ગુજરાત
ઉમરપાડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે રજુ થયેલા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

ઉમરપાડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે રજુ થયેલા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
– ૨૬મી જાન્યુઆરીની સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી સૈનિક સ્કૂલ ખાતે આયોજીત સરકારના ૧૩ જેટલા વિભાગો દ્વારા રજુ થયેલા ટેબ્લોએ આકર્ષક જમાવ્યું હતું. જેમાં નાયબ વનસંરક્ષક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,કાર્યપાલક ઈજનેર, આરટીઓ, જેટકો, ડીજીવીસીએલ, જિલ્લા ઉધોગ કેન્દ્ર, આઈ.સી.ડી.એસ., પાણી પુરવઠા વિભાગ,ખેતીવાડી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ રજુ કરી હતી.