ગુજરાત

અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશ્નર

 

  • અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશ્નર
  • 35 IPS અધિકારીઓની એકસાથે બદલી અને બઢતી

 

લોકસભાની ચૂંટણી અગાઉ IPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આવશે તેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. આખરે આ ઓર્ડર આવી ગયા છે. તે મુજબ ગુજરાતમાં ૩૫ આઈપીએસ ઓફિસરના પ્રમોશન અને ટ્રાન્સફરના ઓર્ડર આવી ગયા છે. સુરત જેવા મોટા શહેરમાં લગભગ ૭૪ દિવસથી કમિશ્નરની નિમણૂક થઈ ન હતી, પરંતુ હવે સુરતને પોલીસ કમિશ્રર મળી ગયા છે. અમદાવાદના પોલીસ કમિશ્નર જી એસ મલિક સહિત ૨૦ અધિકારીઓને પ્રમોટ કરાયા છે. ગૃહ મંત્રાલય દ્વારા IPSની ટ્રાન્સફર અને પ્રમોશનના આદેશ કરવામાં આવ્યા છે. સુરતમાં અઢી મહિના કરતા વધુ સમયથી ઈનચાર્જ કમિશ્નર હતા, પરંતુ હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. વડોદરાના હાલના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે નરસિમ્હા કોમરને વડોદરાના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

આ ઉપરાંત બઢતી અને બદલીની આ પ્રક્રિયામાં અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડાયરેક્ટર જનરલ હસમુખ પટેલ સહિત ૨૦થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. નવા ફેરફાર પ્રમાણે અનુપમ સિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર બનશે જ્યારે નરસિમ્હા કોમર વડોદરાના નવા સીપીનો હોદો સંભાળશે. તરૂણ દુગ્ગલ મહેસાણાના નવા SP, ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યના SP, જે આર મોથલિયાને અમદાવાદ રેન્જના IG અને પ્રેમવીર સિંહને સુરત રેન્જના IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચિરાગ કોરડિયા કચ્છ બોર્ડર રેન્જના IGનો પદભાર સંભાળશે.

 

લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં ગૃહ વિભાગે IPSની બદલી અને પ્રમોશનના ૩૫ ઓર્ડર કર્યા છે. આ ઉપરાંત ઈમ્તિયાઝ શેખને છોટાઉદેપુરના SP બનાવાયા છે. હસમુખ પટેલ સહિત ૨૦ IPSને પ્રમોશન આપવામાં આવ્યું પુછ. છે. જી. એસ. મલેકને ડીજી તરીકે પ્રમોશન અપાયું છે. છઠ્ઠના પદ પર હોય તેવા ચાર જીની હય તરીકે બઢતી કરવામાં આવી છે. ચૈતન્ય માંડલિક સહિતના અધિકારીઓનું પણ તાત્કાલિક પોસ્ટિંગ થશે. એટલે કે પોસ્ટિંગ અને બદલીઓના વધુ ઓર્ડર ઇસ્યુ થવાના છે. આર વી અસારીનું પંચમહાલ ગોધરા રેન્જ આઈજી તરીકે પ્રમોશન થયું છે. મનોજ અગ્રવાલનું DGP તરીકે પ્રમોશન થયું છે. ડો. કે. એલ. એન. રાવને DGP તરીકે પ્રમોટ કરાયા છે અને સુનિલ જોશીનું

 

DIG તરીકે પ્રમોશન થયુ છે. અન્ય અધિકારીઓની વાત કરવામાં આવે તો તરૂણ દુગ્ગલ મહેસાણાના SP બન્યા છે. શિવમ વર્મા અમદાવાદ ઝોન-૭ના DCP, ગૌરવ જસાણી આણંદના SP બન્યા છે. મહેન્દ્ર બગરીયાનું DIG તરીકે પ્રમોશન થયું છે. આ ઉપરાંત દિપક મેઘાણી, લીના પાટીલ, શ્વેતા શ્રીમાળી, નિર્લિમ રાયનું DIG તરીકે પ્રમોશન થયું છે. એસ જી ત્રિવેદીનું ADGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. અગાઉ રાજ્યના આઠ IPS અને ૬૫ DySPની બદલી કરાઈ હતી. જેમાં ગુજરાત કેડરના વર્ષ ૨૦૨૧ના આઠ આઇપીએસ અધિકારીઓની તાલીમ પૂર્ણ થતા તેમને ગુજરાત પોલીસમાં ASPની જવાબદારી સોંપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button