CAA ભાજપા માટે સંવેદનાનો મુદ્દો છે, કોઇ રાજકીય લાભ માટે નથી : અમિત શાહ

CAA ભાજપા માટે સંવેદનાનો મુદ્દો છે, કોઇ રાજકીય લાભ માટે નથી : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે ગુરુવારે સમાચાર એજન્સી એએનઆઇ પોડકાસ્ટ સાથેની મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે, ‘CAA ભાજપ માટે સંવેદનાનો મુદ્દો છે, કોઇ રાજકીય લાભ માટે નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરણાર્થીઓના દર્દને સમજે છે અને તેથી જ ચૂંટણી પહેલા તેમની ૭૫ વર્ષની વેદનાનો અંત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
દેશના લોકો સમજી ગયા છે કે, નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) એ મોદીજી અને અમિત શાહ માટે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલા આવેલા લાખો શરણાર્થીઓને અધિકાર આપવાનો છે. તેમની વેદનામાંથી રાહત આપવા અને તેમના ત્રણ પેઢીઓને ન્યાય આપવાનો મુદ્દો છે. જે કોંગ્રેસે ક્યારેય કર્યું નથી. આ કાયદાના અમલ પછી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદી-શાહે શરણાર્થીઓની ૭૫ વર્ષની લાંબી વેદનાનો અંત લાવવાનું કામ કર્યું છે. નાગરિકતા સંશોધન અધિનિયમ વિશે વિરોધ પક્ષો દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાંનો એક જ જવાબ એ છે કે મોદી સરકાર તમામ પાત્ર શરણાર્થીઓને નાગરિકતા આપશે. CAA નાગરિકતા આપવાનો કાયદો છે, નાગરિકતા છીનવી લેવાનો નહીં.
રાહુલ ગાંધીથી લઈને ઓવૈસી સુધી અને અરવિંદ કેજરીવાલથી લઈને મમતા બેનર્જી સુધી તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ જૂઠાણાની રાજનીતિ કરી રહ્યા છે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોનો વિરોધ કરવાને બદલે અરવિંદ કેજરીવાલ વોટબેંકની રાજનીતિ માટે શરણાર્થીઓ વિરુદ્ધ ગેરસમજ ફેલાવી રહ્યા છે. મમતા બેનર્જીએ CAAનો વિરોધ કરવાને બદલે ઘૂસણખોરી રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મમતા બેનર્જી પોતાની વોટ બેંકને ખુશ કરવા હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે નફરત વાવવા માંગે છે. ભાજપનો વધતા પ્રભાવથી હવે એ દિવસ દૂર નથી જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની સરકાર હશે અને ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. CAAનો અમલ નહીં થાય તેવો દાવો કરનારા રાજ્યોને અમિત શાહનો સ્પષ્ટ સંદેશ એ છે કે, ‘નાગરિકતા કાયદો કેન્દ્ર સરકારનો વિષય છે, રાજ્યોના વિરોધનો આમાં કોઈ આધાર નથી.’
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જ સીએએની વાત કહી હતી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના કુશળ માર્ગદર્શનમાં ૨૦૨૪ના લોકસભા ચૂંટણી પહેલા દેશમાં CAA લાગું કરી દેવામાં આવ્યું છે.
શાહની રણનીતિ પરથી સ્પષ્ટ થાય છે કે, તેઓ ભારતીય રાજકારણના ચાણક્ય છે અને દરેક મોટા નિર્ણયોને સફળતાપૂર્વક ફળીભૂત કર્યા છે. ના તો INDI Alliance સત્તામાં આવી રહ્યું છે અને ના તો CAA ક્યાંય જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરિકતાના દરવાજા કોઈપણ મુસ્લિમ માટે બંધ થયા નથી. વાસ્તવમાં, મોદી સરકારના દરેક નિર્ણયનો વિરોધ કરવો એ વિપક્ષની આદત બની ગઈ છે, જેમ કે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, કલમ ૩૭૦ નાબૂદ, ટ્રિપલ તલાક નાબૂદ વગેરે તેનું ઉદાહરણ છે.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ‘ઘમંડિયા ગઠબંધન’ને નિર્ણાયક રીતે હરાવવા માટે ભારતીય રાજકારણના ચાણક્ય મોદી સરકારની સિદ્ધિઓ સાથે ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. દુનિયા જાણે છે કે શાહ જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે ભાજપનો ઝંડો હંમેશા ઊંચો લહેરાતો હોય છે. છેલ્લા ૧૦ વર્ષની ઉપલબ્ધિઓના આધારે દેશની જનતાએ ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે.