જુઓ તમારા ઘરેણાં અને નાણાંની સલામતી માટે ગોદરેજ શું લાવ્યું!

જુઓ તમારા ઘરેણાં અને નાણાંની સલામતી માટે ગોદરેજ શું લાવ્યું!
ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપે જ્વેલર્સ માટે સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો, નવી હાઇ-સિક્યોરિટીવાળી તિજોરીનું અનાવરણ કર્યું
તેનો હેતુ જ્વેલર્સને નવી નિયામક જરૂરિયાતો અંગે શિક્ષિત કરવાનો ~
સુરત, 23 ઑક્ટોબર 2024: ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપનો ભાગ, ગોદરેજ એન્ડ બૉયસના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે ખાસ કરીને જ્વેલરી સેક્ટર માટે તૈયાર કરવામાં આવેલી તેની નવીનતમ હાઇ-સિક્યોરિટી પ્રોડક્ટ લાઇન રજૂ કરી છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા તાજેતરમાં બનાવેલ કલાસ E સ્ટાન્ડર્ડસનું પાલન કરીને નવા લૉન્ચ કરવામાં આવેલ ડિફેન્ડર ઓરમ પ્રો સેફ DPIIT (વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય) દ્વારા રજૂ કરાયેલ નવીનતમ ક્વૉલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) નું પાલન સુનિશ્ચિત કરે છે.
ડિફેન્ડર ઑરમ PRO જ્વેલર્સને તમામ સંભવિત ઘરફોડ ચોરીના હુમલાઓ સામે રક્ષણ આપવાનું વચન આપે છે. ગોદરેજ દ્વારા વ્યાપક સંશોધન અને વિકાસ દ્વારા વિકસિત અદ્યતન અવરોધ સામગ્રી સાથે બનાવવામાં આવેલ, તે શ્રેષ્ઠ સાધન પ્રતિકાર પ્રદાન કરે છે. વધુમાં તેમાં એક આકર્ષક અને આધુનિક ફેસિયા, શ્રેષ્ઠ પકડ માટે એર્ગોનોમિક રીતે ડિઝાઇન કરેલ રાઉન્ડ હેન્ડલ અને તમારા ઇન્ટિરિયરને ઉન્નત કરવા માટે શાનદાર ચામડાની ચટાઇ છે. ડિફેન્ડર ઑરમ પ્રો ક્લાસ E તિજોરી, સ્ટાઇલ અને બેજોડ સુરક્ષાનું એક આદર્શ સંયોજન છે.
લોંચ પર બોલતા ગોદરેજ એન્ડ બૉયસના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસના સેલ્સ એન્ડ માર્કેટિંગ (ઇન્સ્ટિટ્યુશનલ એન્ડ રિટેલ) નેશનલ હેડ શ્રી પર્સી માસ્ટરે કહ્યું કે “ગોદરેજ એન્ડ બૉયસમાં અમે માનીએ છીએ કે સુરક્ષાનો મતલબ માત્ર સંપત્તિની સુરક્ષા કરવાનો નથી- તે મનની શાંતિ અને સુખની ખાતરી કરવા અંગે છે, એ જાણીને કે અમારો કિંમતી સામાન સુરક્ષિત છે. ડિફેન્ડર ઑરમ પ્રો ક્લાસ ઇ તિજોરીની શરૂઆતની સાથે અમે ભારતમાં જ્વેલર્સની ઉભરતી સુરક્ષા આવશ્યકતાઓને સંબોધિત કરી રહ્યા છીએ. અમે ઉદ્યોગની આવશ્યકતાઓને સમજવા માટે નિયામકો સાથે મળીને કામ કર્યું છે અને એ ખાતરી કરી છે કે આ નવી તિજોરી તમામ જરૂરિયાતોના માપદંડનું પાલન કરે છે. સમકાલીન ખતરાઓનો સામનો કરવા માટે ડિઝાઇન કરાઈ, તે એક સ્પર્ધાત્મક ભાવ બિંદુ પણ જાળવી રાખે છે, જે સુરક્ષા અને પરવડે તેવા શ્રેષ્ઠ સંતુલન પ્રદાન કરે છે.
