વ્યાપાર

સબસે પહેલે લાઇફ ઇન્શ્યોરન્સ અભિયાન વડે  ઇન્શ્યોરન્સ સંબંધિત જાગૃતિ કમિટી દ્વારા ‘સૌપ્રથમ સુરક્ષા’ના નાણાકીય આયોજનને આપવામાં આવ્યું સમર્થન

મુંબઈ, 14 જુલાઈ, 2025: ડિસેમ્બર 2023ના NIA અભ્યાસ (i) મુજબ, ભારત જીવન વીમા સુરક્ષામાં નોંધપાત્ર અંતરનો સામનો કરી રહ્યું છે – જે 2019માંના 83%થી વધીને 2023માં 87% થયો છે. 18-35 વર્ષની ઉંમરના લોકોમાં આ તફાવત વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જે 90%થી પણ વધુ છે. આ વધતી જતી નબળાઈ પરિવારોની નાણાકીય સુરક્ષા અને આકાંક્ષાઓ માટે ગંભીર જોખમ છે.

ભારતમાં આ તફાવતને ઘટાડવા માટે, તમામ જીવન વીમા કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી વીમા જાગૃતિ કમિટી દ્વારા તેના રાષ્ટ્રીય અભિયાન, ‘સબસે પહેલે જીવન વીમા’નો આગલો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ દરેક ભારતીયને જીવન વીમાને તેમની નાણાકીય યાત્રાનો પાયો બનાવવા અને જીવન વીમા પ્રત્યે વધતી જતી જાગૃતિને અર્થપૂર્ણ કાર્યવાહીમાં ફેરવવા માટે નવા ઉત્સાહ સાથે પ્રેરિત કરશે.

આ અભિયાનના મૂળમાં, બચત અને રોકાણોને પ્રાથમિકતા આપવાની સામાન્ય ટેવ, પરંતુ મૂળભૂત નાણાકીય સુરક્ષાની અવગણના કરવાની આદતને પડકારવામાં આવી છે. આ અભિયાન એ વાત પર ભાર આપે છે કે કોઈપણ સુરક્ષિત નાણાકીય યોજનાનો પ્રારંભ જીવન વીમાથી થવો જોઈએ—બાળકોના શિક્ષણ, ઘરમાલિકી અને નિવૃત્તિ જેવા લાંબા ગાળાના લક્ષ્યો માટે પણ તે મજબૂત પાયો પ્રદાન કરે છે.

અધિકૃત વાર્તા અને ભાવનાત્મક રીતે પડઘો પાડતા કથાનક દ્વારા, આ અભિયાન રોજિંદા ક્ષણોને જીવંત બનાવે છે તેમજ ખરેખર જોખમમાં શું છે તે બાબતને હાઇલાઇટ કરે છે. આ અભિયાન જીવન વીમાને ફક્ત કોઈ કરાર તરીકે નહીં, પરંતુ જીવનની સુરક્ષાના સાધન તરીકે પણ અગ્રતા આપે છે—જે સપનાઓને સંરક્ષિત કરવા, પરિવારોને ટેકો આપવા અને માનસિક શાંતિ પ્રદાન કરવાના મહત્ત્વને ઊજાગર કરે છે.

આ અભિયાનનું પ્રયોજન ગ્રાહકોની વર્તણૂકમાં પરિવર્તન લાવવા તેમજ જીવન વીમાના નિરાકરણો સંબંધિત વિકલ્પો પ્રત્યે જાગૃતિ લાવવા તથા તેના ઉપયોગને વધારવા માટે વર્ષભરના અભિયાન તરીકે કરવામાં આવ્યું છે. પહોંચ અને સ્મરણમાં સર્વોપરી રહે તે સુનિશ્ચિત કરવા માટે, તેને ટેલિવિઝન, ડિજિટલ, પ્રિન્ટ અને આઉટડોર મીડિયા સહિત અનેક મીડિયા પ્લૅટફોર્મ પર ચલાવવામાં આવશે.

