ગુજરાત

શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત

શરદ રાત્રિ 2025 – આરંભ, અમદાવાદમાં પરંપરાગત રાસ ગરબાની ધમાકેદાર શરૂઆત

શરદ રાત્રિ આરંભ 2025: પરંપરા અને લોકોને એકઠા લાવતી વિશિષ્ટ ગરબા રાત

અમદાવાદ (ગુજરાત)  : અમદાવાદમાં નવરાત્રિની ધમાકેદાર શરૂઆત ફરી એક વાર “શરદ રાત્રિ- આરંભ ” સાથે થઈ છે. આ ખાસ રાસ-ગરબાનું આયોજન ઉદ્યોગસાહસિક શ્રુતિ ચતુર્વેદી અને મનુ ખેરાએ કર્યું હતું. ઉજવણીમાં સેલિબ્રિટીઝ, ઈન્ફ્લુએન્સર્સ, બિઝનેસ લીડર્સ, રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ હાજર રહ્યા.

કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી ના પંડિત અને પાંચ મહિલા પૂજારીઓએ કરેલી ભવ્ય આરતીથી થઈ. એ ક્ષણે સમગ્ર માહોલમાં આધ્યાત્મિકતા અને એકતાની લાગણી પ્રસરી ગઈ. ત્યારબાદ પરંપરાગત બે તાળી, ત્રણ તાળી, રાસ અને ડાંડીયાના તાલે સૌ ગરબે ઝૂમી ઉઠ્યા.

ગણમાન્ય મહેમાનોમાં અજય પટેલ (ચેર્મેન, ADC બેંક અને GSC બેંક ), રવિન્દ્ર ભાટી (ધારાસભ્ય, શિયો–રાજસ્થાન), ચિરંજીવ પટેલ (એમ.ડી., પી.સી. સ્નેહલ ગ્રુપ), પવન બકેરી (બકેરી ગ્રુપ) અને શશાંક કુમાર (કો-ફાઉન્ડર, Razorpay) સહિત અન્ય ઘણા આગેવાનો હાજર રહ્યા.

ગુજરાતી ફિલ્મ જગતમાંથી મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, ઇશા કાંસારા, સિદ્ધાર્થ ભવસર, આરોહી-તત્સત, કિન્જલ રાજપ્રિયા અને આંચલ અગ્રવાલ જેવા કલાકારો આવ્યા અને પોતાના ઉત્સાહથી કાર્યક્રમને જીવંત બનાવ્યું હતું.

કાર્યકમ નો સમાપન અંબાજી શક્તિપીઠ ના પવિત્ર પ્રસાદ વિતરણ થી થયેલ જેને આ ઉત્સવને તેના ધાર્મિક મૂળ સાથે ફરી જોડી દીધેલ હતું.

 

શ્રુતિ ચતુર્વેદીએ ભાવુકતા સાથે કહ્યું:

“શરદ રાત્રિ- આરંભ એ માત્ર એક ઇવેન્ટ નથી, પણ પરંપરા, સંસ્કૃતિ અને સમુદાયની લાગણીને સાથે લાવવાનો પ્રયાસ છે. સૌના પ્રેમ અને હાજરી માટે હું આભારી છું.”

હવે સૌ 6ઠી ઓક્ટોબરે યોજાવનારી “શરદ રાત્રિ- અનંત” ગરબાની રાહ જોઈ રહ્યા છે, જે શરદ પૂર્ણિમાના રાત્રે “ચંદ્રની 16 કલાઓ” ના થીમ પર આધારિત છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button