QCOના માધ્યમથી ભારત સરકારે આદેશ આપ્યો છે કે ભારતમાં ઉત્પાદિત તેમજ વેચવામાં આવતી તમામ ઉચ્ચ-સુરક્ષિત તિજોરીઓ પર ગુણવત્તાનો હોલમાર્ક એટલે કે BIS લેબલ હોવો જરૂરી છે. આ QCO નું પાલન કરવાની જવાબદારી વિક્રેતાની છે. આ નિયમનનો અર્થ એ છે કે ખરીદદારોને તમામ સપ્લાયર્સ પાસેથી ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ મળશે, આમ સુરક્ષા સાથે ચેડા ન થાય તેની ખાતરી થશે. ગ્રાહકોએ આ વિકાસ અંગે જાગૃત થવાની જરૂર છે અને તેમણે IS-550 માપદંડનું પાલન કરતા BIS લેબલવાળી ઉચ્ચ સુરક્ષિત તિજોરીની માંગણી કરવી જોઈએ. આ નિયમન જ્વેલર્સને તમામ સપ્લાયર્સ પાસેથી ઉચ્ચ-ગુણવત્તાવાળી તિજોરીઓ સુધી પહોંચવાનો અધિકાર આપે છે, જેમાં ગોદરેજ આ પહેલમાં નેતૃત્વની ભૂમિકા ભજવે છે. એ સુનિશ્ચિત કરે છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહે. તેમણે આગળ કહ્યું કે “અમે માનીએ છીએ કે તિજોરી અને વૉલ્ટ્સ ઉદ્યોગમાં માર્કેટ લીડર્સ તરીકે અમારા ગ્રાહકો એવા અનુભવ બનાવવાની અપેક્ષા કરી રહ્યા છે જે અલગ હોય.. તેથી આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા QCO વિશે જાગૃતિ લાવવા માટે અમે અહીં છીએ”.
એન્જિનિયરિંગ અને ડિઝાઇનની આધારિત દ્રષ્ટિકોણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને, ગોદરેજ તેના હિતધારકો માટે મૂલ્યને અનલૉક કરતી નવીન ઉકેલોની વિશાળ રેન્જ વિકસાવી રહી છે. ગોદરેજે તાજેતરમાં સ્માર્ટફોગ સિસ્ટમ રજૂ કરી છે, જે ઝીરો વિઝિબિલિટી સાથે ધુમ્મસથી અવરોધ ઊભો કરીને ઘૂસણખોરોને તરત જ ભ્રમિત કરે છે અને AccuGold ગોલ્ડ પ્યુરિટી ટેસ્ટિંગ મશીન, જ્વેલર્સને ગ્રાહકોને તેમના સોનાની શુદ્ધતાની ખાતરી આપવા સક્ષમ બનાવે છે. ગોદરેજનો સિક્યોરિટી સોલ્યુશન્સ પોર્ટફોલિયો ઘરો, બેંકિંગ, જ્વેલર્સથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના વિવિધ રેન્જને પૂરી પાડે છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું પાલન કરવા ઉપરાંત ગોદરેજ એન્ડ બૉયસના સિક્યોરિટી સોલ્યુશન્સને કેટલાંય આંતરરાષ્ટ્રીય માપદંડોનું પણ પાલન કરવું પડે છે અને હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તિજોરીઓ એન્ડ વૉલ્ટ્સનું અગ્રણી નિકાસકાર છે. યુરોપ, અમેરિકા, સાઉથ ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકા સહિત વિશ્વભરના 50થી વધુ દેશોમાં નિકાસ સાથે કંપની અમારા ઈન્ટરનેશનલ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિની આશા કરી રહ્યું છે.
પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો:
ડિફેન્ડર ઓરમ પ્રો ક્લાસ ઇ તિજોરી: ડિફેન્ડર ઓરમ પ્રો એ તમામ સંભવિત ચોરીના હુમલાઓ સામે જ્વેલર્સને બચાવવા માટેનું અંતિમ સમાધાન છે. ગોદરેજ દ્વારા વ્યાપક સંશોધન અને વિકાસ દ્વારા વિકસિત અદ્યતન અવરોધ સામગ્રી સાથે બનાવવામાં આવેલ આ શ્રેષ્ઠ સાધન પ્રતિકાર પ્રદાન કરે છે.
