અફઘાનિસ્તાનને માત્ર 9 ઓવરમાં હરાવીને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચ્યું

T20 વર્લ્ડ કપ 2024 ની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનની ટીમે સ્થાન મેળવતાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ હતો. 15 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનારી આ ટીમે ગ્રુપ રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડને અને સુપર-8માં ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાનો કરિશ્મો કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમની આ સફળતાની દરેકે પ્રસંશા કરી.
દક્ષિણ આફ્રિકામાં એક કપરી પિચ પર રમાયેલી આ સેમિફાઇનલમાં, રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાન બૉલરો શાનદાર દેખાવ કર્યો. જોકે, દક્ષિણ આફ્રિકાની ટીમે આ એકતરફી મૅચમાં અફઘાનિસ્તાનને માત્ર 9 ઓવરમાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.
બ્રાયન લારા સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનનો દાવ 12મી ઓવરમાં માત્ર 56 રનમાં સમેટાઈ ગયો. દક્ષિણ આફ્રિકાએ 9મી ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું.
આ જીત સાથે દક્ષિણ આફ્રિકાને T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. હવે દક્ષિણ આફ્રિકા 29 જૂને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સામે ટક્કર આપશે.