સેમસંગે ભારતમાં ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 લોન્ચ કરવા સાથે મિડ-પ્રીમિયમ સેગમેન્ટમાં આગેવાની મજબૂત બનાવી

સેમસંગે ભારતમાં ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 લોન્ચ કરવા સાથે મિડ-પ્રીમિયમ સેગમેન્ટમાં આગેવાની મજબૂત બનાવી
સુરત, ભારત – માર્ચ 22, 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા અદભુત નવીનતા સાથે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G લોન્ચ કર્યાની આજે ઘોષણા કરી હતી. નવાં A સિરીઝ ડિવાઈસીસ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન, AI દ્વારા બહેતર બનાવવામાં આવેલાં કેમેરા ફીચર્સ અને ચેડાંરહિત સલામતી સમાધાન, સેમસંગ નોક્સ વોલ્ટ સહિત ઘણા બધા ફ્લેગશિપ જેવા ફીચર્સ વગેરે સહિત ઘણા બધા અન્ય નવા ફીચર્સ ધરાવે છે.
“ગેલેક્સી A સિરીઝ છેલ્લાં બે વર્ષથી ભારતમાં સૌથી વધુ વેચાતી સ્માર્ટફોન સિરીઝ રહી છે, જે ભારતના MZ ગ્રાહકોમાં તેની ભરપૂર લોકપ્રિયતા દર્શાવે છે. ગેલેક્સી A55 5G અને A35 5Gનું લોન્ચ બધા માટે પહોંચક્ષમ ફ્લેગશિપ- જેવાં ઈનોવેશન્સ બનાવવા અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે. ગેલેક્સી A55 5G અને A35 5Gદેશમાં 5G સેગમેન્ટમાં અને ઝડપથી વૃદ્ધિ પામતા મિડ- પ્રીમિયમ (INR 30,000-INR 50,000)માં અમારી આગેવાની વધુ મજબૂત બનાવવામાં અમને મદદરૂપ થશે,” એમ આદિત્ય બબ્બર, વાઇસ પ્રેસિડેન્ટ, એમએક્સ બિઝનેસ, સેમસંગ ઇન્ડિયા જણાવ્યું હતું.
ડિઝાઈન અને ડ્યુરેબિલિટી જેવી ફ્લેગશિપ:પહેલી વાર ગેલેક્સી A55 5Gમાં મેટલ ફ્રેમ મળશે અને ગેલેક્સી A35 5Gમાં પ્રીમિયમ ગ્લાસ બેક મળશે. આ ફોન ત્રણ ટ્રેન્ડી રંગો- ઓસમ લિલેક, ઓસમ આઈસ બ્લુ અને ઓસમ નેવીમાં મળશે અને IP67 રેટેડ છે, જેને અર્થ તાજાં પાણીના 1 મીટરમાં 30 મિનિટ સુધી રહી શકે છે. તે ધૂળ અને માટીથી રહિત નિર્માણ કરાયા છે.
6.6-ઈંચ FHD+ સુપર AMOLEDડિસ્પ્લે અને મિનિમાઈઝ્ડ બેઝલ્સ સાથે 120Hz રિફ્રેશ રેટ અત્યંત સહજ કામગીરી પૂરી પાડે છે. આ સ્માર્ટફોન્સ ફ્રન્ટ અને બેક પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન સાથે ડ્યુરેબિલિટી જેવી ફ્લેગસિપ સાથે આવે છે.
કેમેરા ઈનોવેશન્સ જેવી ફ્લેગશિપ:આ નવી A સિરીઝના સ્માર્ટફોન્સ યુઝર્સની કન્ટેન્ટ ગેમને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઘણા બધા ઈનોવેટિવ AI-બહેતર કેમેરા ફીચર્સ સાથે આવે છે. આ ફીચર્સમાં ફોટો રિમાસ્ટર, ઈમેજ ક્લિપર અને ઓબ્જેક્ટ ઈરેઝર વગેરેનો સમાવેશ થાય છે. ગેલેક્સી A55 5G અને A35 5G AI ઈમેજ સિગ્નલ પ્રોસેસિંગ (ISP) દ્વારા બહેતર નાઈટોગ્રાફી સાથે 50 MP ટ્રિપલ કેમેરા સાથે આવે છે, જે A-સિરીઝ પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી અદભુત ઓછા પ્રકાશની છબિ નિર્માણ કરે છે.
ફ્લેગશિપ લેવલ સિક્યુરિટીઃસેમસંગ નોક્સ વોલ્ટ સિક્યુરિટી A- સિરીઝમાં પહેલી વાર આવી છે, જે ફ્લેગશિપ લેવલ સિક્યુરિટીને વધુ લોકોને પહોંચક્ષમ બનાવે છે. હાર્ડવેર આધારિત સિક્યુરિટી સિસ્ટમ હાર્ડવેર અને સોફ્ટવેરના હુમલા સામે વ્યાપક રક્ષણ પ્રદાન કરે છે. તે ડિવાઈસ પર અત્યંત મહત્ત્વપૂર્ણ ડેટાનું રક્ષણ કરવામાં મદદ કરે છે, જેમાં લોક સ્ક્રીન ક્રિડેન્શિયલ્સ, જેમ કે, પિન કોડ્સ, પાસવર્ડસ અને પેટર્ન્સનો સમાવેશ થાય છે.