વધુમાં તે આકર્ષક અને આધુનિક ફેસિયા, શ્રેષ્ઠ પકડ માટે એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલ ગોળ હેન્ડલ અને તમારા ઇન્ટિરિયરને શ્રેષ્ઠ બનાવવા માટે શાનદાર લેધર મેટ ધરાવે છે. ડિફેન્ડર ઓરમ પ્રો ક્લાસ E તિજોરી, સ્ટાઇલ અને બેજોડ સુરક્ષાનું એક આદર્શ સંયોજન છે.
સ્માર્ટફોગ એ એક પ્રકારનો ભારતીય બજારમાં રજૂ કરવામાં આવેલ સૌપ્રથમ કોન્સેપ્ટ છે. આ ક્રાંતિકારી પ્રોડક્ટ બેંકો અને જ્વેલર્સની એકંદરે સુરક્ષા ઇકોસિસ્ટમમાં વધારાનું રક્ષણ ઉમેરે છે. તે કોઈપણ તિજોરી અથવા વૉલટ ખોલવાના અનધિકૃત પ્રયાસોને શોધવા માટે અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમને ટ્રિગર કરવા માટે રિમોટ ક્લાઉડ આધારિત એપ્લિકેશનની સાથો સાથ વાયરલેસ ટેક્નોલોજીથી સજ્જ છે. જ્યારે ટ્રિગર થાય છે ત્યારે સ્માર્ટફોગ કેન્દ્રિત લિક્વિફાઇડ ગ્લાયકોલથી બનેલું ગાઢ ધુમ્મસ બહાર કાઢે છે – જે મનુષ્યો માટે હાનિકારક નથી પરંતુ ઝીરો વિઝિબિલિટીને કારણે ગભરાટ ફેલાવવા અને ગુનેગારને સ્થિર કરવામાં સક્ષમ છે, જેથી સ્થળ પરના કર્મચારીઓને જરૂરી પગલાં લેવા માટે પૂરતો સમય મળી જાય છે.
AccuGold એ સૌથી અદ્યતન અને સચોટ સોનાની શુદ્ધતા-પરીક્ષણ મશીન છે. AccuGOLD એ આભૂષણને કોઈપણ રીતે નુકસાન પહોંચાડ્યા વિના પરીક્ષણ હેઠળ કોઈપણ આભૂષણની સચોટ સંરચના આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સોનાની શુદ્ધતા નક્કી કરવા માટે ઉચ્ચતમ સચોટતા શોધતા જ્વેલર્સ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે એક આદર્શ વિકલ્પ છે.
સોલાર સીસીટીવી કેમેરા
ગોદરેજ એસ પ્રો ગ્રીન 4MP સોલર પાવર્ડ કેમેરા રજૂ કરી રહ્યાં છીએ – સહજ કૃષિ સુરક્ષા માટે અંતિમ સમાધાન! હવે અત્યાધુનિક 4G-સક્ષમ સૌર-સંચાલિત કેમેરા સાથે બાંધકામ સાઇટ્સ અને ખેતરો જેવા સ્થળો પર ચોવીસ કલાક નજર રાખવી ખૂબ જ સરળ બની ગયું છે. ગોદરેજ એસ પ્રોગ ગ્રીન 256GB સુધીના SD કાર્ડ અને 36 કલાક સુધી ચાલતા મજબૂત બેટરી બેકઅપ સાથે શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરે છે. ઉપરાંત તેની અદ્યતન હ્યુમનૉઇડ ડિટેક્શન ટેક્નોલોજી સટીક અને વિશ્વસનીય માનવ દેખરેખની ખાતરી આપે છે. ગોદરેજ એસ પ્રો ગ્રીન સાથે ફાર્મ સિક્યોરિટીમાં વધારો કરવાનો અને પહેલાં જેવી મનની શાંતિનો અનુભવ કરવાનો સમય!