Uncategorized
સપાના પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજર્થી જ ચૂંટણી લડશે

સપાના પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજર્થી જ ચૂંટણી લડશે લખનૌ: અખિલેશ યાદવ કન્નૌજ
લોકસભાથી ચૂંટણી લડશે તેવી અટકળો સતત ચાલી રહી છે અને હવે આ અટકળો પર સપાના મુખ્ય રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. સપાના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ રામ ગોપાલ યાદવે અખિલેશની ઉમેદવારીની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. આવતીકાલે તેઓ ઉમેદવારી નોંધાવશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ડિમ્પલ યાદવે કન્નૌજથી SPની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જોકે. તેઓ ભાજપના સુબ્રત પાઠક સામે ચૂંટણી હારી ગયા હતા. કન્નૌજ પહેલા અખિલેશ યાદવે પોતાના ભત્રીજા તેજપ્રતાવ યાદવને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.