એન્ટરટેઇનમેન્ટ

શેમારૂમી રજૂ કરે છે ‘જય માતા જી – લે’ટ્સ રૉક” નો વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર

શેમારૂમી રજૂ કરે છે ‘જય માતા જી – લે’ટ્સ રૉક” નો વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર – ઉંમર, પસંદગી અને ગોટાળાની અનોખી કહાની

 

ગુજરાત, ઓક્ટોબર ૨૦૨૫: જ્યારે એક ૮૦ વર્ષીય દાદી શોધી કાઢે કે સરકારની એક યોજના જીવનને ઉંધું પલટી શકે છે, ત્યારે શું થાય? મલ્હાર ઠાકર, ટીકો તાલસનિયા, વંદના પાઠક અને નીલા મુલ્હેરકર અભિનીત ‘જય માતા જી – લે’ટ્સ રૉક” આ સવાલનો જવાબ આપે છે — હાસ્ય, લાગણી અને થોડા નાટ્યાત્મક તડકા સાથે. આ ખૂબ પસંદ કરાયેલી પરિવારિક ફિલ્મનો ડિજિટલ પ્રીમિયર ૧૬ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ શેમારૂમી પર થવા જઈ રહ્યો છે, જે આ તહેવારની મોસમમાં ગુજરાતી સ્ટાઇલના મસ્તીભર્યા મિજાજની મજેદાર ડોઝ આપશે.

 

જય માતા જી – લે’ટ્સ રૉક સુંદર રીતે બતાવે છે કે ગોટાળો અને પ્રેમ એકસાથે કેવી રીતે હાથમાં હાથ નાખી ચાલે છે — ખાસ કરીને જ્યારે દાદી પોતાનો ‘ફેમિલી રૂલબુક” ફરીથી લખવાનું નક્કી કરે છે.

ફિલ્મમાં એક ઉર્જાવાન દાદીની કહાની છે, જેઓના જીવનમાં એક સરકારની યોજનાને કારણે રાતોરાત બદલાવ આવી જાય છે. અચાનક, તેઓ જીવનના નિર્ણયના ચોરાહે ઉભી થાય છે – શું તેઓ પોતાના સ્વાર્થી દીકરાઓ અને વહુઓને પાઠ શીખવશે? શું તેઓ જૂના પ્રેમને ફરીથી જીવંત કરશે? શું તેઓ આધુનિક, રંગીન જીવનશૈલી અપનાવશે? કે પછી બધું જ એકસાથે કરશે અને કહેશે – ‘થગ લાઇફ”?

 

મનિશ સૈનીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં બુદ્ધિ અને ભાવનાનું સુંદર સંયોજન છે, જે ગૌરવ, સ્વતંત્રતા અને જીવનના અંતિમ વર્ષોમાં મળતા નવા મોકાઓ પર પ્રકાશ પાડે છે. ફિલ્મ એક પ્રશ્ન પૂછે છે — ‘કોણે કહ્યું કે ૮૦નું દાયકું ધીમું થવાનું હોય છે?”

 

ફિલ્મ વિશે વાત કરતાં મલ્હાર ઠાકરે જણાવ્યું,’મનિશ સૈનીએ એટલા ગંભીર વિષયને હાસ્યરૂપ આપ્યો, પણ આખી ફિલ્મમાં સંવેદનશીલતા જાળવી રાખી — તે ખરેખર પ્રભાવશાળી હતું. હું વાર્તા સાંભળતા જ જોડાઈ ગયો. બધા કલાકારો સાથે કામ કરીને ઘણું શીખવા મળ્યું અને અમને શૂટિંગ દરમિયાન બહુ મજા આવી. મને લાગે છે કે આ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઉછાળા તરફનું એક વધુ પગથિયું છે. આ એવી ફિલ્મ છે કે જે તમને હસાવે પણ છે અને અંતે હૃદયને સ્પર્શી જાય છે, કારણ કે દરેક ભારતીય પરિવાર થોડી ડ્રામેટિક છતાં પ્રેમાળ ગોટાળાની કહાની છે.”

 

અભિનેતા ટીકો તાલસનિયાએ ઉમેર્યું, “’જય માતા જી – લે’ટ્સ રૉક’ સમાજને એક અરીસો બતાવે છે — કટાક્ષના રૂપમાં, કે કેવી રીતે માતાપિતાને માન ત્યારે જ મળે છે જ્યારે પૈસા વચ્ચે આવે છે. આ કડવી હકીકત છે. એક દીકરા અને પિતા તરીકે હું માનું છું કે આ ફિલ્મ યાદ અપાવે છે કે માતા-પિતાનો આદર પ્રેમથી થવો જોઈએ, સુવિધાથી નહીં. થિયેટર રિલીઝ પછી હવે તેનો વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર શેમારૂમી પર થઈ રહ્યો છે, જે આ સંદેશને વધુ પરિવારો સુધી પહોંચાડશે.”

 

હાસ્ય અને સામાજિક સંદેશનો અનોખો મિશ્રણ ધરાવતી જય માતા જી – લે’ટ્સ રૉક જીવન, જિજિવિષા અને દરેક ઉંમરે નિર્ભયતાથી જીવવાની ભાવનાનો ઉત્સવ છે.

 

આ તહેવારમાં રિ-રન છોડો અને જય માતા જી – લે’ટ્સ રૉક સ્ટ્રીમ કરો — દાદી આ વખતે મંચ પર છે અને તે આખા પરિવારને ઝૂમાવી દેશે!

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button