વ્યાપાર

Škoda Auto India એ ભારતમાં પોતાના 25મા વર્ષમાં 500,000 કારના વેચાણા આંકડાને પાર કર્યો

Škoda Auto India એ ભારતમાં પોતાના 25મા વર્ષમાં 500,000 કારના વેચાણા આંકડાને પાર કર્યો
ભારતમાં પોતાની આગેકૂચ ચાલુ રાખીને, Škoda Auto India એ દેશમાં પોતાના આગમનથી શરુ કરતાં અત્યાર સુધીમાં 5 લાખ કારનું સીમાચિહ્ન પાર કર્યું છે. પોતાના સિલ્વર જ્યુબિલી વર્ષમાં, અત્યાર સુધીમાં બ્રાન્ડ અનેક માસિક, ત્રિમાસિક અને વાર્ષિક સીમાચિહ્નો પાર કરી ચૂકી છે. અને 2025 ના છેલ્લાથી આગલા મહિનામાં, બ્રાન્ડે દેશમાં 5,491 કારનું વેચાણ કરીને પાછલા વર્ષના આ જ મહિનાની સરખામણીમાં 90% વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ નોંધાવી છે.

આ વૃદ્ધિ વિશે વધુ વિગતો આપતાં, Škoda Auto India ના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, “અમારું વિસ્તરી રહેલું નેટવર્ક, અમારી ગ્રાહકો માટેની મૂલ્ય આધારિત રજૂઆતો, અને બહોળી ઉત્પાદ શ્રેણીની પ્રસ્તુતિ એવા મુખ્ય ચાલકબળો રહ્યાં છે જેના થકી અમે 5 લાખ વાહનના વેચાણના સીમાચિહ્નને પાર કરી શક્યાં છીએ અને દર મહિને વેચાણના વર્ષ-દર-વર્ષ આંકડાઓમાં સતત વૃદ્ધિ નોંધાવી છે. અમે અમારા ઉત્પાદો માટે આ જોશ જાળવી રાખીશું અને અમારા ગ્રાહકો તથા અમારા ચાહકોની વધુ નજીક પહોંચવાનો પ્રયાસ કરીશું.”

સિડાનની સાફલ્યગાથા
Škoda Auto એ સિડાનની નક્કર સાફલ્યગાથા વડે પોતાને ભારતમાં પ્રસ્થાપિત કર્યું છે. 130 વર્ષના વૈશ્વિક વારસા અને ભારતમાં 25 વર્ષના ઝળહળતા ઇતિહાસ વડે, Octavia આ બ્રાન્ડની એક નક્કર સાફલ્યગાથાનું પ્રમાણ બની ચૂકી છે. પોતાના 25 મા વર્ષમાં બ્રાન્ડે પાર કરેલા અનેક સીમાચિહ્નોમાંનું એક છે Octavia RS નું પુનરાગમન, જે તેને ભારતમાં કારના સૌથી જૂના નામોમાંનું એક બનાવે છે. ભારત માટે ફાળવવામાં આવેલ દરેક Octavia કાર બુકિંગ શરુ થયાની 20 મિનિટની અંદર વેચાઈ ગઈ હતી. અને 1.0 TSI તથા 1.5 TSI સંસ્કરણોમાં Slavia સિડાન થકી Škoda Auto India ભારતમાં સિડાનની સાફલ્યગાથાને આગળ વધારી રહ્યું છે.

દરેક અભિલાષા માટે એક SUV
રૂપિયા 7.5 લાખથી લઈને રૂપિયા 45.9 લાખ સુધી, Škoda Auto India પાસે SUVની વિસ્તૃત શ્રેણીની પ્રસ્તુતિ છે જે દેશમાં દરેક જરૂરિયાત અને અભિલાષાઓને પૂરી કરે છે. Kodiaq, જેનું પદાર્પણ ભારતમાં તેમજ વિશ્વભરમાં 2017માં થયું હતું, તેણ આ કિંમતની શ્રેણીમાં એક અનન્ય લક્ઝરી 4×4 પ્રસ્તુતિની સૌથી નવીનતમ રજૂઆત તરીકેની ખ્યાતિ જાળવી રાખી છે. Kushaq જે Škoda ની MQB-A0-IN પર આધારિત, ભારતને ધ્યાનમાં રાખીને બનાવેલું, વિશ્વભરમાં પહોંચવા માટે સૌપ્રથમ પ્રસ્તુતિ છે, તે લક્ઝરી, ટેક્નોલૉજિ, અને Škoda ની આગવી ઑન-રોડ ડાયનામિક્સનો સુમેળ રજૂ કરે છે અને તે વૈશ્વિક NCAPના નવા, વધુ સખત પરીક્ષણ માનકો હેઠળ પુખ્તો તથા બાળક, એમ બંને સવારો માટે પૂરા પાંચ સ્ટાર પ્રાપ્ત કરનારું ભારતનું પ્રથમ વાહન પણ બન્યું છે. ઉપરાંત, સલામતીની સુસંગત પરંપરાને આગળ વધારતાં, Kylaq SUV એ ભારત NCAPના સલામતી પરીક્ષણોમાં પુખ્તો તથા બાળકોની સલામતી માટે પૂરાં પાંચ સ્ટાર પ્રાપ્ત કર્યાં છે.
પોતાના ઉત્પાદોની બહોળી શ્રેણી, ગ્રાહક-કેન્દ્રિત અનેક નવી રજૂઆતો અને પેકેજો, તથા 180 શહેરોમાં ફેલાયેલા 320 થી વધુ ગ્રાહક ટચપૉઇન્ટ થકી વિસ્તરણ વડે, Škoda Auto India તેના સૌથી સફળ વર્ષમાં પ્રાપ્ત કરેલી વૃદ્ધિનું વેગમાન જાળવી રાખવા માટે કટિબદ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button