સેમસંગ દ્વારા 2025ના અંત સુધી દુનિયાભરમં 400 મિલિયન ડિવાઈસીસમાં ગેલેક્સી AI લાવશે

સેમસંગ દ્વારા 2025ના અંત સુધી દુનિયાભરમં 400 મિલિયન ડિવાઈસીસમાં ગેલેક્સી AI લાવશે
ગુરુગ્રામ, ભારત, 17 સપ્ટેમ્બર, 2025 – સેમસંગ દ્વારા 2025ના અંત સુધી દુનિયાભરમાં 400 મિલિયન ડિવાઈસીસમાં ગેલેક્સી AI લાવવાની આજે ઘોષણા કરાઈ હતી. 2024માં સેમસંગે દુનિયાનો પ્રથમ AI ફોન એવી ગેલેક્સી S24 સિરીઝ લોન્ચ કરી હતી, જેને લઈ AI ઈનોવેશન માટે માર્ગ મોકળો બન્યો છે. સેમસંગે મલ્ટીમોડલ ઈન્ટેલિજન્સની પ્રગતિ કરીન અને વેરેબલ્સ, ટેબ્લેટ્સ, પીસી અને તેની પાર AI ઈન્ટીગ્રેટ કરીને તેની મોબાઈલ ઈકોસિસ્ટમ વિસ્તારી છે.
ગેલેક્સી ડિવાઈસીસમાં અભૂતપૂર્વ માગણી જોવા મળી રહી છે, જેમાં 70 ટકાથી વધુ ગેલેક્સી S25ના ઉપભોક્તાઓ સક્રિય રીતે ગેલેક્સી AI ઉપયોગ કરી રહ્યા છે અને ગેલેક્સી Z સિરીઝ તાજેતરમાં લોન્ચ કરીને One UI 8 થકી સેમસંગના સૌથી બહેતર ફીચર્સનો સમાવેશ કરવા સાથે વધુ ઉપભોક્તાઓને ગેલેક્સી AI લાવી છે.
ગેલેક્સી AI છેલ્લાં બે વર્ષમાં ઉપભોક્તાઓ દ્વારા વ્યાપક રીતે અપનાવવામાં આવ્યું છે, જેમાં સેમસંગ તેની One UI બહેતરીઓ થકી દુનિયાભરના ઉપભોક્તાઓ માટે શક્તિશાળી, ક્રિયાત્મક અને ઉત્પાદક ફીટર્સ પ્રદાન કરી રહી છે અને આ વર્ષના અંત સુધી સેમસંગનું લક્ષ્ય દુનિયાભરમાં 400 મિલિયનથી વધુ જિવાઈસીસમાં ગેલેક્સી AI અનુભવ લાવવાનું છે.
અમુક સૌથી વધુ ઉપયોગ કરાતા ગેલેક્સી AIમાં ફોટો આસિસ્ટ અને ઓડિયો ઈરેઝરનો સમાવેશ થાય છે, જેમાં ફોટો આસિસ્ટ યુસેજ ગેલેક્સી S24ની તુલનામાં ગેલેક્સી S25 યુઝર્સમાં લગભગ બેગણો છે. ફોટો આસિસ્ટ ગેલેરી એપમાં ફોટો એડિટ કરવા તમને મદદરૂપ થવા માટે વિવિધ AI ફીચર્સ ઓફર કરે છે, જ્યારે ઓડિયો ઈરેઝર ફીચર તમને તમારા વિડિયોમાંથી બેકગ્રાઉન્ડ સાઉન્ડ્સ સમાયોજિત કરવા અને ડિસ્ક્ટ્રેક્શન દૂર કરવા મદદ કરે છે.
ઈન્ટરપ્રેટર અને લાઈવ ટ્રાન્સલેટ ફીચર્સ અન્યો સાથે સંદેશવ્યવહાર કરવાનું આસાન બનાવે છે તે પણ ઉપયોગ કરાતા લોકપ્રિય AI ફીચર્સમાંથી એક છે. ઈન્ટરપ્રેટર ઈન-પર્સન વાર્તાલાપને અસલ સમયમાં ભાષાંતર કરે છે, જ્યારે લાઈવ ટ્રાન્સલેટ આપોઆપ વોઈસ કોલ્સ, ફેસ ટુ ફેસ વાર્તાલાપ અને ટેક્સ્ટ મેસેજીસ તમારી અગ્રતાની ભાષામાં ભાષાંતર કરે છે.
ગૂગલ સાથે ભાગીદારીમાં સેમસંગે જેમિની લાવ અને સર્કલ ટુ સર્ચ જેવા વહાલા ફીચર્સનો અમલ પણ કર્યો છે, જેમાં અડધાથી વધુ ગેલેક્સી S25 ઉપભોક્તાઓ રોજ સર્કલ ટુ સર્ચનો ઉપયોગ કરી રહ્યા છે.
યુઝર્સને સંપૂર્ણ ગેલેક્સી S25 લાઈનઅપ અને ગેલેક્સી Z ફ્લિપ7 મોડેલ્સમાં 50MP રિયર કેમેરા મળે છે, જ્યારે ગેલેક્સી S25 અલ્ટ્રા અને Z ફોલ્ડ7 યુઝર્સ નોંધપાત્ર 200MP અલ્ટ્રા- વાઈડ લેન્સનો અનુભવ કરી શકે છે. 2020માં આરંભથી વિડિયો શોખીનોને 8K વિડિયો ક્ષમતાઓનું પર્ક પણ મળે છે અને જ્યારે પ્રોવિઝ્યુઅલ એન્જિન સાથે જોડી જમાવતાં યુઝર્સને વધુ કસ્ટમાઈઝેશન વિકલ્પો મળે છે.
આખરે સેમસંગનું જનરેટિવ એડિટ યુઝર્સને ડિસ્ક્ટ્રેકશન્સ દૂર કરીને તેમના ફોટો બહેતર બનાવવા અને સેકંડોમાં ઉચ્ચ ગુણવત્તાના વિઝ્યુઅલ્સ નિર્માણ કરવા મદદરૂપ થાય છે. ઉદ્યોગના ઉત્તમ હાર્ડવેરમાંથી નિર્મિત સેમસંગ યુઝર્સને ગેલેક્સી ડિવાઈસીસ માટે એક્સક્લુઝિવ ક્વેલ્કોમ ચિપ, સ્નેપડ્રેગન 8 ઈલાઈટ દ્વારા પાવર્ડ આસાન AI અનુભવ પૂરો પાડે છે.
કોરિયાની બહાર સેમસંગનું સૌથી વિશાળ આરએન્ડડી સેન્ટર એસઆરઆઈ- બેન્ગલુરુએ લોકપ્રિય ગેલેક્સી AI ફીચર્સમાં અર્થપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમ કે, ફોટો આસિસ્ટ, ઓડિયો ઈરેઝર, ઈન્ટરપ્રેટર, લાઈવ ટ્રાન્સલેટ અને નાઉ બ્રિફનો સમાવેશ થાય છે. ગેલેક્સી AI હાલમાં હિંદી સહિત 30 ભાષા અને ભાષા બોલીને ટેકો આપે છે.