ગુજરાત

પલસાણા વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ

પલસાણા વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ

દુકાનદારો પાસેથી રૂ.૪,૯૫૦નો દંડ વસુલાયો

– જિલ્લા પંચાયત સુરત, આરોગ્ય વિભાગ,રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે પલસાણા ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિક્રુત રીતે તમાકુ વેચાણ કરનાર વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ રૂ.૪,૯૫૦ના દંડની વસુલાત કરી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસરશ્રી ડૉ. અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩” ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ. કૌશિક મહેતા, પલસાણા તાલુકાનાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. મધુકુમાર ઈન્જામુરી, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી, જિલ્લા સુપરવાઈઝરશ્રી નિલેશભાઈ લાડ, અને પી.આઇ વિ.એલ.ગાગીયા, પો.કો. નિલેશજી ઠાકોર પલસાણા પોલિસના સહકારથી દંડ વસુલાતની કામગીરી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વરા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું અને નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button