શિનોરની મધ્યમ વર્ગની દીકરી તબ્બસુમ કાઝીએ Ph.D. મેળવી શિનોરનું ગૌરવ વધાર્યું

શિનોરની મધ્યમ વર્ગની દીકરી તબ્બસુમ કાઝીએ Ph.D. મેળવી શિનોરનું ગૌરવ વધાર્યું
શિનોરની મધ્યમ વર્ગના પરિવારની દીકરીએ ઉચ્ચ અભ્યાસમાં PHDની નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી શિનોરનું ગૌરવ વધાર્યું .
શિનોર નગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનના સંચાલક કાઝી ઐયુબભાઈ મહંમદભાઈની દીકરી તબ્બસુમ કાઝીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના PDS (Public Distribution System) વિષયમાં મહાનિબંધ લખી ડોક્ટરેટ (Ph.D.)ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તબ્બસુમ કાઝીએ આ સંશોધન કાર્ય ડો. માલા શર્માના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના વડા ડો. સંજયભાઈ પરદેશીના પ્રોત્સાહનથી તેમણે અર્થશાસ્ત્રના મહત્વપૂર્ણ વિષય એવા પીડીએસ પર વિગતવાર અને સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો હતો. આ મહાનિબંધનું મૂલ્યાંકન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. નવીન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. પીડીએસ જેવી જનકલ્યાણ સાથે જોડાયેલી વ્યવસ્થા પર કરાયેલ આ સંશોધન કાર્યને આધારે તબ્બસુમ કાઝીને ડોક્ટરેટની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિથી પરિવાર, સમાજ તેમજ સમગ્ર શિનોર નગરમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. મધ્યમ વર્ગના પરિવારની દીકરીએ કઠિન પરિશ્રમ, લગન અને દ્રઢ સંકલ્પ સાથે પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી શિનોર નગરને રાજ્ય સ્તરે ઓળખ અપાવી છે, જે અન્ય દિકરીઓ માટે પ્રેરણારૂપ બનશે.