આજ સુધીનો ઉત્તમ પરફોર્મન્સ: સંપૂર્ણ નવું Exynos 1480 પ્રોસેસર 4nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્મિત છે, જે ગેલેક્સી A55 5Gને પાવર આપે છે, જ્યારે ગેલેક્સી A35 5G Exynos 1380 પ્રોસેસરમાં અપગ્રેડ કરાયું છે, જે 5nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્મિત છે. આ પાવર-પેક્ડ ફોન્સ 70%+વિશાળ કૂલિંગ ચેમ્બર સાથે અનેક NPU, GPU અને CPU અપગ્રેડ્સ સાથે આવે છે, જે તમે ગેમ રમતા હોય કે મલ્ટી-ટાસ્ક, સ્મૂધ આઉટપુટની ખાતરી રાખે છે.
આ બધી ઓસમ બહેતરી સાથે ગેલેક્સી A55 5Gમાં 12GB RAMની રજૂઆત આ કિંમતના સેગમેન્ટમાં આ ડિવાઈસને ખરા અર્થમાં પરિવર્તનકારી બનાવે છે.
ઓસમ એક્સપીરિયન્સીસ: ગેલેક્સી A35 5Gના ખરીદદારોને સેમસંગ વોલેટને પહોંચ મળશે, જે મોબાઈલ વોલેટ સોલ્યુશન છે, જે તમને તમારા એસેન્શિયલ્સ તમારા ગેલેક્સી ડિવાઈસમાં સુવિધાજનક અને સંરક્ષિત રીતે વહન કરવામાં તમને મદદ કરે છે. તમારા પેમેન્ટ્સ કાર્ડસ, ડિજિટલ આઈડી, ટ્રાવેલ ટિકિટ્સ અને ઘણું બધું એડ કરી શકો છો. આ ડિવાઈસ અત્યંત લોકપ્રિય વોઈસ ફોકસ ફીચર પણ ધરાવે છે, જે ઉપભોક્તાઓને એમ્બિયન્ટના અવાજની ચિંતા વિના કોલ્સ કરવા અને પ્રાપ્ત કરવાની અનુકૂળતા આપે છે.
ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સાથે સેમસંગ એન્ડ્રોઈડ OS અપગ્રેડ્સની ચાર પેઢી સુધી પૂરી પાડે છે અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ પૂરી પાડે છે, જેથી સર્વ નવા ગેલેક્સી અને એન્ડ્રોઈડ ફીચર્સથી તે સુસજ્જ રહીને ડિવાઈસીસનું જીવનચક્ર મહત્તમ બને છે.
મેમરી પ્રકાર, કિંમત, ઉપલબ્ધતા અને ઓફર્સ
Product
Storage Variant
Price*
Galaxy A55 5G
8GB+128GB
INR 36999
8GB+256GB
INR 39999
12GB+256GB
INR 42999
Galaxy A35 5G
8GB+128GB
INR 27999
8GB+256GB
INR 30999
*સર્વ કિંમતોમાં એચડીએફસી બેન્ક, વનકાર્ડ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક કાર્ડસ પર INR 3000નું બેન્ક કેશબેક, 6 મહિનાનો નો કોસ્ટ ઈએમઆઈ વિકલ્પનો સમાવેશ થાય છે. વૈકલ્પિક રીતે ગ્રાહકો માસિક ફક્ત INR 1792માં ગેલેક્સી A55 5G અને માસિક ફક્ત INR 1723માં ગેલેક્સી A35 સેમસંગ ફાઈનાન્સ+અને સર્વ અગ્રણી એનબીએફસી ભાગીદારો પાસેથી ખરીદી શકે છે.
અન્ય ઓફરોઃ
સેમસેગ વોલેટ: પ્રથમ સફળ ટેપ એન્ડ પે લેણદેણ પર INR 250 મૂલ્યનાં એમેઝોન વાઉચર મેળવો.
યુટ્યુબ પ્રીમિયમ: 2 મહિના મફત (1લી એપ્રિલ, 2025 સુધી)
માઈક્રોસોફ્ટ 365: માઈક્રોસોફ્ટ 365 બેઝિક + ક્લાઉડ સ્ટોરેજના 6 મહિના (100GBસુધી, ઓફર રિડેમ્પશન 30 જૂન, 2024 પૂર્વે સુધી કરી શકાશે).
ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5Gસેમસંગ એક્સક્લુઝિવ અને પાર્ટનર સ્ટોર્સ, Samsung.com અને અન્ય ઓનલાઈન મંચોમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.