ગુજરાત

સાધલીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ૧૪ એપ્રિલ: બે મહાન વિભૂતિઓની પ્રતિમાઓનું થશે અનાવરણ

સાધલીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ૧૪ એપ્રિલ: બે મહાન વિભૂતિઓની પ્રતિમાઓનું થશે અનાવરણ
શિનોર તાલુકાના સાધલી મુકામે તારીખ 14 એપ્રિલ 2026 ના રોજ દેશની બે મહાન વિભૂતિ ડૉ. ભીમરાવ આંબેડકર તથા ભગવાન બિરસા મુંડા ની પુરા કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
આગામી તારીખ 14 એપ્રિલ 2026 સાધલીના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે, કારણકે 14 મી એપ્રિલ એટલે સંવિધાન નિર્માતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 135મી જન્મ જયંતી પ્રસંગે સાધલી યુવા સંગઠન દ્વારા બસ સ્ટેન્ડ પાસે બાબાસાહેબ ની પૂરા કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને તે જ દિવસે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સાધલી, કાયાવરોહણ ,ડભોઇના ત્રિભેટે આવેલ મેઇન સર્કલ ઉપર પૂરા કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ બંને મહાન વિભૂતિઓ દેશભર અને વિશ્વમાં પણ નામના મેળવી ચૂકેલ છે. સાધલી યુવા સંગઠન તથા શિનોર તાલુકા આદિવાસી સંગઠન દ્વારા આ પ્રસંગે પધારવા જાહેર આમંત્રણ આપેલા છે અને અનાવરણ માટેની તૈયારીઓ પૂરજોશ થી ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button