ટાટા મોટર્સે દેશની પ્રથમ હાઇડ્રજન ટ્રકની ટ્રાયલ સાથે ભારતના હરિયાળા ભવિષ્યને બળ આપ્યું

ટાટા મોટર્સે દેશની પ્રથમ હાઇડ્રજન ટ્રકની ટ્રાયલ સાથે ભારતના હરિયાળા ભવિષ્યને બળ આપ્યું
પ્રમુખ ફ્રેઇટ કોરિડોરમાં 16 ટ્રકના ટ્રાયલ સાથે નેટ-ઝિરો ઉત્સર્જન માટેનો માર્ગ મોકળો બનશે
નવી દિલ્હી,
વર્ષ 2070 સુધીમાં નેટ-ઝિરો ઉત્સર્જન હાંસલ કરવાના ભારતના વિઝનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં દેશના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે હાઇડ્રોજન-પાવર્ડ હેવી-ડ્યુટી ટ્રકના પ્રથમ ટ્રાયલની શરૂઆત કરી છે. આ ઐતિહાસિક ટ્રાયલ ટકાઉ લાંબા અંતરના કાર્ગો ટ્રાન્સપોર્ટેશનની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે, જેને માનનીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રિય ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ લીલી ઝંડી આપી હતી. ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ગિરીશ વાઘ સહિતભારત સરકાર અને બંન્ને કંપનીઓના ટોચના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ વિશિષ્ટ પહેલના માધ્યમથી ટાટા મોટર્સ ભારતના વ્યાપક ગ્રીન એનર્જી લક્ષ્યોને અનુરૂપ ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સમાં અગ્રેસર રહેવાની તેની કટીબદ્ધતા દર્શાવે છે. તેને આ ટ્રાલય માટે ટેન્ડર એનાયત કરાયું હતું, જેને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મીશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તે લાંબા અંતરના પરિવહન માટે હાઇડ્રોજન-પાવર્ડ વ્હીકલના ઉપયોગની રિયલ-વર્લ્ડ વાણિજ્યિક વ્યવહારિકતાનું મૂલ્યાંકન કરવાની સાથે-સાથે તેની સરળ કામગીરી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
આ ટ્રાયલનો સમયગાળો 24 મહિના સુધીનો રહેશે તથા તેમાં વિવિધ કન્ફિગરેશન અને પેલોડની ક્ષમતા ધરાવતા 16 અદ્યતન હાઇડ્રોજન-પાવર્ડ વ્હીકલ્સની તૈનાતી સામેલ છે. આ ટ્રક નવીન હાઇડ્રોજન ઇન્ટર્નલ કમ્બશન એન્જિન (H2-ICE) અને ફ્યુઅલ સેલ (H2-FCEV) ટેક્નોલોજીથી સજ્જ છે, જેનું પરિક્ષણ મુંબઇ, પૂણે, દિલ્હી-એનસીઆર, સુરત, વડોદરા, જમશેદપુર અ કલિંગનગર સહિતના પ્રમુખ ફ્રેઇટ માર્ગો ઉપર કરાશે.
આ ટ્રાયલને લીલી ઝંડી આપતાં ભારત સરકારના માનનીય કેન્દ્રિય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, હાઇડ્રોજન ભવિષ્યનું ફ્યુઅલ છે, જેમાં ઉત્સર્જન ઘટાડીને ઊર્જા આત્મ-નિર્ભરતા વધારીને ભારતના પરિવહન ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની અપાર ક્ષમતા છે. આ પ્રકારની પહેલ હેવી-ડ્યુટી ટ્રકિંગમાં ટકાઉ મોબિલિટીમાં પરિવર્તનને વેગ આપશે તથા આપણે એક કાર્યક્ષમ અને લો-કાર્બન ભવિષ્યની વધુ નજીક પહોંચીશું. હું હાઇડ્રોજન-પાવર્ડ ગ્રીન અને સ્માર્ટ પરિવહનને સક્ષમ કરવાની દિશામાં આ નોંધપાત્ર પગલું ભરવામાં નેતૃત્વ કરવા બદલ ટાટા મોટર્સને અભિનંદન પાઠવું છું.
ભારત સરકારના માનનીય કેન્દ્રિય ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ અને ઝિરો-કાર્બન ભવિષ્યની દિશામાં ભારતના ટ્રાન્ઝિશનમાં હાઇડ્રોજન એક મહત્વપૂર્ણ ઇંધણ છે. આ ટ્રાયલની શરૂઆત ભારતના પરિવહનક્ષેત્રમાં ડિકાર્બનાઇઝિંગમાં ગ્રીન હાઇડ્રોજનની ક્ષમતાને દર્શાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મીશનના ભાગરૂપે આ પહેલ વૈશ્વિક ક્લાઇમેટ લક્ષ્યોમાં યોગદાન આપાતા ઇનોવેશનને પ્રોત્સાહન આપવા તથા ભારતની ઊર્જા સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. હું આ નોંધપાત્ર પ્રયાસમાં અગ્રેસર ભૂમિકા નિભાવવા બદલ ટાટા મોટર્સની પ્રશંસા કરું છું.