ગુજરાત

ક્યાંક ગોળ અને ક્યાંક ખોળ! વડોદરા તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારીઓના ઈજાફા અટક્યા, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં

ક્યાંક ગોળ અને ક્યાંક ખોળ! વડોદરા તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારીઓના ઈજાફા અટક્યા, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં

વડોદરા તાલુકા હેલ્થ ઓફિસના 11 કર્મચારીઓને પગાર પૂરો ચૂકવાતો નથી, સર્વિસ બુક તેમજ સી.પી.એફ. નો લાભ મળતો ના હોવાના કારણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી.
વડોદરા જિલ્લા આરોગ્યતંત્રની બેવડી નીતિના કારણે વડોદરા તાલુકા હેલ્થ ઓફિસના 11 કર્મચારીઓ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરીને ન્યાયની માગણી કરેલ છે. આરોગ્યના કર્મચારીઓ ના કોર્ટ કેસ નંબર 12537 / 2011 અન્વયે મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો (પુ) તે પૈકીના 322 માંથી વડોદરાના 20 કર્મચારીઓ છે. જેમાં વડોદરા તાલુકાના 11, વાઘોડિયા તાલુકાના 1 ,ડભોઇ તાલુકાના 1, કરજણ તાલુકાના 1 સાવલી તાલુકાના 3 અને પાદરા તાલુકાના 3 કર્મચારીઓ છે. આમાંથી વડોદરા તાલુકા ના 11 કર્મચારીઓ સિવાયના અન્ય તાલુકામાં સ્ટીકર આવી ગયેલા છે, તથા તમામને પગાર પૂરો ચૂકવવામાં આવે છે, અને તેમની સર્વિસ બુક તેમજ સી.પી.એફ.નો લાભ દરેકને મળેલ છે, અને તે આજદીન સુધી અપડેટ છે. ફક્ત વડોદરા તાલુકાના 11 કર્મચારીઓની સર્વિસબુક તથા સીપીએફ નો લાભ આપવામાં તથા પગારમાં વિસંગતા છે, તેઓના વાર્ષિક ઇજાફા આજ દિન સુધી છોડેલ નથી, તો આ કર્મચારીઓને આરોગ્યતંત્ર દ્વારા વાર્ષિક ઈજાફા અને સ્ટીકર તથા સી.પી.એફ. નો લાભ કયા કારણસર મળેલ નથી અને માત્ર આ 11 કર્મચારીઓનુ કામ કેમ અટકેલ છે, તેની તપાસની માંગ ઉઠેલ છે.આ કર્મચારીઓ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસર વડોદરા ને વારંવાર આ અગાઉ મૌખિક રજૂઆત કરેલ હતી, પરંતુ અધિકારીઓ દ્વારા માત્રને માત્ર આશ્વાસન અપાયેલ છે, આજ દિન સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય લીધેલ નથી, આ 11 કર્મચારીઓ પ્રત્યે ભેદભાવ કેમ તે પ્રશ્ન ઊભો થયો છે. આ કર્મચારીઓ પાસેથી કોઈ આર્થિક લાભ લેવા માટે તો હેરાન કરવામાં આવતા નથીને?? ?????? અન્ય તાલુકાના નવ કર્મચારીઓને ગોળ અને આ વડોદરા તાલુકાના 11 કર્મચારીઓને નામદાર કોર્ટનો સરખો હુકમ હોવા છતાં પણ ખોળ કેમ આપવામાં આવે છે ,તે પણ તપાસનો વિષય બનેલ છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અંગત રસ લઈને આ કર્મચારીઓને ન્યાય અપાવે તેવી માંગ ઉભી થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button