એસ.સી.એ.પટેલ આર્ટ્સ કોલેજ પટાંગણમાં ‘એક વૃક્ષ માતાના નામે’ થીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

એસ.સી.એ.પટેલ આર્ટ્સ કોલેજ પટાંગણમાં ‘એક વૃક્ષ માતાના નામે’ થીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
એસ.સી.એ.પટેલ આર્ટ્સ કોલેજ, સાધલીના એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિનય પટેલ તથા એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા કોલેજ પટાંગણમાં ‘એક વૃક્ષ માતાના નામે’ થીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો અને કોલેજ પરિસરને હરિયાળું બનાવવાનો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૃક્ષોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેઓને પર્યાવરણ સંરક્ષણમાં સક્રિય ભાગીદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વૃક્ષારોપણ કરતા પહેલા દરેક વિદ્યાર્થીઓએ વૃક્ષોનું જતન કરવાનો શપથ લઈને સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના મંત્રી ઠાકોરભાઇ પટેલ, આચાર્ય ડો.એ.વી.દવે, પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિનય પટેલ તથા કોલેજનો સમગ્ર સ્ટાફ અને કુલ ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.