અમરોલી કોસાડ ખાતે ડો બાબાસાહેબ આંબેડકરજી ના અસ્થિ કલશ રથ યાત્રા ને માનવંદના , અભિવાદન યાત્રા માં અનેક ઉપાસક- ઉપાસિકા જોડાયા

અમરોલી કોસાડ ખાતે ડો બાબાસાહેબ આંબેડકરજી ના અસ્થિ કલશ રથ યાત્રા ને માનવંદના , અભિવાદન યાત્રા માં અનેક ઉપાસક- ઉપાસિકા જોડાયા
સુરત ।સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ અમરોલી, ઉત્રાણ, કોસાડ,વરિયાવ,વેલંજા અને સુરત શહેર, ભારતીય બૌદ્ધ મહા સભા,સુરત શહેર ગુજરાત ના નેજા હેઠળ સંદેશ ભુમી ધુલિયા મહારાષ્ટ્ર થી સંકલ્પ ભુમી વડોદરા ખાતે જવાના ભાગરુપે સુરત શહેર તમામ બુદ્ધ વિહારના આગેવાનો એ અભિવાદન ક્યુ હતુ,અમરોલી ચાર રસ્તા થીં થઈ કોસાડ ખાતે આજે ડો આંબેડકર સર્કલ ખાતે ડો બાબાસાહેબ ની પ્રતિમા નેં ફૂલહાર અર્પણ કરી મહાનુભાવો નું સન્માન કરી ડો બાબાસાહેબ આંબેડકરજી ના અસ્થિ કલશ ને અભિવાદન કરી તમામ ઉપાસક ઉપાસીકા ઓણ પુષ્પ વર્ષા કરી હતી , અમરોલી વિસ્તાર નાં યુવા અગ્રણી દીપક ભાઇ કઢરે એ કાર્યક્રમ ની રુપરેખા ની સાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ભવ્ય સંદેશ યાત્રા માં પુજનીય ભન્તે આનંદજી, મહારાષ્ટ્ર થી કલશ યાત્રા લઈ ને આવેલ સંદેશ ભુમી ના અધ્યક્ષ આનંદભાઇ સૈદાણે,આંબા અમુતસાગર, બૌદ્ધ સમાજ અગ્રણીઓ માજી નગરસેવક સુરેશ સોનવણે, બુદ્ધ સમાજ અગ્રણી પ્રભાકર નાગમલ,આર,કે,સોનવણે,સમતા સૈનિક દલ ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભાનુભાઇ ચૌહાણ, ભીમરાવ સૈદાને, દર્દી સેવા સમિતિ અધ્યક્ષ સુભાષ પી ઝાડે,ડી,કે, મકવાણા,આર,એસ, ગૌતમ, તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અસ્થિ કલશ યાત્રા તમામ વિસ્તાર માં ફરી બુદ્ધ શરનમ ગચછામી ના નાદ સાથે વડોદરા સંકલ્પ ભુમી જવા રવાના થઈ હતી.