સ્માર્ટીકિડ્સ ફ્રેન્ચાઈઝ પાર્ટનર્સ ઈનોવેટિવ શૈક્ષણિક પદ્ધતિ સાથે ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ આપવા સજ્જ
• લોન્ચિંગના 30 દિવસમાં મેન્ટલ અર્થમેટિક માટે 100થી વધુ બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
અગ્રણી એજ્યુકેશન સેન્ટર તરીકે ઉભરી રહેલાં સ્માર્ટીકિડ્સે તેના નેટવર્ક સાથે ફ્રેન્ચાઈઝ પાર્ટનર્સના અનુભવો અને સફળતાઓ રજૂ કરતાં સિદ્ધિઓ દર્શાવી છે.લોન્ચિંગના 30 દિવસમાં જ મેન્ટલ અર્થમેટિક માટે 100થી વધુ બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સ્માર્ટીકિડ્સે ફ્રેન્ચાઈઝ પાર્ટનરેસમયસર સમર્થન, ઈનોવેટિવ વ્યૂહરચનાઓ અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેએક સંયોજક અને સહકારી સમુદાયની રચના કરતાં બિઝનેસ મોડલ પર મૂલ્યવાન દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે.સ્માર્ટીકિડ્સના ફ્રેન્ચાઈઝ ઓનર પ્રિયા ભગતિયાએ જણાવ્યું હતું કે,“શરૂઆતથી જ, અમે સ્માર્ટીકિડ્સદ્વારા ઓફર કરવામાં આવેલ વ્યાપક સમર્થન પૂરુ પાડવા પ્રતિબદ્ધ રહ્યા છીએ. સ્માર્ટીકિડ્સસાથે સંકળાયેલ મજબૂત બ્રાન્ડિંગ અને પ્રતિષ્ઠાએ તેને સંભવિત ફ્રેન્ચાઈઝ તરીકે આકર્ષક પસંદગી બનાવી છે.”
ફ્રેન્ચાઈઝ પાર્ટનર્સે સ્માર્ટીકિડ્સ સાથે મળી બ્રાન્ડિંગ, તાલીમ કાર્યક્રમો અને સમર્થિત કોમ્યુનિટી નેટવર્ક સહિત વિવિધ ભાગીદારીના લાભો પર નોંધપાત્ર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “ફ્રેન્ચાઈઝ પાર્ટનર્સ તરીકે અમને સ્માર્ટીકિડ્સ દ્વારા મોટાપાયે સમર્થન અને તાલીમ મળી છે. જે અમને સતત માર્ગદર્શન અને સહાય પ્રદાન કરી સફળતા હાંસિલ કરવામાં સહભાગી બની છે.”
ફ્રેન્ચાઈઝ પાર્ટનર્સે સ્માર્ટીકિડ્સ એજ્યુકેશન સેન્ટરના ભવિષ્ય માટે પોતાનું ગ્રોથ અને ઈનોવેશન પર ફોકસ કરતુ વિઝન રજૂ કરતાં કહ્યું હતું કે, “અમે નવા સ્થળોએ વધારાના સેન્ટર્સશરૂ કરી અમારી પહોંચ અને છાપને વિસ્તરિત કરવા માગીએ છીએ. સ્માર્ટિકિડ્સનો ઉદ્દેશ ટેક્નોલોજી અને ઈનોવેટિવ શિક્ષણ પદ્ધતિનો લાભ આપતાં ઉચ્ચ-ગુણવત્તાવાળા શૈક્ષણિક અનુભવો પ્રદાન કરવાનો છે.”
ફ્રેન્ચાઈઝ પાર્ટનર પ્રિયા ભગતિયાએ ફ્રેન્ચાઈઝને રિસર્ચ, નેટવર્કિંગ અને અનુકૂલન ક્ષમતાઓ પર ભાર મૂકવા સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે, “ફ્રેન્ચાઈઝબનતી વખતે ઉંડાણપૂર્વક રિસર્ચ કરવુ જરૂરી છે. તેમજ સતત નવા ઈનોવેશન્સને અપનાવવા જોઈએ. સતત વિકસતા શૈક્ષણિક ક્ષેત્રે સતત માહિતગાર તેમજ નવી તકોને ઝડપી લેવા સજ્જ રહેવુ જોઈએ.“
ભારતના ફ્રેન્ચાઈઝ ઓનર પ્રિયા ભગતિયાએ જણાવ્યું હતું કે,“સ્માર્ટીકિડ્સ અગ્રણી એજ્યુકેશન ફ્રેન્ચાઈઝ તરીકે સતત ઉભરી રહી છે. ફ્રેન્ચાઈઝ પાર્ટનર્સ તેના સમુદાય સાથે મળી અજોડ સેવાઓ આપવા અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ રહે છે. સ્માર્ટીકિડ્સ આ નેટવર્કનો ભાગ બનવા બદલ ગર્વ અનુભવે છે. આગામી વર્ષોમાં સતત સફળતાની અપેક્ષા રાખીએ છીએ.”