એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.2,088નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.98ની વૃદ્ધિ
એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.2,088નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.98ની વૃદ્ધિ
ક્રૂડ તેલમાં રૂ.3નો મામૂલી ઘટાડોઃ નેચરલ ગેસ, કોટન-ખાંડીમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.14372.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66456.13 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9696.41 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18900 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.80829.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14372.28 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66456.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18900 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1148.72 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9696.41 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.77317ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77520 અને નીચામાં રૂ.76878ના સ્તરને સ્પર્શી, રૂ.77317ના આગલા બંધ સામે રૂ.98 વધી રૂ.77415ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.138 વધી રૂ.62603ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.7725ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.107 વધી રૂ.77450ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.89326ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91480 અને નીચામાં રૂ.88737ના સ્તરને સ્પર્શી, રૂ.89221ના આગલા બંધ સામે રૂ.2088 વધી રૂ.91309ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1976 વધી રૂ.91285ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.1951 વધી રૂ.91265ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1916.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.11.9 વધી રૂ.812.25ના ભાવ થયા હતા. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ.1.15 વધી રૂ.274.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 20 પૈસા વધી રૂ.238.45ના ભાવ થયા હતા. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 55 પૈસા વધી રૂ.177.2ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2813.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6345ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6371 અને નીચામાં રૂ.6317ના સ્તરને સ્પર્શી, રૂ.6373ના આગલા બંધ સામે રૂ.3 ઘટી રૂ.6370ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.2 વધી રૂ.6371ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.23.3 વધી રૂ.313.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.23.1 વધી રૂ.313.1ના ભાવે બોલાયો હતો.