સુરત શહેરની 55 શાળાના પ્રિન્સિપાલ્સ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અદાણી હઝીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત

સુરત શહેરની 55 શાળાના પ્રિન્સિપાલ્સ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અદાણી હઝીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત
શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અદાણી ફેસિલિટીઝની મુલાકાત લેવાની તક – અદાણી ફાઉન્ડેશનની પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’
સુરત, 24 જુલાઈ, 2025 – અદાણી ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’ અંતર્ગત આજે સુરત શહેરની ૫૫ શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) શ્રી ભગીરથસિંહ પરમાર દ્વારા અદાણી હઝીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી. સુરત વિસ્તારમાં પ્રથમ વખત શાળાના આચાર્યનો આટલો મોટો જૂથ એકસાથે ઔદ્યોગિક યુનિટની મુલાકાતે ગયો છે.
પ્રોજેક્ટ ઉડાન, અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાદાયક યાત્રાથી પ્રેરિત શૈક્ષણિક પહેલ છે, જે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્તરની સંસ્થાઓને અદાણીની વિવિધ સાઇટ્સની મુલાકાત લઈને કંપનીના દૈનિક કાર્યપ્રણાલી અને જટિલ કામગીરીને સમજવાની તક આપે છે. સુરતમાં આ મુલાકાતો અદાણી હજીરા પોર્ટ, ઓઇલ રિફાઇનરી અને સિમેન્ટ પ્લાન્ટ જેવી ઓપરેશનલ સાઇટ્સ પર યોજાય છે. સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ માટે આ પહેલ મફત છે, જ્યારે ખાનગી સંસ્થાઓ માટે નામમાત્ર ફી લાગુ પડે છે.
ભારતભરના લાખો વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક અનુભવનો લાભ લીધો છે. આ મુલાકાત ખાસ શાળાના આચાર્ય માટે યોજાઈ હતી જેથી તેઓ આ પહેલના મહત્વને સમજી શકે અને વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે.આ આ મુલાકાત માટે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી અને જણાવ્યું કે આ તેમની ઔદ્યોગિક કામગીરીની પ્રથમ પ્રત્યક્ષ અનુભૂતિ હતી. DEO શ્રી ભગીરથસિંહ પરમારએ અદાણી ગ્રૂપનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું, “આ પહેલ વિદ્યાર્થીઓને વાસ્તવિક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જોવા માટે અનોખી તક આપે છે. તે તેમના દૃષ્ટિકોણને વિસ્તૃત કરે છે, જિજ્ઞાસા જગાવે છે અને શીખવા માટે ઉત્સાહ વધારશે.”
અદાણી ફાઉન્ડેશન, અદાણી ગ્રૂપની સામાજિક કલ્યાણ અને વિકાસની શાખા તરીકે, શાળા અને કોલેજના (ટેકનિકલ અને નોન-ટેકનિકલ) વિદ્યાર્થીઓ માટે અદાણી ગ્રૂપની ફેસિલિટીઝની મુલાકાત માટે exposure tours આયોજિત કરે છે. આ મુલાકાતોનું ઉદ્દેશ યુવાન મનને વિવિધ ઉદ્યોગોમાં રસ લેવાની પ્રેરણા આપવી અને તેમને જીવનમાં મોટા સપનાઓ જોવા માટે પ્રોત્સાહિત કરવું છે. ફાઉન્ડેશન માને છે કે જ્યારે યુવાનોને exposure મળે છે, ત્યારે તેઓ પોતાની ક્ષમતા સમજવા અને તેના માટે પ્રયત્ન કરવા માટે પ્રેરિત થાય છે. ઉડાન મુલાકાતમાં પોર્ટ ફેસિલિટીઝની માર્ગદર્શન સાથે મુલાકાત, ઇન્ટરએક્ટિવ સત્રો અને શાળાઓ સાથે ભવિષ્યની સહકારિતાની ચર્ચાઓનો સમાવેશ થયો હતો. વધુ માહિતી માટે મુલાકાત લો: www.projectudaan.in
અદાણી ફાઉન્ડેશન વિશે:
1996થી અદાણી ફાઉન્ડેશન (https://www.adanifoundation.org/) અદાણી ગ્રૂપની સામાજિક કલ્યાણ અને વિકાસની શાખા તરીકે ભારતભરમાં ટકાઉ પરિણામો માટે વ્યૂહાત્મક સામાજિક રોકાણો કરવા માટે પ્રતિબદ્ધ રહી છે. તે શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ટકાઉ જીવનજરૂરીઓ, હવામાન ક્રિયા અને સમુદાય વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં બાળકો, મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયોના જીવનને સશક્ત અને સમૃદ્ધ બનાવી રહી છે. ફાઉન્ડેશનની વ્યૂહરચનાઓ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંકલિત છે. અદાણી ફાઉન્ડેશન હાલમાં 21 રાજ્યોના 7,060 ગામોમાં કાર્યરત છે અને 96 લાખ જીવનોને સકારાત્મક રીતે અસર પહોંચાડી રહી છે.