નવસારી રૂરલ પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામા છેલ્લા ૦૬ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.

નવસારી રૂરલ પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામા છેલ્લા ૦૬ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
મહે. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર નાઓએ સુરત શહેરના પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાઓમા ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સુચના મુજબ અધિક પોલીસ કમિશ્નર શ્રી ક્રાઈમ, નાયબ પો.કમિ. શ્રી રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના PI એ.પી.ચૌધરી નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. દ્વારા નીચે મુજબની કામગીરી કરવામા આવેલ છે. એસ.ઓ.જી.ના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન
ASI અનિલભાઈ વિનજીભાઇ તથા HC દામજીભાઈ ધનજીભાઇ નાઓને મળેલ બાતમી આધારે મકાઇપુલના છેડે આવેલ જાહેર શૌચાલય પાસેથી આરોપી દિનેશભાઈ રવજીભાઈ ધાનાણી ઉ.વ- ૫૩ રહે-એ-૨૦૧,૨૦૨ ધર્મનંદન એપાર્ટમેન્ટ, સ્પીનીંગમીલ પાસે કાપોદ્રા સુરત વાળાને ઝડપી પાડવામાં આવેલ છે.
મજકુર આરોપીની પુછપરછ કરતા હકીકત જણાઈ આવેલ છે કે, આજથી છએક મહીના પહેલા પોલીસ દ્વારા ને.હા.૪૮ વેસ્મા ઓવરબ્રીજ ચાર રસ્તા નજીક કિ.રૂ.૨,૮૭,૨૦૦/- ના મુદામાલ સાથે મુકેશભાઇ મોહનભાઇ પટેલ અને પ્રિન્સકુમાર રાજકુમાર મંડલ નાઓને પકડી પાડેલ હોય તે ગુનામા માલ મંગાવનાર તરીકે પોતાનુ નામ લખાવેલ પોલીસ તે ગુનામા શોધી રહેલ હોય જેથી પકડાઇ જવાના ડરથી જુદા જુદા મકાન બદલીને નાસતો ફરતો રહેતો હોવાની હકીકત જણાવેલ છે.