સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા, ચૂંટણી અગાઉ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા, ચૂંટણી અગાઉ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે. સુરત શહેરના તમામ પોલીસ મથકની ટીમ ઉપરાંત એસઓજી, પીસીબી સહિત ડીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત 33 રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું છે. 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું ત્યારે આજરોજ જોન વન ડીસીપી ભક્તિ ઠાકર અને એસીપી પીકે પટેલ અને એસીપી વિપુલ પટેલ
અને ઝોન વન માં આવતા પાંચેય પોલીસ સ્ટેશનના પી.આઈ સાથે વરાછા પોલીસ સ્ટેશન કાપોદ્રા પોલીસ સ્ટેશન પુણા પોલીસ સ્ટેશન સારોલી પોલીસ સ્ટેશન અને સરથાણા પોલીસ સ્ટેશન ના હદમાં આવતા. તમામ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું