ગુજરાત

સેવાભાવી પ્રૌઢએ મરણોપરાંત અંગોનું દાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું

સેવાભાવી પ્રૌઢએ મરણોપરાંત અંગોનું દાન કરી પાંચ લોકોને નવજીવન આપ્યું.

 

રાજકોટ ખાતે આ 112 મું અંગદાન થયું – ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા એ સેવાકાર્ય ની સેન્ચ્યુરી થી પણ વધારે અંગદાન કરાવ્યા.

મૃતક ગુલાબભાઇ છગનલાલ પોપટ, ઉ.વ. ૭૨, રાજ્કોટ નિવાસી તે સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિ હતા.

 

 

 

તા. 21 ફેબ્રુઆરી 2024 નાં રોજ ગુલાબભાઈ છગનલાલ પોપટ સ્કૂટર પર થી પડી ગયાં હતા. ત્યાર બાદ સારવાર માટે રાજકોટ માં આવેલ વોકાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ગુલાબભાઈ ની ચાર દિવસ સઘન સારવાર ચાલી. પરંતુ એ કારગત ન નીવડતા તા : 24 ફેબ્રુઆરી 2024 નાં રોજ તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું. આ વખતે

 

પોપટ પરીવાર ના મોભી તે કલ્પેશભાઈ અને સ્વ.પરેશ ભાઈ ના દીકરા જય,રાહુલ એ ગુલાબકાકા નાં પરીવાર પાસે પ્રસ્તાવ મુકેલ કે અંગ દાન કરી એ તો પાચ ઝિંદગી બચી શકે છે. સ્વ.પરેશભાઈ ને તેમના ધર્મપત્ની રશ્મિબેન એ કીડની આપેલ હતી તો શરીરના અંગ ની શું કિંમત છે તેનાથી પોપટ પરીવાર વાકેફ હતાં જ..અને તે વાત ગુલાબકાકાના પરિવારે વધાવી લીધી હતી. અંગદાન કરનાર ગુલાબભાઇ (આશિષ પેટ્રોલિયમ ) ના માલિક હતાં.

 

અંગદાન આપનાર ગુલાબભાઇ પોપટ જે આશિષભાઈ પોપટ (આશિષ પેટ્રોલિયમ વાળા) , એડવોકેટ કૌશિકભાઈ પોપટ નિશાબેન તન્ના ના પિતાશ્રી અને કીડની દર્દી હતા તે સ્વ.પરેશભાઈ, શ્રી કલ્પેશભાઈ, નિખિલભાઈ, કેવિનભાઈના કાકા હતા. પરિવાર નાં લોકોએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે તરત જ એમનાં સારવાર કરનાર ડૉ કાંત જોગાણી, ડો. વિરલ વાસાણી, ડો. ચિરાગ માત્રાવાડિયા, ડો. કેતન ચૂડાસમા એ એમનાં બ્રેઈન ડેડ ના જરુરી ટેસ્ટ કર્યા.

 

અંગદાન ની પ્રક્રિયા પાર પાડવામાં વોકાર્ટ હોસ્પિટલની ટીમે સતત મહેનત ઉઠાવી, ડો. દિવ્યેશ વિરોજા, ડો. વિશાલ ભાલોડી, ડો. જય ત્રિવેદી, ડો. હર્ષિલ ભટ્ટ, ડો. મીરા દૂધરેજીયા, ડો. હંસા રોત, ડો. પ્રદયુમન ચોકસી, ડો. પ્રશાંત મહેતા, ડો. પાર્થ કાછડીયા સહિત ટેકનિકલ અને પેરામેડિકલ સ્ટાફ ની ટીમે એમનાં અંગદાન ની પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી એમનાં અંગોનું કાર્ય બરાબર થાય એ માટે સતત કાળજી રાખી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારની અંગ પ્રત્યારોપણ માટેની સંસ્થા SOTTO નો સંપર્ક કરી તેના માર્ગદર્શન અને નિયમો પ્રમાણે ગુલાબભાઇ પોપટની ૨ કિડની, લીવર, ૨ ચક્ષુ નું દાન કરવામાં આવ્યું. રાજકોટની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના ડૉ દિવ્યેશ વિરોજા, શ્રી મિતલભાઈ ખેતાણી, ભાવનાબેન મંડલી એ ગુલાબભાઇ ના પરિવારજનો એ પોતાની લાગણી પર કાબૂ રાખી આવી કપરી પરિસ્થિતિ માં પણ મનની સ્થિરતા જાળવી ગુલાબભાઇ ના અંગોનું દાન કરવાનું સત્કાર્ય હાથ ધરવાનો નિર્ણય લીધો, અને આ નિર્ણય દ્વારા બીજા પીડિત દર્દીઓ અને તેમના કુટુંબીજનો નું જીવન સુધારી અમૂલ્ય ભેટ આપી એ માટે સાંત્વના આપી અને આ સત્કાર્ય માટે બિરદાવ્યા હતા. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટની ટીમ દ્વારા આ 112 મું અંગદાન થયું. પ્રથમ અંગદાન આજ થી ૧૬ વર્ષ પહેલા માર્ચ ૨૦૦૬ માં થયું હતું.

 

આ રીતે ગુલાબભાઈ પોપટના અંગદાન થી ત્રણ વ્યકિતઓને નવજીવન અને બે વ્યક્તિઓ ને દ્રષ્ટિ મળશે સેવાના આ કાર્યમાં અંગદાન માટેની સહમતી આપનાર સમગ્ર પોપટ પરીવાર અને એ માટે કાર્ય કરનાર સર્વે ને કોટી કોટી વંદન.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button