કોટક લાઈફએ ‘કોટક સિગ્નેચર લેગસી’ લોન્ચ કર્યું – એક સંપૂર્ણ લાઈફ ટર્મ પ્લાન જે પરિવારની સુરક્ષા પ્રત્યે લાઈફ ટાઈમ કમિટમેન્ટને ઓનર કરે છે

કોટક લાઈફએ ‘કોટક સિગ્નેચર લેગસી’ લોન્ચ કર્યું – એક સંપૂર્ણ લાઈફ ટર્મ પ્લાન જે પરિવારની સુરક્ષા પ્રત્યે લાઈફ ટાઈમ કમિટમેન્ટને ઓનર કરે છે
મુંબઈ, 16 ફેબ્રુઆરી, 2026: કોટક મહિન્દ્રા લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“કોટક લાઈફ”) એ આજે કોટક સિગ્નેચર લેગસી, લોન્ચ કરવાની જાહેરાત કરી, જે એક સંપૂર્ણ લાઈફ ટર્મ પ્લાન છે જે 99 વર્ષની ઉંમર સુધીનું લાઈફ કવર આપે છે; જે વ્યક્તિઓને તેમના પરિવારની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવવામાં અને કાયમી વારસો બનાવવામાં મદદ કરે છે.કોટક સિગ્નેચર લેગસી 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોની વાસ્તવિકતા દર્શાવે છે; તેમની સુરક્ષા તેમની પ્રગતિ સાથે ગતિ જાળવી શકી નથી.
જેમ જેમ કારકિર્દી આગળ વધે છે અને જવાબદારીઓ વધે છે, તેમ તેમ હોમ લોન, EMIs, લાંબા ગાળાના કૌટુંબિક ધ્યેયો અને અપેક્ષાઓ જેવી જેવા ફાઇનાન્શિયલ કમિટમેન્ટ પણ વધતા રહે છે. જોકે, આ તબક્કે ઘણા લોકોને એવું લાગી શકે છે કે તેમનું પ્રોટેક્શન પૂરતું નથી કારણ કે હાલનું કવર પૂરતું નથી અથવા લાંબા સમયથી તેને રીવ્યુ કરવામાં આવ્યું નથી.
કોટક સિગ્નેચર લેગસી પ્લાન આ ખાલી જગ્યાને પૂર્ણ કરે છે. આ પ્લાન બદલાતી લાઇફસ્ટાઇલ અને જવાબદારીઓ સાથે વધતી જતી લાંબા ગાળાની સુરક્ષા પૂરી પાડે છે, જે નાણાકીય સુરક્ષાનું રક્ષણ કરતી વખતે લાંબા ગાળાનો વારસો આપે છે.
કોટક લાઈફના મેનેજિંગ ડિરેક્ટર શ્રી. મહેશ બાલસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, કોટક લાઈફ ખાતે, અમારું અતૂટ કમિટમેન્ટ નવીનતા લાવવાની અને એવા પ્રોડક્ટ્સ આપવાની છે જે ખરેખર અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. કોટક સિગ્નેચર લેગસી વ્યક્તિઓને તેમની વધતી જતી સુરક્ષાની જરૂરિયાતોને એક એવા પ્લાન સાથે મજબૂત બનાવવા સક્ષમ બનાવે છે જે તેમના જીવન સફર સાથે આગળ વધે છે. અમારું માનવું છે કે આ પ્રોડક્ટ પરિવારોને આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ સાથે મજબૂત નાણાકીય સુરક્ષા પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રોડક્ટ પ્લાનના બે વિકલ્પો આપે છે:
લેગસી પ્લાન – વધતા લાઈફ કવર સાથે સંપૂર્ણ લાઈફ કવર (99 વર્ષની ઉંમર સુધી)
લેગસી પ્લસ પ્લાન – વધતા લાઈફ કવર અને પ્રીમિયમના રિટર્ન સાથે સંપૂર્ણ લાઈફ કવર (99 વર્ષની ઉંમર સુધી)
આ પ્રોડક્ટ અનેક ઈન-બિલ્ટ બેનિફિટ્સ આપે છે, જેમાં ટર્મિનલ બીમારી માટે કવરેજ, પ્રીમિયમ પેમેન્ટ ટર્મ દરમિયાન એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ અને પ્રીમિયમ પેમેન્ટ ટર્મ પછી વધતું જતું ક્રિટિકલ ઈલનેસ બેનિફિટ નો સમાવેશ થાય છે. ગ્રાહકોને આરોગ્ય અને તંદુરસ્તીનો બેનિફિટ પણ મળે છે, જેમાં દર ત્રણ વર્ષે ફ્રી મેડિકલ ચેકઅપ* નો સમાવેશ થાય છે.



