શિનોરના ખેડૂત પુત્રનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત

શિનોરના ખેડૂત પુત્રનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત
સમાચાર મળતાં ગામમાં ગમગીની છવાઈ
હસમુખ પટેલ, સાધલી
શિનોર તાલુકાના દામાપુરા ગામના એક પટેલ ખડૂતે પોતાના પુત્ર ને ડિપ્લોમા અભ્યાસ કરાવી 40 લાખ નો ખર્ચો કરી કેનેડા ખાતે ડિગ્રી કરવા મોકલેલ હતો. તેનું ગત રોજ માર્ગ ક્રોસ કરતા એક કાર ચાલકે અડફેટે લેતા તેનું મોત થયું હોવાના સમાચાર તેના કુટુંબ અને ગ્રામજનો ને મળતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
શિનોર તાલુકા મથકના નાનકડા ગામ દામાપુરાના ખેતી નો વ્યવસાય કરતા કમલેશભાઈ હરીભાઈ પટેલ ને સંતાનમાં બે પુત્રી મિતુષા, નેન્સી અને એક પુત્ર સપન પૈકી બે પુત્રી ના લગ્ન કરી દીધા છે. જ્યારે નાનો પુત્ર સપનને (ઉંમર 23 વર્ષે ) બે વર્ષ પહેલા એમ.એસ મા ડિપ્લોમા અભ્યાસ કરાવી 40 લાખ નો ખર્ચો કરી તેને ડિગ્રી કરવા માટે કેનેડા મોકલ્યો હતો. અને હાલમાં જ વાત થતા તેને બે મહિનામાં કેનેડા ના પી.આર પણ મળી જવાના હોવાની વાત થઇ હતી. પણ ગઈ કાલે રાત્રે સપન ગરબા રમવા ગયો હતો. ગરબા પતી ગયા બાદ મોડી રાત્રે ત્યાના 1 વાગ્યા ના સમય ની આસપાસ ટોરેન્ટો ઓન્ટેરિયા પરત કારમાં આવ્યો હતો. કાર ની નીચે ઉતરી માર્ગ ક્રોસ કરવા જતા એક કાર પૂર ઝડપે આવી તેને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થતા તેને કેનેડા હોસ્પિટલે લઇ જતા તેને મૃત જાહેર કર્યો હતો. આ વાત ના સમાચાર દામાપુરા તેના માતા પિતા ને મળતા પોતાના પુત્ર ને ગુમાવી દીધો હોય ભારે શોકમાં આવી ગયા હતા. નાનાકડા ગામમાં આ વાત વાયુ વેગે ફેલાતા આખા ગામ મા શોક છવાઈ ગયો છે. અને કમલેશભાઈ ના ઘરે તેમના દુઃખમાં સહભાગીદાર અને શાંત્વના આપવા માટે ગ્રામજનો આવી ગયા હતા. કમલેશભાઈ અને વિલાસબેને પોતાનો પુત્ર ગુમાવતા માથા પર આભ તૂટી પડ્યું હોય પોતાના પુત્ર ને છેલ્લીવાર જોવા માટે સપન નો મૃત દેહ પોતાના વતન દામાપુરા આવે તેવી ઈચ્છા પ્રગટ કરી હોય ગ્રામજનો દ્વારા નેતાઓ નો સંપર્ક સાધી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.