ભારતમાં ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા સાથે Three O’Clock Cafe નું સાતમું માઈલસ્ટોન

ભારતમાં ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા સાથે Three O’Clock Cafe નું સાતમું માઈલસ્ટોન
– સુરતના યુવાનોમાં ઓથેન્ટિક વિયેતનામી કોફીનો અનોખો ક્રેઝ
સુરત, 7 જાન્યુઆરી 2026 : વિયેતનામની પ્રખ્યાત કોફી બ્રાન્ડ Three O’Clock Café, Franchise India Brands Limited સાથે ભાગીદારી હેઠળ, ગુજરાતના સુરતમાં પોતાનું સાતમું કેફે શરૂ કરીને ગૌરવપૂર્ણ વિસ્તરણ નોંધાવ્યું છે. અગાઉ ગુરુગ્રામમાં પ્રથમ ત્રણ આઉટલેટ તથા દિલ્હી એનસીઆરમાં થયેલી સફળ શરૂઆત બાદ, હવે આ બ્રાન્ડ સુરતની યુવા પેઢી સુધી પોતાની ખાસ 3 PM કોફી રિવાજની અનુભૂતિ પહોંચાડશે.
Three O’Clock Café વિશે : આ બ્રાન્ડનો આરંભ 2016માં વિયેતનામના હોચીમિન સિટીમાં 24 કલાક કાર્યરત કોફી અને ટી ચેન તરીકે થયો હતો. 3 PMએ ધીમે બ્રૂ થયેલી કોફી સાથે સંવાદનો વિરામ લેવાની વિયેતનામી પરંપરા આ બ્રાન્ડની મૂળ ઓળખ છે. ભારતમાં અત્યાર સુધી છ કેફે કાર્યરત છે, જ્યાં ઓથેન્ટિક ફિન-ફિલ્ટર ફિન કોફી, એગ કોફી, કોકોનટ કોફી, કોલ્ડ બ્રૂ, પ્રીમિયમ વિયેતનામી બીન્સ, મચ્છા તથા બાન મી, બાઓ, ડિઝર્ટ્સ અને વિવિધ વિયેતનામી વાનગીઓ ઉપલબ્ધ છે.
Three O’Clock Café માત્ર પીણાંનું સ્થળ નથી, પરંતુ યુવા વ્યાવસાયિકો અને Gen Z માટે એક કોમ્યુનિટી-ફોકસ્ડ, આધુનિક આંતરિક ડિઝાઇન ધરાવતું ડાયનેમિક સ્પેસ છે.જ્યાં work-from-café, નેટવર્કિંગ તથા રિલેક્સેશનનો સંયોજન મળે છે. ભારતની ઝડપી વધતી કોફી સંસ્કૃતિમાં, આંતરરાષ્ટ્રીય અને આર્ટિસનલ સ્વાદો માટે વધી રહેલી માંગને આ બ્રાન્ડ સુંદર રીતે સ્પર્શે છે. સુરતની વધતી કેફે સંસ્કૃતિ : 4.5 મિલિયનથી વધુ વસતિ ધરાવતું સુરત ભારતનું આઠમું સૌથી મોટું શહેર છે, જ્યાં ઊંચી સાક્ષરતા અને યુવા વસ્તી કારણે કેફે કલ્ચર તેજ ગતિએ વિકસી રહ્યું છે. વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ તરીકે ઓળખાતું તથા 2035 સુધી સૌથી ઝડપી વિકસતું શહેર ગણાતું સુરત, હવે વૈશ્વિક કોફી અનુભવો માટે પણ મહત્વપૂર્ણ બજાર બન્યું છે.
Franchise India Brands Limitedના સ્થાપક અને ચેરમેન ગૌરવ માર્યાએ જણાવ્યું હતું કે, “Three O’Clock Caféનું સાતમું આઉટલેટ વૈશ્વિક F&B બ્રાન્ડ્સને ભારતના ઉદયમાન માર્કેટમાં આગળ ધપાવવાના અમારા મિશનને વધુ મજબૂત બનાવે છે. યુવાનોમાં સ્પેશિયાલિટી કોફી ટ્રેન્ડ્સને અમે નવી દિશા આપી રહ્યા છીએ.”
Three O’Clock Suratની એરિયા ડેવલપર પરીષા જૈનએ કહ્યું કે, “સુરતમાં મારા નેટવર્કમાં દરેક વ્યક્તિ ઓથેન્ટિક વિયેતનામી કોફી અજમાવવા ઉત્સુક છે. આ નવું કેફે નેટવર્કિંગ સેશન, કેઝ્યુઅલ મુલાકાતો તથા મોર્નિંગ રન બાદ ક્વિક કોફી બ્રેક માટે આદર્શ સ્થળ બનશે.”
આ માઈલસ્ટોન સાથે Three O’Clock Café સમગ્ર ભારતમાં વધુ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે અને Franchise Indiaની કુશળતા વડે વિયેતનામી કોફી રિવાજને નવી નવી સિટીઓ સુધી પહોંચાડશે. વધુ માહિતી માટે Three O’Clock Indiaના અધિકૃત વેબસાઇટની પણ મુલાકાત લઈ શકાય છે.
visit https://www.instagram.com/threeoclockindia/ or contact pr@franchiseindia.in.



