સ્પોર્ટ્સ

વનબંધુ પરિષદ દ્વારા હાફ મેરેથોન એકલ રન 3.0મા છ હજાર સ્પર્ધકોએ ભાગ લીધો

વનબંધુ પરિષદ દ્વારા હાફ મેરેથોન એકલ રન 3.0મા છ હજાર સ્પર્ધકોએ ભાગ લીધો

વનવાસી સમાજના ઉત્થાન માટે સમર્પિત ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી (વનબંધુ પરિષદ) દ્વારા રવિવારે સવારે છ વાગ્યે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીથી હાફ મેરેથોન એકલ રન 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે લીલી ઝંડી બતાવી મેરેથોનને રવાના કરી હતી. આ પ્રસંગે VNSGU ના કુલપતિ ડો. કિશોર સિંહ ચાવડા અને વનબંધુ પરિષદના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ત્રિભુવન કાબરા પણ ઉપસ્થિત રહ્યા હતા. એકલ રનમાં 6 હજારથી વધુ રનર્સ અને પેસર્સે ભાગ લીધો હતો, જેમાંથી લગભગ 500 સ્પર્ધકો સુરત બહારથી આવ્યા હતા. “રન ટુ એજ્યુકેટ” ના ધ્યેય સાથે આ દોડ દ્વારા વનવાસી સમાજની શિક્ષણ પ્રત્યે જનજાગૃતિનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. “નાના કદમ – મોટા ઈરાદા” ના મૂળ મંત્ર સાથે આયોજિત આ દોડ માત્ર એક રમતગમતનો કાર્યક્રમ જ નહીં, પરંતુ સામાજિક સેવા, શિક્ષણ અને એકતાનો પ્રેરણાદાયી ઉત્સવ બની રહ્યો.
એકલ રનમાં સ્પર્ધકોએ પાર્ટી સૂટ, સાડી વગેરે પહેરીને ભારતની એકતાનો પરિચય આપ્યો હતો. અલગ-અલગ કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ રનર્સ માટે પાણી, મેડિકલ, ડ્રેસ કિટ, મેડલ, નાસ્તો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ આયોજનમાં કાર્યક્રમના સ્પોન્સર્સ વિશાલ બુધિયા, રાજેશ ગુપ્તા, અરવિંદ કોઠારી, મહેશ જરીવાલા ઉપરાંત સંસ્થાના સંરક્ષક પ્રમોદ ચૌધરી, વેસ્ટ ઝોન ચેરમેન શ્યામ ગર્ગ, એકલ રનના ચેરમેન શ્રીનારાયણ પેડીવાલ, રેસ ડાયરેક્ટર લલિત પેડીવાલ, ઇવેન્ટ કોઓર્ડિનેટર યુવા ટીમના ગૌતમ પ્રજાપતિ, ગોપેશ અગ્રવાલ, અનુરાગ જૈન, જય સ્વર્ણકાર સહિત અનેક પદાધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button