51 વર્ષીય મહિલાની અંડાશયની મોટી ગાંઠનું સફળ ઓપરેશન
એક 51 વર્ષીય મહિલા દર્દીના પેટમાં કદમા વધારો જણાતા તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. નિદાન કરાવતા તેમને અંડાશયમાં 30×25 સે.મી.ની મોટી ગાંઠ હતી. જે આસપાસના અંગોને જેમકે આંતરડા, ગર્ભાશય, પેશાબની થેલી અને પેશાબ વાહિનીઓને દબાવતી હોય એવું નિદાન થયું..
અંડાશયમાં ગાંઠ હોવાને કારણે ડોક્ટર દ્વારા ઓપરેશન કરાવવાનું સૂચવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન કોઇપણ અંગને નુકશાન થયા વગર સંપૂર્ણ ગાંઠ ને એકીસાથે કાઢી અને દર્દીને આઈ. સી. યુ.માં રાખ્યા વગર ત્રીજા દિવસે સાજા કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ડો. પ્રશાંત વણઝર (કન્સલ્ટન્ટ – મિનિમલ ઇન્વેઝિવ ઓન્કોસર્જન એન્ડ લેપ્રોસ્કોપિક ઓન્કોસર્જન) ,ડો. હિમાંશુ કોયાણી (કન્સલ્ટન્ટ- ઓન્કોસર્જન) વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ જણાવ્યુ હતુ કે, આ પ્રકારની ગાંઠ થવા માટે ઘણાબધા કારણો જવાબદાર છે. જેમાથી અમુક કારણોમા વ્યંઘત્વ, મોટી ઉંમરે બાળકો કરવા, હોર્મોનલ ચેન્જીસ જેમા ઇસ્ટ્રોજન નુ એક્સ્પોઝર વધે વગેરે. આના લક્ષણો મા પેટ વધવુ, પેટ ભારે લાગવુ, પેટમા પાણી ભરાવુ વગેરે. જોવા મળેછે, આવું કશું માલુમ પડે તો ઝડપી નિદાન કરાવવું જરૂરી છે.
આ સર્જરીને લેપ્રોટોમી વીથ ઓવેરીયન ટયુમર એકસીઝન સર્જરી કહેવાય છે.