સેમસંગ સોલ્વ ફોર ટુમોરોઃ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપે છે

સેમસંગ સોલ્વ ફોર ટુમોરોઃ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપે છે
સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 તેમના પ્રોજેક્ટોના ઈન્ક્યુબેશનને ટેકો આપવા માટે ટોચની ચાર વિજેતા ટીમોને રૂ. 1 કરોડ પૂરા પાડશે.
વિજેતા ટીમો સેમસંગ લીડર્સ અને આઈઆઈટી દિલ્હી ફેકલ્ટી તરફથી એક્સપર્ટ મેન્ટરશિપ મળશે.
14-22 વયજૂથના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2025 રહેશે.
ગુરુગ્રામ, ભારત, — જૂન, 2025: પુણેના ગતિશીલ ક્લાસરૂમથી કોલ્હાપુરની કલ્પનાત્મક જગ્યાઓ અને વડોદરાના જ્ઞાનાકાર મન સુધી સેમસંગ સોલ્વ ફોર ટુમોરોના રોડશોએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ક્રિયાત્મકતા અને હેતુમાં ઉછાળો નોંધાવ્યો છે.
29 એપ્રિલ, 2025મા રજૂ કરવામાં આવેલી સેમસંગ સોલ્વ ફોર ટુમોરો ભારતવ્યાપી સ્પર્ધા છે, જે વિદ્યાર્થીઓને ટેકનોલોજી થકી અસલ દુનિયાના પડકારોને ઝીલવા માટે ટૂલ્સ, મેન્ટરશિપ અને સંસાધનોથી સશક્ત બનાવે છે. સેમસંગ લીડર્સ, આઈટીઆઈ દિલ્હી ફેકલ્ટીના માર્ગદર્શન અને પ્રોટોટાઈપિંગના ટેકા સાથે પ્રોગ્રામ ટોચની ચાર ટીમોને રૂ. 1 કરોડ આપે છે. જોકે તેની અસલી ખૂબી યુવા મનને મહત્ત્વાકાંક્ષીની રીતે સપનાં જોવા અને નક્કર રીતે કૃતિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં રહેલી છે.
પુણેમાં જીપીએસ સ્કૂલ અને મનસુખભાઈ કોઠારી સ્કૂલ, કોલ્હાપુરમાં એસપીએસએમબીએચ કોલેજ ઓફ આર્કિટેક્ચર અને એનઆઈટી સભાગૃહ તેમ જ વડોદરામાં આનંદ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે તાજેતરના રોડશો પ્રોગ્રામનો પરિવર્તનકારી પ્રભાવ આલેખિત કરે છે.
પુણેમાં ધોરણ-11નો વિદ્યાર્થી આકાશ અનોખી સંકલ્પના સાથે આવ્યો હતો, પરંતુ સક્ષમ પેકેજિંગ માટે સ્પષ્ટ સાથે પરત ગયો હતો. ‘‘સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ મને બતાવી આપ્યું કે આ આઈડિયાને હું વાસ્તવિકતામાં ફેરવી શકું છું,’’ એમ તેણે જણાવ્યું હતું.
વડોદરાના આનંદ વિદ્યા વિહારના રોહને રિમોટ લર્નર્સ માટે શિક્ષણ પહોંચક્ષમ બનાવવા માટે મોબાઈલ એપ માટે વાયરફ્રેમ્સ તૈયાર કરી હતી. ‘‘હું એ ખાતરી રાખવા માગું છું કે મારા કઝિન જેવા બાળકો પાછળ રહી નહીં જાય,’’ એમ તેણે જણાવ્યું હતું.
કોલ્હાપુરમાં આર્કિટેક્ચરના વિદ્યાર્થી ઈશાનને સ્થાનિક હસ્તકળાને રિવાઈવ કરવા માટે ટેકનોલોજીના લાભમાં પ્રેરણા મળી છે. ‘‘આ ભૂતકાળને ભવિષ્ય સાથે જોડવાની કળા છે,’’ એમ તેણે સમજાવ્યું હતું.
સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઈનોવેટિવ સોલ્યુશન્સ પ્રસ્તાવિત કર્યા હતા, જેમાં સ્માર્ટ એગ્રિકલ્ચર ટૂલ્સથી મેન્ટલ હેલ્થ પ્લેટફોર્મ અને કિફાયતી સોલાર ઈનોવેશન્સનો સમાવેશ થાય છે. પરિવર્તન લાવવા અને તેમની સંભાવનાઓમાં વિશ્વાસ રાખવાની સમાન કટિબદ્ધતા તેમને એકત્ર લાવે છે.
‘‘આ આઈડિયા સહાનુભૂતિથી પ્રેરિત છે,’’ એમ પુણેની ઈવેન્ટ ખાતે શિક્ષકે ટિપ્પણી કરી હતી. ‘‘તેઓ પોતાના સન્માન માટે નહીં પરંતુ અન્યોને મદદરૂપ થવા માટે સમાધાન નિર્માણ કરી રહ્યા છે.’’
રોડશોમાં ડિઝાઈન થિન્કિંગ રજૂ કરાયું હતું, જે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા, સહાનુભૂતિ રાખવા, વ્યાખ્યા કરવા અને પ્રોટોટાઈપ કરવા પ્રોત્સાહિત કરે છે. ‘શું’ની પાછળ ‘શા માટે’ને તે સમજાવવાની બાબત છે.
સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ વૃદ્ધિ કરવાનું ચાલુ રાખ્યું છે, જે તેના પ્રભાવથી સિદ્ધ થાય છે. તે ઈનોવેશન કેળવવા સાથે ભવિષ્યને આકાર આપી રહી છે, જ્યાં ક્લાસરૂમના આઈડિયા દુનિયાનું પરિવર્તન કરી શકે છે.