ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સજાગ

- રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સજાગ
મોલ, હોસ્પિટલો, હોટલોને સીલ મરાયા બાદ ગણપતિ મૂર્તિકારોને ત્યાં પણ ફાયર સેફ્ટી કીટ લગાવાઈ
સુરત ઃ રાજકોટની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડયા છે. રાજ્ય સરકાર દ્વારા સખત વલણ દાખવવામાં આવતા તમામ શહેરોમાં બીયુસી પરમિશન કે ફાયર એનઓસી વગર ચાલતી સંસ્થાઓ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત મનપા તંત્ર દ્વારા મોલ, હોસ્પિટલો, હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોલ, હોસ્પિટલો, હોટલોમાં ફયર સેફ્ટી બાબતે ગંભીરતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી અને કેટલાય હોસ્પિટલો, મોલ તેમજ હોટલોને નોટિસ પાઠવ્યા બાદ સીલ મારી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી આશરે ૧૦૦૦ જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અને હાલ પણ મનપા દ્વારા કાર્યવાહી જારી રાખવામાં આવી છે. ત્યારે શહેરમાં ગણપતિ મૂર્તિકારો દ્વારા જાગૃતતા દાખવી ફાયર સેફ્ટી કીટ ફીટ કરાવી દેવાઈ છે.