વીમા જાગૃતિ કમિટી (IAC-લાઇફ)ના સભ્યએ જણાવ્યું હતું કે, “સબસે પહેલે લાઇફ ઇન્શ્યોરન્સ એ માત્ર કોઈ ધ્યેયવાક્ય નથી—તે નાણાકીય આયોજન કેવી રીતે કરવું તે અંગે પુનર્વિચાર કરવા માટે કોઈ સ્પષ્ટ આહ્વાન છે. સંપત્તિ ભેગી કરવાના પ્રયોજનમાં આપણે ઘણીવાર સુરક્ષાને કોઈ ‘હા, આ પણ કરવું જોઈતું હતું’ રીતે પછીથી વિચાર કરીએ છીએ. આ અભિયાનનો ઉદ્દેશ્ય તે માનસિકતાને બદલવાનો છે. આ અભિયાન સંરક્ષણને પ્રાથમિકતા આપવા વિશે, સપનાઓનો પીછો કરવા પહેલાં તેને સુરક્ષિત કરવા વિશે વિચારવાનો છે. જેમ દરેક માળખાને મજબૂત પાયો હોવો જરૂરી હોય છે, તેમ જ આપણે દરેક નાણાકીય યોજનાને જીવન વીમાના એરણ પરથી શરૂઆત કરવી જોઈએ. અમારું લક્ષ્ય જાગૃતિને ઍક્શનમાં ફેરવવાનું છે તેમજ એ સુનિશ્ચિત કરવું છે કે કોઈ પણ ભારતીય પરિવાર નાણાકીય રીતે નિર્બળ ન રહે.”

આ અભિયાનનો ઉદ્દેશ્ય જીવન વીમાને કોઈ સારા વિકલ્પમાંથી નાણાકીય આયોજનના આવશ્યક ઘટકમાં તબદીલ કરવાનો છે. આ તબક્કાના ભાગ રૂપે, વીમા જાગૃતિ કમિટી દ્વારા ડિજિટલ નોલેજ હબ https://www.sabsepehlelifeinsurance.com/ને પણ ફોકસમાં લાવવામાં આવ્યું છે, જેને અભિયાનના મુખ્ય ઘટક તરીકે હાઇલાઇટ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા સરળ અને મૂલ્યવાન સંસાધનો પ્રદાન કરવામાં આવશે, જે લોકોને કવરેજની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા અને માહિતગાર પસંદગીઓ પસંદ કરવા સક્ષમ બનાવશે.

આ પહેલ જીવન વીમાના સુરક્ષા કવચના તફાવતને ઘટાડવાના વ્યાપક પ્રયાસોથી સુસંગત છે, જેમાં IRDAIના 2024ના અધિકૃત આદેશનો સમાવેશ થાય છે જેમાં જીવન વીમા કંપનીઓને 25,000 ગ્રામ પંચાયતોમાં ઓછામાં ઓછા 10% જીવનને આવરી લેવાની જરૂરિયાતને ઉજાગર કરવામાં આવી છે(ii). આ પ્રયાસો ઉદ્યોગ-વ્યાપી સુધારાઓને બહેતર બનાવશે, જે વિશ્વાસમાં વધારો કરે છે અને હકારાત્મક ધારણાઓને બળવત્તર બનાવે છે. IRDAI દ્વારા તેની હેન્ડબુક ‘ઓન ઇન્ડિયન ઇન્શ્યોરન્સ સ્ટેટિસ્ટિક્સ 2023-24’માં જાહેર કરવામાં આવ્યું છે કે ભારતની વીમા કંપનીઓ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે 96.82% જીવન વીમા પૉલિસી સંબંધિત દાવાઓનું સમાધાન 30 દિવસની અંદર કરવામાં આવ્યું છે(iii). આ ઉદ્યોગ, હાલમાં 9.5% CAGR(iv)ના દરે વિકસી રહ્યો છે અને આગામી દાયકામાં 10.5%(v)ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, તે મોટાભાગના વૈશ્વિક અર્થતંત્રો કરતાં પણ બહેતર પ્રદર્શન કરી રહ્યો છે.

ભારત જ્યારે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ ધપી રહ્યું છે, ત્યારે વીમા જાગૃતિ કમિટી દરેક ભારતીયને જીવન વીમાને પ્રથમ પગલું બનાવીને તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button