ભારત હેઠળ ટીમો ચક્રવ્યૂહ, એરર 404, પેશનેટ પ્રોબ્લેમ સોલ્વર, પર્સિવિયા અને સિકારિયો સુરક્ષા અને પહોંચક્ષમતાની નવી કલ્પના કરી રહ્યા છે. તેમના સમાધાનમાં AI-IoT સર્વેલન્સ નેટવર્કસ અને મહિલાઓ માટે અસલ સમયમાં સેફ્ટી એપ્સથી લઈને વેરેબલ નેવિગેશન એપ્સ અને ફેસ- રેકગ્નિશન ડિવાઈસીસનો સમાવેશ થાય છે, જે દ્રષ્ટિવિકાર ધરાવનારને સશક્ત બનાવવા માટે તૈયાર કરાયા છે.
શ્રેણીમાં ફ્યુચર ઓફ હેલ્થ, હાઈજીન એન્ડ વેલ-બીઈંગ ઈન ઈન્ડિયામાં આઈડિયાઝ બોલ્ડ અને માનવલક્ષી હતા. ટીમોમાં અલ્કેમિસ્ટ, બીઆરએચએમ, હિયર બ્રાઈટ, પેરાસ્પીક અને પિંક બ્રિગેડિયર્સે વહેલી સિલિકોન નિદાન, કિફાયતી મલ્ટી આર્ટિક્યુલેટેડ બાયોનિક હેન્ડ્સ, AI- પાવર્ડ સ્પીચ રેકગ્નિશન ટૂલ્સ અને પ્રેડિક્ટિવ બ્રેસ્ટ હેલ્થ એપ્લિકેશન્સ જેવી અવ્વલ પ્રોડક્ટો રજૂ કરી છે, જે મહિલાઓનાં ઘરોમાં વહેલું નિદાન અને જાગૃતિ લાવે છે.
એન્વાયર્નમેન્ટ સસ્ટેનેબિલિટી વાયા ટેકનોલોજીની થીમ પ્રભાવના કેન્વાસને વધુ વિસ્તારે છે. ટીમોમાં પૃથ્વી રક્ષક, ડ્રોપ ઓફ હોપ, રિન્યુએબલ ડિસેલિનેશન, સ્માલબ્લુ અને વોક્સમેપ્સ એવા સમાધાન આપી રહ્યા છે, જેમાં સોલાર- પાવર્ડ વોટર એક્સ્ટ્રેકશન, ઓટોમેટેડ વર્મિકમ્પોસ્ટિંગ, મોડ્યુલર ડિસેલિનેશન, AI- પ્રેરિત કાર્બન અને પોલ્યુશન મેપિંગનો સમાવેશ થાય છે.
સોશિયલ ચેન્જ થ્રુપ સ્પોર્ટ એન્ડ ટેકઃ ફોર એજ્યુકેશન એન્ડ બેટર ફ્યુચર્સની થીમમાં અસલ સમયમાં ઈવેન્ટ તરીકે પરિવર્તન જોનારા ફાઈનલિસ્ટોનો સમાવેશ થાય છે, જેમાં નેક્સ્ટ પ્લે AI, શતરંજ સ્વયા ક્રુ, સ્પોર્ટસ4ઓટીઝમ, સ્ટેટસકોડ200, યુનિટી ઓટિસ્ટિક બાળકો માટે ગેમિફાઈડ થેરપી ટૂલ્સ જેવા સમાધાન વિકસાવી રહ્યા છે, જે મંચમાં દ્રષ્ટિવિકાર ધરાવનારા માટે છૂપી સ્પોર્ટિંગ પ્રતિભાની ખોજ કરવા અને વોઈસ- એનેબલ્ડ ચેસ એપ્સનો સમાવેશ થાય છે.
ટોપ 20 ફાઈનલિસ્ટ ટીમો (થીમ દીઠ પાંચ)ને એકત્રિત રૂ. 20 લાખ (ટીમ દીઠ રૂ. 1 લાખ) અને દરેક સહભાગીને (કુલ 37) નવીનતમ સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન ભેટ અપાશે.
આગળ શું છે?
આ પ્રવાસ હવે 28 અને 29 ઓક્ટોબર, 2025ના રોજ નવી દિલ્હીમાં ગ્રાન્ડ ફિનાલેમાં પરિણમશે. બે એકશન સભર દિવસો પૂર્વે 20 ટીમોને એફઆઈટીટી આઈઆઈટી દિલ્હી ખાતે પ્રોટોટાઈપિંગ માટે સમર્પિત દિવસ મળશે. આ પછી દિવસ 2ના રોજ ગ્રાન્ડ ફિનાલે પિચ પ્રસ્તુતિકરણ, દિવસ 3ના સર્વ 20 ટીમો માટે ઈન્વેસ્ટર મીટમાં સહભાગીઓને તેમના વેપાર સાહસિક પ્રવાસની નજીક આવવા મળશે અને આખરે આ એડિશનની 29 ઓક્ટોબરે વિજેતાની ઘોષણા અને એવોર્ડસ સમારંભ સાથે પૂર્ણાહુતિ થશે.
ગ્રાન્ડ ફિનાલેમાં ચાર વિજેતા ટીમ (દરેક થીમમાંથી એક)ને આઈઆઈટી દિલ્હી ખાતે ઈન્ક્યુબેશન માટે સેમસંગ પાસેથી રૂ. 1 કરોડની એકત્રિત ગ્રાન્ટ પ્રાપ્ત થશે, જે તેમને તેમના આઈડિયા બજાર સુસજ્જ સમાધાનમાં પોષવા માટે અભિમુખ બનાવશે.