ઓટોમોબાઇલ્સ

ભારતમાં એસી સેગમેન્ટમાં ઉદ્યોગની વૃદ્ધિને સેમસંગે આંબી

ભારતમાં એસી સેગમેન્ટમાં ઉદ્યોગની વૃદ્ધિને સેમસંગે આંબી
સેમસંગનાં એસીનું વેચાણમાં 19 નવાં એસી મોડેલો સાથે જાન્યુઆરી અને માર્ચ 2025 વચ્ચે 2x વર્ષ દર વર્ષ વૃદ્ધિ નોંધાવી છે.
નવા બીસ્પોક એઆઈ વિંડફ્રી એસી મોડેલો ઈન્ટેલિજન્ટ કૂલિંગ, ઊર્જા કાર્યક્ષમતા અને કનેક્ટેડ લિવિંગ પર કેન્દ્રિત છે અને ભારતીય ગ્રાહકોની વધતી માગણી માટે તૈયાર કરાયાં છે.

ગુરુગ્રામ, ભારત, 10મી એપ્રિલ, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનાં એર કંડિશનર્સનું વેચાણ જાન્યુઆરી અને માર્ચ 2025 વચ્ચે 2x વધ્યું હોવાની ઘોષણા કરવામાં આવી હતી. આમ ઉદ્યોગની 20-25 ટકાની વૃદ્ધિને પણ તેણે આંબી દીધી છે. આ ઉદ્યોગ અવ્વલ વૃદ્ધિને કારણે સેમસંગે ભારતમાં તિથિ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 10 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે.
“અમારા એસી વેપાર મજબૂત ગતિથી વધી રહ્યા છે. માર્ચના ત્રિમાસિકમાં અમે 2xથી વૃદ્ધિ કરી હતી, જેના થકી અમે બજારનો 10 ટકા હિસ્સો પ્રાપ્ત કર્યો છે, એમ અમારા આંતરિક અંદાજો જણાવે છે. અમને વિશ્વાસ છે કે અમે ઉદ્યોગમાં વૃદ્ધિની આગેવાની કરીશું અને બહેતર વૃદ્ધિ સાથે અમે ઉત્તમ બજારહિસ્સો પણ ધરાવીશું,’’ એમ સેમસંગ ખાતે ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ ઘુફરાન આલમે જણાવ્યું હતું.
સેમસંગ વિવિધ ચેનલો અને પ્રદેશોમાં વ્યાપક આધારિત વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જેને નાનાં શહેરો અને નગરોમાં ખર્ચક્ષમ આવકમાં વધારો, વધતી આકાંક્ષાઓ અને વધતા વિદ્યુતિકરણથી મદદ મળી છે. સેમસંગે તેની વિતરણ પહોંચ 40 ટકાથી વધારી છે અને રૂમ- એર કંડિશનર્સની ખરીદી માટે ઝીરો- કોસ્ટ ઈએમઆઈ પૂરા પાડવા માટે અગ્રણી નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે.
“અમે ઉત્કૃષ્ટ કૂલિંગ, ઊર્જા કાર્યક્ષમતા, ટકાઉપણું અને ભાવિ તૈયારીઓ પર સ્પષ્ટ રીતે ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આ વર્ષે 19 નવાં મોડેલો લોન્ચ કર્યા છે. અમારાં નવા બીસ્પોક એઆઈ વિંડફ્રી એસી ગ્રાહકોની શૈલી અને વર્તનનો અભ્યાસ કરે છે, જેમ કે, તેઓ ઘરે હોય, સૂતા હોય કે ગરમીના દિવસમાંથી ઘરમાં આવતા હોય. આ શૈલીને આધારે એસી મહત્તમ આરામ પ્રદાન કરવા માટે પોતાને સમાયોજિત કરે છે,’’ એમ આલમે ઉમેર્યું હતું.
બીસ્પોક એઆઈ વિંડફ્રી એસી એઆઈ એનર્જી મોડ સાથે આવે છે, જે ચાતુર્યપૂર્ણ રીતે 30 ટકા સુધી ઊર્જા બચાવીને કૂલિંગ સેટિંગ્સ સમાયોજિત કરે છે. તે એર કંડિશનરની ખરીદી કરવા સમયે ગ્રાહકો માટે ટોચનું મુખ્ય ખરીદી પરિબળ, એટલે કે, આરામ સાથે બાંધછોડ વિના ઊર્જા કાર્યક્ષમ એપ્લાયન્સીસ માટે માગણીને પહોંચી વળે છે.
એઆઈ ફાસ્ટ અને કમ્ફર્ટ કૂલિંગ ફીચર મહત્તમ ફેન સ્પીડ સાથે રૂમનું તાપમાન ઝડપથી ઓછું કરીને તુરંત રાહત મળે તેની ખાતરી રાખે છે. ઈચ્છિત તાપમાન હાંસલ થતાં જ પ્રણાલી ચાતુર્યપૂર્ણ રીતે એકધાર્યું કૂલિંગ જાળવવા માટે વિંડફ્રી મોડમાં સ્વિચ થાય છે, જેથી સૂવા કે મહેમાનોનું મનોરંજન કરવા જેવી પ્રવૃત્તિઓ માટે આરામદાયક વાતાવરણ મળવાની ખાતરી રહે છે.
નવાં બીસ્પોક એઆઈ વિંડફ્રી એસી રૂ. 32990થી શરૂ થાય છે અને સૌથી પ્રીમિયમ મોડેલ રૂ. 60,990માં ઉપલબ્ધ થશે. સેમસંગનાં એસી 5 વર્ષની વ્યાપક વોરન્ટી સાથે આવે છે અને ગ્રાહકોને દેશભરમાં 19,000+ પિન કોડ્સને આવરી લેતા મજબૂત સર્વિસ અને ઈન્સ્ટોલેશન નેટવર્કમાંથી લાભ મળી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button