પ્રાદેશિક સમાચાર
સુરતના ઉધના ત્રણ રસ્તા સ્થિત શ્રમિક અન્નપૂર્ણા ભોજન પીરસ્યું હતું

Surat News: યોજના બુથ, ઉધના ખરવરનગર સ્થિત શ્રમિક કોલોની તેમજ ઉધના દરવાજા પાસેની બાંધકામ સાઇટની મુલાકાત લઈ શ્રમિકો સાથે રૂબરૂ થતા ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ, હાઈ કોર્ટના સિનિયર જજશ્રી બિરેન વૈષ્ણવ અને સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી આર.ટી.વચ્છાની. મહાનુભાવોએ સ્વહસ્તે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને અન્નપૂર્ણા યોજનાનું ભોજન પીરસ્યું હતું અને શ્રમિકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. ઉપરાંત, શ્રમિકોને બાળકોને ચોકલેટ, બિસ્કીટ, પુસ્તકો, નોટબુક્સની શૈક્ષણિક કીટની ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.