સુરત શહેરમાંવધુબે યુવકોના આપઘાત

સુરત શહેરમાંવધુબે યુવકોના આપઘાત
સુરત શહેરમાં જુદા-જુદા બે વિસ્તારમાં બે વ્યક્તિઓએ કરતો હતો. આત્મહત્યા કરી લીધી હતી. ઉધના ખાતે મિત્ર પાસેથી લીધેલા નાણા ચુકવવામાં મુશ્કેલી પડ્તા ૨૪ વર્ષીય યુવકે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પટની કોલોની ખાતે દંપતી વચ્ચે થયેલા ઝગડા બાદ રિસાઈને પત્ની ઘરેથી ચાલી જતા પતિએ આત્મહત્યા કરી લીધી હતી.
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ઉધના વિષ્ણુ નગરમાં રહેતા વાલ્મિક પાટીલના બે સંતાન પૈકી કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી
બુધવારે સવારે 9 વાગ્યાના અરસામાં કેતને ઘરના સ્ટોરરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કેતને ધંધો ચાલુ કરવા માટે તેના કોઈ મિત્ર પાસેથી ચારેક લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તે સમયસર પરત આપી શકતો ન હતો. જેથી તેણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની સંભાવના તેના પિતાએ વ્યક્ત કરી હતી.જ્યારે બીજા બનાવમાં મૂળ બનારસના
વતની અને હાલ ચોકબજાર સ્થિત પટની કોલોનીમાં રહેતો ૨૮ વર્ષીય સલીમ જમીલ અંસારી મજૂરી કામ કરી પોતાનુ અને પત્નીનુ ગુજરાન ચલાવતો હતો.
સલીમે પોતાના ઘરમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. તપાસમાં ખુલ્યું હતુ કે મંગળવારે રાત્રે મોહમ્મદ સલીમનું તેની પત્ની સાથે ઝગડો થયો હતો. જેથી પત્ની ઘરેથી કંઈક જતી રહી હતી. અને પરત ઘરે નહી આવતા સલીમે આ પગલું ભરી લીધુ હતું. વધુમાં ૯ માસ પહેલા જ તેઓને લગ્ન પણ થયા હતા.
ઉધનામાં મિત્ર પાસેથી લીધેલા નાણાં ચૂકવવામાં મુશ્કેલી પડતાં કેતન પાટીલ અને ચોકબજારમાં પત્ની સાથે ઝઘડો થતોં સલીમ એન્સારીએ આત્મહત્યા કરી