આરોગ્ય

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના ૩૦ વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

શક્તિ, ઊર્જા, આનંદ અને પ્રફુલ્લિતતાની અનૂભુતિ માટે યોગપ્રેમીઓએ કર્યા સૂર્ય નમસ્કાર

સુરત:મંગળવાર: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપલિકાના સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો શુભારંભ સુરત મહાનગરપાલિકાના તમામ ૩૦ ઈલેક્શન વોર્ડમા કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના ૩૦ ઇલેક્શન વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯થી ૪૦ વર્ષ અને ૪૧ થી વધુ વયની કેટેગરીના આશરે ૯૧૦૦ ભાઇઓ તેમજ ૮૯૦૦ બહેનો મળી કુલ આશરે ૧૮૦૦૦ યોગપ્રેમીઓ જોડાયા હતા. સુર્ય નમસ્કાર મહાઅભિયાન તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજવામા આવશે.

મ્યુ. કમિશ્નરશ્રી શાલિનિ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેમની અધ્યક્ષતામા બનેલી સમિતિમા પોલિસ વિભાગ, કલેકટર કચેરીના વિવિધ વિભાગો, જિલ્લા રમત ગમત વિભાગ, યોગ બોર્ડ તથા યુવા બોર્ડ વિગેરે દ્વારા બહોળા પ્રમાણમા શહેરીજનો રજિસ્ટ્રેશન કરે અને સ્પર્ધામા ભાગ લે તે માટે સઘન કામગીરી અને ઝુંબેશને ધરવામા સુરતવાસીઓ જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કુલ ત્રણ તબક્કામા યોજાનાર છે. જેના ભાગરૂપે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અંતર્ગત કતારગામ વોર્ડ નં-૬ ના વસ્તાદેવડી રોડ કોમ્યુનિટી હોલ ખાતે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. શક્તિ, ઊર્જા, આનંદ અને પ્રફુલ્લિતતાની અનૂભુતિ માટે વિવિધ શાળાના અનેક વિદ્યાર્થીઓ સહિત યોગપ્રેમીઓએ ઉત્સાહભેર યોગાભ્યાસમાં જોડાઈને સૂર્યનમસ્કાર કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button