સ્પોર્ટ્સ

છોટુભાઈ એ.પટેલ લર્નિંગ ઇન્સિટટ્યૂટના ક્રિકેટ મેદાન પર બ્લાઇન્ડ ક્રિકેટ એસો. ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પ્રેક્ટિસ અર્થે પહોંચ્યા

છોટુભાઈ એ.પટેલ લર્નિંગ ઇન્સિટટ્યૂટના ક્રિકેટ મેદાન પર બ્લાઇન્ડ ક્રિકેટ એસો. ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પ્રેક્ટિસ અર્થે પહોંચ્યા

શિનોર તાલુકાના મોટા ફોફળિયા ના શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છોટુભાઈ એ .પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટના ક્રિકેટ મેદાન પર બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતના પ્રજ્ઞા ચક્ષુ ક્રિકેટરો આંધ્ર પ્રદેશ ના હૈદરાબાદ ખાતે આગામી દિવસોમાં નેશનલ લેવલની એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જનાર હોય તેના ભાગરૂપે પ્રેક્ટિસ માટે આવી પહોંચેલ છે. પ્રેક્ટિસ માટે આવેલ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોમાં સાત જેટલા ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ ના વર્લ્ડ કપમાં ભાગ લીધેલ છે.

શિનોર તાલુકાના મોટા મોટા ફોફળિયા ખાતે શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યતન સુવિધા સજ્જ શ્રી છોટુભાઈ એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, આ શાળા સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ રમતો માટેના મેદાનો છે જેમાં ક્રિકેટનું મેદાન હરિયાળા ઘાસથી આચ્છાદિત છે ,ત્યાં ક્રિકેટની રમતને ઉત્તેજન મળે તે માટે અવારનવાર જુદા જુદા ક્રિકેટરો પ્રેક્ટિસ કરવા માટે આવે છે. પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો માટે ની આગામી 21 થી 27 ડિસેમ્બર દરમિયાન આંધ્રપ્રદેશના હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય સ્તરની બ્લાઇન્ડ ક્રિકેટની એક દિવસીય ટુર્નામેન્ટ જવાના હોય તેમાં બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરનાર પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો તારીખ 16 ,17 ,18 ડીસેમ્બર ત્રણ દિવસ દરમિયાન પ્રેક્ટિસ માટે આવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પ્લાસ્ટિકના ઘૂઘરી વાળા બોલથી ક્રિકેટ ની પ્રેક્ટિસ કરતા જોવા મળેલ છે. કુદરતની દ્રષ્ટિ ની ખોળ હોવા છતાં આ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો એ ખોળને ભૂલીને ખૂબ જ આત્મવિશ્વાસથી ક્રિકેટ રમતા જોવા મળેલ છે. પ્રેક્ટિસ કરતા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોમાં સાત જેટલા ક્રિકેટરો ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય બ્લાઈન્ડ ક્રિકેટમાં ભાગ લઈ ચૂકેલા છે અને તેમાંથી પાંચ ક્રિકેટરો એ વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવવામાં મહત્વનો ફાળો આપેલ છે, તેવી માહિતી પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમના કેપ્ટન કલ્પેશભાઈએ પૂરી પાડી હતી. વધુમાં તેઓએ જણાવેલ કે મોટા ફોફળિયા ના શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને તેમાંય ખાસ કરીને ક્રિકેટ ના મેદાન અને તેની સવલતો થી આ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોને પ્રોત્સાહન મળતા ખૂબ પ્રભાવિત થયેલ છે. ત્રણ દિવસની ક્રિકેટ પ્રેક્ટિસ દરમિયાન સંસ્થા દ્વારા મેદાન અને ભોજનની સુવિધા વિના મૂલ્ય પૂરી પાડવામાં આવેલ છે.
બ્લોક:
બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનું ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સાત ખેલાડીઓ જેમાં કલ્પેશભાઈ, દિનેશભાઈ રાઠવા, અનિલ બારીયા, ગણેશ મોડ કર, સુભાષ ભોયા, નરેશભાઈ, ગણેશ ભૂસાર રમી
ચૂકેલા છે. ઉકત પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો માંથી ભૂતકાળમાં પાંચ ક્રિકેટરો એ બ્લાઇન્ડ ક્રિકેટના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવેલ છે.પ્રજ્ઞાચક્ષુ માટે ખાસ બોલ બનાવાય છે. શક્તિ કૃપા ટ્રસ્ટ થી પ્રભાવિત થઈ પ્રજ્ઞાચક્ષુ દ્વારા બોલની ભેટ મેનેજર અશોક પટેલ ને આપવામાં આવી હતી.
પ્રજ્ઞાચક્ષુ માટે ક્રિકેટ રમવા માટે હેવી પ્લાસ્ટીક નો બોલ જેમાં સાયકલ મા વપારાતા છરા નાખી બનાવાય છે. આ બોલ હવામાં પણ હોય તો તેમાં રહેલ છરા ના અવાજ થી બોલ ક્યાં છે તેનો અંદાજો આવતો હોય છે. આ બોલ મા વપરાતું હેવી પ્લાસ્ટિક બેંગ્લોર અને પાકીસ્તાન મા ઉપલબ્ધ હોય ત્યાં બોલ બને છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button