સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજકોટ ખાતે યોજાશે એસ.વી.યુ.એમ. 2025 આંતર રાષ્ટ્રીય વેપાર મેળો

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજકોટ ખાતે યોજાશે એસ.વી.યુ.એમ. 2025 આંતર રાષ્ટ્રીય વેપાર મેળો.
આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના 30 જેટલાદેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ આવવાની સંભાવના
11 થી 13 માર્ચ 2025 દરમ્યાન યોજાશે વેપાર મેળો
14 અને 15 માર્ચ વિદેશી ડેલિગેટ્સ કરશે ફેક્ટરી વિઝિટ
સંસ્થા દ્વારા પ્રતિષ્ઠિત વ્યાપારીઓ અને ઉદ્યોગકારોની કમિટીની રચના કરવામાં આવી
ગુજરાત સરકારની એમડીએ સ્કીમ અંતર્ગત ફક્ત નજીવી કિંમતે સ્ટોલ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 માર્ચ 2025 દરમ્યાન એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ, 80 ફૂટ નો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 11 મી વખત થવા જઈ રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર મુલાકાતીઓ મુલાકાત લેશે. 30 કરતા વધુ દેશો માંથી 200 કરતા વધુ વિદેશી ગ્રાહકો પણ ભાગ લ્યે તેવી સંભાવના છે.
પ્રદર્શન માં પ્રવેશ વિના મુલ્યે રહેશે પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂરી રહેશે. પ્રદર્શન નો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નો રહેશે.
એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક માત્ર સફળ અને પરિણામ દાયક છે જેમાં આજ સુધીમાં 60 જેટલા દેશોમાંથી 1200 કરતા વધુ વિદેશી ગ્રાહકો આવી ચુક્યા છે અને હજારો કરોડ નો નિકાસ વેપાર પણ થયો છે.
એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં વિદેશ ના દેશો જેમકે ઘાના , સુદાન, બુર્કિનાફાસો, ટોગો, તાન્ઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, કેન્યા, સેનેગલ, કોંગો, ગેબોન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, સહીત ના 30 કરતા વધુ દેશો માંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ / બિઝનેસમેન મુલાકાત લેશે. તેઓ 5 દિવસ રાજકોટ રોકાશે અને વિવિધ ફેક્ટરીઓની મુલાકાત પણ લેશે.
પ્રદર્શન અંગેની માહિતી મળતા જ 28 દેશોમાંથી 107 વિદેશી ડેલિગેટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માં આવ્યું છે અને 15 કંપનીઓએ પોતાના સ્ટોલ બુક કરાવી લીધેલ છે. તમામ માહિતી પ્રદર્શન ની વેબસાઈટ www.svumshow.com ઉપર રોજેરોજ અપડેટ કરવામાં આવી રહેલ છે.
આ પ્રદર્શન માં સ્થાનિક 160 થી વધુ કંપનીઓ ભાગ લઇ શકે અને વિદેશી કંપનીઓ સાથે પોતાના બિઝનેસ ગોઠવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે..
સંસ્થા દ્વારા નિકાસ વેપાર વૃદ્ધિ ના લાભ નાના માં નાના ઉદ્યોગો ને મળે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખુબજ ઓછા અથવા નજીવા ખર્ચે આંતરરાષ્ટ્રીય વેપાર વૃદ્ધિ ની તક એક માત્ર એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દ્વારા મળી રહી છે .
સૌરાષ્ટ્ર કચ્છ ના ઉત્પાદકોને વિદેશ વ્યાપાર વિકસાવવાની ઘર આંગણે તક આ એક માત્ર વેપાર મેળા દ્વારા મળે છે, અનેક દેશોના બિઝનેસમેન ઘર આંગણે આવે, પ્રદર્શન ની મુલાકાત લ્યે, મિટિંગો કરે અને ફેક્ટરી વિઝીટ પણ કરે એટલે ગ્રાહક તરીકે તેની અંદર સંપૂર્ણ વિશ્વાસ ઉભો થાય છે.
બીજી તરફ વિચારીયે તો જો આપણા ઉદ્યોગો માર્કેટિંગ માટે જાય તો એક એક ઉદ્યોગને 30 કે 40 દેશોની મુલાકાત માટે આખું વર્ષ નીકળી જાય અને ખર્ચ પણ એકાદ કરોડ રૂપિયા કરતા વધી જાય તે દ્રષ્ટિ એ પણ એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક મહત્વ પૂર્ણ અને લાભદાયી પુરવાર થયેલ છે.
આ વર્ષે એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં ભાગ લેનાર એકમોને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એમડીએ સબસીડી ની સ્કીમ મુજબ લગભગ નજીવા મુલ્યે કહી શકાય તે રીતે સ્ટોલ આપવામાં આવશે. એકમોને ફક્ત સબસીડી મંજુર થાય ત્યાં સુધી સ્ટોલ ની રકમ નું રોકાણ કરવાનું રહેશે.
દેશી મેળો અને વિદેશી વેપાર, સૌરાષ્ટ્ર કચ્છ માં હટાણું કરવા આવશે વિદેશી ગ્રાહકો નો સિદ્ધાંત 100 ટકા યથાર્થ સાબિત થઇ રહ્યો છે.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ની સમગ્ર ટિમ સૌરાષ્ટ્ર કચ્છ ના ઉત્પાદકો, અને નિકાસકારોને આ એસ.વી.યુ.એમ 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં ભાગ લેવા અને મુલાકાત લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપે છે.
શોને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી પરાગ તેજૂરા, ઉપ પ્રમુખો શ્રી મહેશ નગદીયા તથા શ્રી પ્રભુદશભાઈ તન્ના , મંત્રી શ્રી ભુપતભાઇ છાટબાર, ટ્રસ્ટી શ્રી પદુભાઇ રાયચુરા, શ્રી રાજુભાઈ સંઘવી તથા શ્રી સુરેશ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે.
સંસ્થા દ્વારા પ્રતિષ્ઠિત વ્યાપારીઓ અને ઉદ્યોગકારોની કમિટી ની રચના કરવામાં આવી જેમાં ચેરમેન તરીકે શ્રી વિશાલ ગોહેલ તથા સભ્યો તરીકે શ્રી કેતન વેકરીયા, શ્રી મૌક્તિક ત્રિવેદી, શ્રી મયુર ખોખર, શ્રી દીવેન પડિયા, શ્રી નિશ્ચલ સંઘવી, શ્રી જીગ્નેશ સોઢા, શ્રી અંકુર સૂચક, શ્રી દિનેશભાઇ વસાણી, શ્રી હેમાંગ સોલંકી, શ્રી અંકુર દવે, શ્રી ખુશી હરસોરા , જયેશ દવે, ની નિમણૂંક કરવામાં આવેલ છે જેઓ વેપાર મેળા ની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.