સેમસંગ વોલેટ દ્વારા ભારતમાં મહિંદ્રા ઈલેક્ટ્રિક ઓરિજિન માટે ડિજિટલ કાર કી સપોર્ટ રજૂ

સેમસંગ વોલેટ દ્વારા ભારતમાં મહિંદ્રા ઈલેક્ટ્રિક ઓરિજિન માટે ડિજિટલ કાર કી સપોર્ટ રજૂ
મહિંદ્રા ઈ-એસયુવી ડ્રાઈવ કરનારા ગેલેક્સી યુઝર્સ હવે ડિજિટલ કાર કીનો ઉપયોગ કરીને ગેલેક્સી સ્માર્ટફોનમાંથી સીધા જ તેમનાં વાહનોને પહોંચ મેળવવા આસાન સમાધાન ધરાવી શકે છે.
મહિંદ્રા ગ્રુપ સેમસંગ વોલેટ સાથે ડિજિટલ કાર કીની વિશિષ્ટતાઓ જોડવા માટે પ્રથમ ભારતીય ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) છે.
ગુરુગ્રામ, ભારત, 29મી ઓક્ટોબર, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે સેમસંગ વોલેટ થકી મહિંદ્રા ઈલેક્ટ્રિક ઓરિજિન એસયુવી સાથે અભિમુખ ડિજિટલ કાર કી રજૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી, જે વધુ કાર માલિકોને તેમનં વાહનો અનલોક, લોક અને સ્ટાર્ટ કરવા માટે તેમનાં ગેલેક્સી સ્માર્ટફોન્સનો ઉપયોગ કરવાની આસાન રીત પ્રદાન કરે છે. ગેલેક્સી ડિવાઈસીસમાં પ્રત્યક્ષ નિર્મિત સેમસંગ વોલેટની ડિજિટલ કાર કી યુઝર્સને પ્રત્યક્ષ ચાવી વિના પેર્ડ વાહન લોક, અનલોક અને સ્ટાર્ટ કરવાની સુવિધા આપે છે. યુઝર્સ મર્યાદિત સમયગાળા માટે મિત્રો અને પરિવાર સાથે પણ તેમની ડિજિટલ કાર કી આદાનપ્રદાન કરી શકે છે, જેથી જરૂર હોય ત્યારે પહોંચ મેળવી શકાય.
“અમને મહિંદ્રા ઈ-એસયુવીના માલિકોને સેમસંગ વોલેટ થકી સેમસંગ ડિજિટલ કીની અતુલનીય સુવિધા લાવવાની ભારે ખુશી છે. સેમસંગ ડિજિટલ કાર કીની પહોંચ વિસ્તારવું તે ગેલેક્સી ઈકોસિસ્ટમમાં કનેક્ટેડ અને સિક્યોર અનુભવ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. અમારી મહિંદ્રા સાથે ભાગીદારી વધુ ગેલેક્સી યુઝર્સ માટે ઝંઝટમુકત રોજબરોજની પ્રવૃત્તિઓ, જેમ કે, ડ્રાઈવિંગને આસાન બનાવવાની દિશામાં વધુ એક રોમાંચક પગલું છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના સર્વિસીસ એન્ડ એપ્સ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર મધુર ચતુર્વેદીએ જણાવ્યું હતું.
મહિંદ્રા ઈલેક્ટ્રિક ઓટોમોબાઈલ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને મહિંદ્રા એન્ડ મહિંદ્રા લિ.ના ઓટોમોટિવ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ ઓઉસર નલિનીકાંત ગોલાગુંટાએ જણાવ્યું હતું કે, “અમારી ઈલેક્ટ્રિક મૂળની એસયુવી- XEV 9e અને BE 6એ તેમની આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યલક્ષી ડિઝાઈન સાથે અમારા ગ્રાહકોને મંત્રમુગ્ધ કર્યા છે. મને સેમસંગ વોલેટ થકી ડિજિટલ કાર કીની વધુ એક કક્ષામાં અવ્વલ વિશિષ્ટતા લાવવા માટે સેમસંગ સાથે ભાગીદારી કરવાની ખુશી છે, જે દરેક પ્રવાસ વધુ આસાન અને સુવિધાજનક બનવાની ખાતરી રાખશે. આ નવીનતમ ઈનોવેશને ફરી એક વાર ભારત માટે પ્રીમિયમ, ઈન્ટેલિજન્ટ ઈલેક્ટ્રિક એસયુવી સાથે ઉત્તમ માલિકી અનુભવ પ્રદાન કરવાની મહિંદ્રાની કટિબદ્ધતાનો દાખલો બેસાડ્યો છે.’’
જો ડિજિટલ કાર કી ધરાવતું ડિવાઈસ ગેરવલ્લે થાય અથવા ચોરાય તો યુઝર્સ રિમોટ થકી તેમનું ડિવાઈસ લોક કરી શકે અને સેમસંગ ફાઈન્ડ સર્વિસ થકી ડિજિટલ કાર કી સહિત તેમનો ડેટા ડિલીટ કરી શકે છે, જેથી તેમનાં વાહનોની સુરક્ષા ઓર વધે છે. બાયોમેટ્રિક અથવા પિન આધારિત યુઝર ઓથેન્ટિકેશન આવશ્યકતાઓ સાથે સેમસંગ વોલેટ વાહનનું રક્ષણ કરવા સાથે દરેક ઈન્ટરએકશનમાં ગોપનીયતા અને સલામતીની ખાતરી રાખે છે.
સેમસંગ વોલેટ વર્સેટાઈલ મંચ છે, જે ગેલેક્સી યુઝર્સને ડિજિટલ કીઝ, પેમેન્ટની પદ્ધતિઓ, ઓળખપત્રો અને વધુ એક સંરક્ષિત એપ્લિકેશનમાં આયોજિત કરવામાં મદદ કરે છે. સેમસંગ વોલેટમાં સેમસંગ નોક્સની ડિફેન્સ ગ્રેડ સલામતી દ્વારા સુરક્ષિત સીમલેસ ઈન્ટરફેસ પણ છે. તે ગેલેક્સી ઈકોસિસ્ટમને જોડીને યુઝર્સને તેમના રોજબરોજના જીવનમાં શક્તિશાળી કનેક્ટિવિટી અને મજબૂત સલામતી પૂરી પાડે છે.
ઉપલબ્ધતા
ચુનંદી મહિંદ્રા ઈ-એસયુવી માટે ડિજિટલ કાર કી ફંકશનાલિટી ભારતમાં ટૂંક સમયમાં જ રજૂ કરાશે.



